Abtak Media Google News

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પર્યુષણ મહાપર્વ કાર્યક્રમનો લાભ લેતા અનેક ભાવિકો

મોક્ષ માર્ગની શરૂઆત સમ્યગ દર્શનથી થતી હોવાની સમજણ આત્માથી રાજુજી (ધરમપુર) દ્વારા શ્રીમદ્ રામચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આપવામાં આવી હતી.

Vlcsnap 2018 09 07 13H03M36S19પર્યુષણ પર્વ નીમીતે શ્રીમદ્ રામચંદ્ર જ્ઞાન મંદિર પધારેલ ધરમપુર સ્થીત આત્માર્થીત શ્રી રાજુજીએ બીજા દિવસે સમ્યગ દર્શન વિશે વિશેષ સમજાવતા સમ્યગ દર્શનની વ્યાખ્યા અને દ્રવ્ય, ગુણ, પર્યાય જેવા ખુબ કઠીન લાગતા વિષયને ખુબ જ સરળતાથી અને સુગમ શૈલીથી સમજાવ્યો હતો અને સર્વ મુમુક્ષોને સમ્યગ દર્શન પ્રાપ્ત કરવાની રૂચિ ઉત્પન્ન કરાવી જેમાં મોટી સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહીને સ્વાધ્યાયનું રસપાન કરીને પાવન થયા હતા.Vlcsnap 2018 09 07 13H03M49S154

આ પ્રસંગે આવતીકાલે સવારે આત્મ સિધ્ધી શાસ્ત્ર સમૂહ પાઠ તથા સ્વાધ્યાય તેમજ સાંજે આરતી, દીવો, ભાવ પ્રતિક્રમણ અને ભક્તિ-સ્વાધ્યાયના કાર્યક્રમોની હારમાળા સર્જાશે. તા.૨૩ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દરરોજ અનેક ભાવિકોની હાજરી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.