Abtak Media Google News

ડોકટર રાજાણી સામે બોગસ ડીગ્રી બાદ સરકારી દવાનો મોટો જથ્થો છળકપટથી મેળવ્યાનો નોંધાતો ગુનો: મયુર મોરી કચ્છમાં સિમેન્ટ કંપનીમાં કામે રહી ગયોતો

કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર હોસ્પિટલ અને તેની સાથે જોડાયેલા ડોકટર તેમજ કર્મચારીઓ ભેદ ભરમથી ભરેલા હોય તેમ એક પછી એક રહસ્યનો ઘટ્ટસ્ફોટ થઇ રહ્યો છે. કર્મચારી મયુર મોરી છેલ્લા ૨૩ દિવસથી ભેદી રીતે લાપતા બન્યા બાદ ગતરાતે પોલીસે શોધી કાઢયો છે. હોસ્પિટલના તબીબ શ્યામ રાજાણી સામે અપહરણ બાદ બોગસ ડીગ્રી અંગેના ગુના નોંધાયા હતા અને તેની હોસ્પિટલમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવતા દવા તેને છળકપટથી મેળવ્યા અંગેનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. લાપતા બનેલા મયુર મોરી પોલીસને મળી આવતા તે રાજકોટથી ભાગ્યા બાદ ક્ચ્છમાં સિમેન્ટ કંપનીમાં કામે રહી ગયાની કબુલાત આપી છે.

Advertisement

લાઇફ કેર હોસ્પિટલના ડો.શ્યામ રાજાણી અને તેની પૂર્વ પત્ની કાશ્મીરા વચ્ચે ચાલતા વિવાદમાં હોસ્પિટલનો કર્મચારી મયુર મોરી કાશ્મીરાની ચડામણી મુજબ હાથો બનીને કામ કરતો હોવાની શંકા સાથે કારમાં બેસાડી ડો. શ્યામ રાજાણી સહિત ત્રણ શખ્સોએ માર મારી મોબાઇલમાં વીડિયો રેકોર્ડીગ કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

મયુર મોરીના અપહરણ અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે ડો.શ્યામ રાજાણી સહિત ત્રણની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કવિતા કોટકની ડીગ્રીની ઝેરોક્ષ કરીને પોતાની ડીગ્રી હોય તે રીતે ઉપયોગ કરી કોર્પોરેશનમાં લાઇફ કેર હોસ્પિટલનું રજીસ્ટેશન કરાવ્યું હતું એટલુ જ નહી સરકારી હોસ્પિટલમાં દર્દીના ઓપરેશનના ઉપયોગમાં આવતી દવાનો જથ્થો લાઇફ કેર હોસ્પિટલમાંથી મળી આવતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડોકટર નિલેશભાઇ મનસુખભાઇ રાઠોડે તબીબ શ્યામ રાજાણી અને તેના પિતા હેમત રાજાણી સામે બોગસ ડીગ્રી બાદ દવાનો જથ્થો છળકપટથી મેળવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા ૨૩ દિવસથી ભેદી રીતે લાપતા બંનેલા મયુર મોરીએ ગઇકાલે રાજકોટમાં જ પોતાનો મોબાઇલ ચાલુ કરતા પોલીસે નંબર ટ્રેસ કરી શોધી કાઢયો છે. મયુર મોરીનું ખરેખર અપહરણ થયું હતું કે તેને ચોક્કસ ઇરાદા સાથે છપાવવામાં આવ્યો હતો તેમજ લાઇફ કેર હોસ્પિટલમાં અન્ય ષડયંત્ર ચાલતા હોવા સહિતની વિગતોનો ઘટ્ટસ્ફોટ થાય તેમ હોવાની શંકા સાથે પૂછપરછ કરતા મયુર મોરીને શ્યામ હેમંત રાજાણી, રાહુલ હરી પઢીયાર અને રાજુ છગન મકવાણાએ ગ્રીન લેન્ડ ચોકડી પાસે બોલાવી કારમાં બેસાડી માર મારી તેનું વીડિયો રેકોર્ડીગ કર્યા બાદ જવા દીધાનું મયુર મોરીએ કહી તે જૂનાગઢ, સોમનાથ અને કચ્છમાં જઇ સાંધી સિમેન્ટ કંપનીમાં કામ રહ્યાનું જણાવ્યું હતું. તેમજ શ્યામ રાજાણી અને તેની પત્ની વચ્ચે છુટાછેડા થતા પોતાની પત્નીને મયુર મોરી ચડામણી કરતો હોવાની શંકાના કારણે માર માયાની કબૂલાત આપી છે.

જયારે શ્યામ રાજાણીએ પોતાના નામ આગળ એમ.ડી.લખ્યું હોવા અંગે પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં પોતે હોસ્પિટલનો મેનેજીંગ ડીરેકટર હોવાથી એમડી લખ્યું હોવાનો બચાવ કર્યો હતો જો કે બોગસ ડીગ્રી અને રજીસ્ટેશન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેનું હોસ્પિટલનું રજીસ્ટેશન રદ કરી નાખવામાં આવ્યાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને પી.આઇ. આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.