Abtak Media Google News

શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફાયર સ્ટેશનની મુલાકાત લીધી: પાણી ભરાવવા, ડ્રેનેજ ચોકઅપ થવા સહિતની 440 ફરિયાદોનો કરાવ્યો તત્કાલ નિકાલ

બિપરજોય વાવાઝોડાની અસર ગઇકાલે સાંજથી રાજકોટમાં વર્તાવા લાગી હતી. મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો. શહેરમાં ખાના ખરાબી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સતત ફીલ્ડમાં રહ્યા હતા. મધરાત સુધી તેઓએ કંટ્રોલરૂમનો હવાલો સંભાળ્યો હતો. અલગ-અલગ વિસ્તારોમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઇ સ્થિતિની સમિક્ષા કરી હતી. પાણી ભરાવવાની, ડ્રેનેજ ચોકઅપ થવાની ત્વરિત નિકાલ કર્યો હતો.

મેયર ડો. પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ મોડી રાત્રી સુધી જુદા જુદા ફાયર સ્ટેશન તેમજ વોર્ડ ઓફિસની મુલાકાત લઇ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોન ફાયર સ્ટેશન, કોઠારિયા રોડ ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન,નિર્મળા રોડ ફાયર સ્ટેશન, વોર્ડ નં.9, 11, 12ની વોર્ડ ઓફિસ તેમજ અને વોર્ડ નં.13માં મુલાકાત લીધી હતી. રાત્રીના સમયે ઝાડની ડાળી વિગેરેની ફરિયાદો આવી હતી.

કોઠારીયા રોડ ફાયર સ્ટેશને ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર રૂચીતાબેન જોશી, નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, કીર્તીબા રાણા, રવજીભાઈ મકવાણા આ ઉપરાંત ભાજપ અગ્રણી જીણાભાઈ ચાવડા,ગૌતમભાઈ ગોસ્વામી, ભાર્ગવભાઈ મિયાત્રા તેમજ સંગઠનના હોદેદારો, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત વોર્ડ નં.9માં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ  મીરાણી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ  વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.9ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, ભાજપ અગ્રણી પ્રવીભાઈ સેગલીયા વિગેરે હાજર રહેલ. આ ઉપરાંત વોર્ડ નં.12ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, વોર્ડના પ્રભારી પ્રવીણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા, યુવરાજસિંહ ઝાલા, સતીષ ટોળિયા, કશ્યપ મેંદપરા તેમજ વિસ્તારના જુદા જુદા અગ્રણીઓ હાજર રહેલ. વોર્ડ નં.11માં રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, અગ્રણી પ્રવીણભાઈ પાઘડા, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, સંજયભાઈ દવે, અમિતભાઈ બોરીચા, સંજયભાઈ બોરીચા તેમજ અન્ય વિસ્તારના આગેવાનો હાજર રહેલ. વોર્ડ નં.13માં મુલાકાત દરમ્યાન દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રી ધીરુભાઈ તળાવીયા, ભરતભાઈ સવાસેતા, અગ્રણી શૈલેશભાઈ ડાંગર, વજુભાઈ લુણાસીયા, જાયભાઈ બોરીચા, કુલદીપભાઈ અંબાસણા, દર્શીતભાઈ ભટ્ટી, નીરવભાઈ રાયચુરા, રાજુભાઈ ચોટલીયા, અમિતભાઈ તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહેલ.બેડીપરા ફાયર સ્ટેશન ખાતે કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, અગ્રણીય મંત્રી ધનશ્યામભાઈ કુંગશીયા, મનસુખભાઈ જાદવ વિરમભાઇ રબારી, તેમજ વિસ્તારના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસ વિગેરે જગ્યાએ સંબંધક અધિકારીઓ, ડે. કમિશનર ચેતેન નંદાણી, ચીફ ફાયર ઓફિસર ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબા, સીટી એન્જીનીયર પરેશ અઢિયા, દોઢીયા, ફાયર જવાનો વિગેરે હાજર રહેલ તેમાં કર્મચારીઓ પાસેથી મેયર ડો. પ્રદિપ ડવ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલએ વાવાઝોડાના અનુસંધાને આવેલ ફરિયાદ અંગે માહિતી મેળવેલ અને રજીસ્ટરમાં નોંધાયેલ આવેલ ફરિયાદના કોલ ચકાસણી કરેલ તમામ સ્ટાફ રાત્રી દરમિયાન એલર્ટ રહેવા અને લોકોની ફરિયાદનો વહેલી તકે નિકાલ થાય તે માટે સુચના આપી હતી.

અત્યાર સુધીમાં પાણી ભરાવાની સેન્ટ્રલ ઝોનમાં 1, ઇસ્ટ ઝોનમાં 27, વેસ્ટ ઝોનમાં 33 સહીત કુલ 61 ફરિયાદો તેમજ ડ્રેનેજ ચોકઅપની સેન્ટ્રલ ઝોનમાં 140, ઇસ્ટ ઝોનમાં 198, વેસ્ટ ઝોનમાં 102 સહીત કુલ 440 ફરિયાદો આવેલ જેનો સ્થળ પર ટીમ મૂકી સત્વરે નિકાલ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.