Abtak Media Google News

જુનાગઢના શિક્ષિત પરિવારે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી નવલ રાહ ચીંઘ્યો

૩૦ વિઘા ભાડા પટ્ટે લીધેલી જમીનમાં કેળા, પપૈયા, શેરડી વિવિધ શાકભાજી સહિતના ૩ર જાતના પાકોનું વાવેતર કર્યું

હેમલભાઇનું શાક રિલાયન્સ ફ્રેશમાં વેચાણ માટે જાય છે

જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા પટૃે લીધી છે. આ શિક્ષિત પરીવાર પરંપરાગત ખેડુત નથી વણીક છે. પરંતુ ગૈા સેવા સાથે સંકળાયેલ આ પરિવાર સંપૂર્ણ ગાય આધારીત ખેતી વિકસાવી સૈા માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમના અંદાજ મુજબ ૩૦ વીઘા જમીનમાં કેળા, પપૈયા, શેરડી, શાકભાજી સહિતના વિવિધ પાકોના વાવેતરથી દર વર્ષે ૨૩ લાખથી વધુની આવક થવાનો અંદાજ છે. તેમનું શાકભાજી રીલાયન્સ ફ્રેશમાં વેચાણ માટે જાય છે.

જૂનાગઢના હેમલ ભાઇ મહેતા એ છેલ્લા ૬ મહિનાથી ખડિયા ગામે ૩૦ વીધા જમીન ભાડા પટૃે (સાંખે) રાખી છે. જેમાં તેમણે ૩૨ પાકનું વાવેતર કર્યું છે. જેમાં ૧૧ પાક બજારમાં વેચાણ થઇ શકે એવા છે. જ્યારે બાકીના ૨૧ પાક ઘરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ, ફળ, વગેરેના છે. પાક સંપૂર્ણ ઓર્ગેનીક હોવા છતા રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં આવે છે હેમલભાઇના જણાવ્યા મુંજબ આ વાવેતર થકી વર્ષે ૨૩ લાખની આવકનો અંદાજ છે. તેમની ગણતરી મુંજબ કેળનું ૧૨ વીધામાં વાવેતર જેમાંથી રૂ. ૧૨ લાખની આવકનો અંદાજ છે. પપૈયા માંથી રૂ. ૩ લાખ, શેરડી માંથી રૂ. ૪ લાખનો, રીંગણ-ટમેટા,મરચામાંથી રૂ. ૩ લાખની, ઘઉં માંથી ૨ લાખ, કોબી, ફલાવર માંથી ૨ લાખની અપેક્ષા છે.

Dsc 0095

એકઝોટીક  વેજીટેબલ અંગે હેમલભાઇએ જણાવ્યુ હતુ કે, એકઝોટીક વેજીટેબલ્સ એટલેકે વિદેશી શાકભાજી. હાલ સૈારાષ્ટ્રમાં માત્ર ૧૦-૧૨ જેટલા ખેડુતો આ પ્રકારના સીડનું વાવેતર કરે છે. આ વાવેતરથી અંદાજે વાર્ષિક રૂ. ૧ લાખની આવક થવાની શક્યતા છે. આ શાકભાજી ભારતીય શાકભાજી કરતા અલગ પડે છે. જેમાં કોબી અને ફલાવરનો રંગ લાલ હોય છે. મરચું પર્પલ કલરનું હોય છે. હેમલભાઇ વધુમાં કહે છે મારે બીઝનેસ હોય એટલે પૂરો સમય આપવો શક્ય ના બને. પણ મારા પિતા હર્ષદભાઇ ખેતી કામની સંપૂર્ણ જવાબદારી નીભાવે છે. એમાં મારો મીકેનીકલ એન્જીનીયર નાનો ભાઇ, મમ્મી, મારા પત્ની પાયલ પણ પુરો સાથ આપે છે.

આર્ગેનિક ખેતીથી ૮૦ ટકા આત્મ નિર્ભર બન્યા: હેમલભાઇ મહેતા

1604495013155 Dsc 0042

હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે. ત્યારે આવા સમયે ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યો એ અંગે તેઓ કહે છે,  વર્ષ ૨૦૧૯ માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના મુખ્ય કારણમાનું એક રાસાયણીક ખાતર અને જંતુંનાશક દવાના છંટકાવવાળુ અનાજ, શાકભાજી હતા. બસ ત્યારબાદથી વિચાર આવ્યો કે, મારો પરીવાર નીરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનીક  ખેતી કરવી. આ ખેતી થકી અમે ૮૦ ટકા આત્મનિર્ભર બની ગયા છીએ. બાકી ૨૦ ટકા જ બજાર પર આધારીત રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.