Abtak Media Google News

રાજસ્થાન ભારતનું એક ખૂબ સુરત રાજ્યમાનું એક રાજ્ય છે.અહિયાની સંસ્કૃતી દુનિયા ભરમાં જાણીતી છે. રાજસ્થાનની સંસ્કૃતી વિવિધ સમુદાયોનું યોગદાન રહેલ છે.આપણે જ્યારે રાજસ્થાનનું નામ આવે ત્યારે  આપણી આંખ સામે રણ,ઊંટની સવારી અને કાલબેલિય નૃત્ય અને રંગબેરંગી  પરિધાનો સામે આવે છે.

આ રાજ્ય પોતાની સભ્યતાઅને તેમની મહેમાન નવાઝી માટે જાણીતા છે. ભલે તે સ્વદેશી હોય કે વિદેશી હોય  અહિયાની સંસ્કૃતી લોકોનું મન મોહી લે છે.જેલોકોએ રાજસ્થાનની સંસ્કૃતીનો અનુભવ કર્યો હોય તેને લોકો ખુબખુશ નશીબ છે.પરંતુ  શાહી શહેરની સરળ પરંતુ રસપ્રદ સંસ્કૃતિ વિશેકેટલીક રસપ્રદ  વાતો જળવા માટે તમે પોતાને  રોકી  શકશો નહીં.

રાજસ્થાનની સંસ્કૃતિ એ ભારતની સૌથી સુંદર સંસ્કૃતિ છે

Folk Dance And Culture Of Rajasthan Large

સભ્યતા અને સૌંદર્યને એક સાથે જોડવાનું હોય તો રાજસ્થાની કાપડા સાથે કંઈ પણ થતું નથી. સ્ત્રીઓ માટે પરંપરાગત રાજસ્થાની કાપડા તદ્દન યોગ્ય, સુંદર અને આરામદાયક છે. અહીંની  મહિલાઓ પરંપરાગત ધાધરા, ચોળી અને ઓઢળી પહેરે છે. આ સ્ત્રીઓના પરિધાનો ચટકતા રંગો હોય છે, જેમાં ગોટા (સરહદો) હોય છે. સ્ત્રીઓ પોતાનાથી મોટા લોકો સામે ધૂંધટ નાખીને આવે છે.આં રીતે તે લોકોને સમ્માન આપે છે.

તેવામાં પુરુષો  ધોતી, કુર્તા અથવા પાયજમા પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, કેટલાક પુરુષો પણ માથા પર પટ્ટાવાળી સુતરાઉ કાપડ પધડી પહેરે છે. તેમની પાધડી  ખાલી માથાને ઢાકવા પૂરતી હોતી નથી પરંતુ તેની ઇજ્જત હોય છે.

રાજસ્થાનના આભૂષણ

Download 14

પરિધાન પછી હવે રાજસ્થાનના આભૂષણની  વાત કરીએતો  જે ફક્ત રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ જાણીતા બન્યા છે.એવું નથી કે આભૂષણ ખાલી સ્ત્રીઓ જ પહેરે છે.રાજસ્થાનમા એવા કેટલાય લોકો મળી રહેશે કે જેને ગાળામાં ચેન હાથમાં ભારે કડુંઅને એક કાનમાં સોનાની બાલી પહેરી છે,

અહિયાં ની સ્ત્રીઓના આભૂષણ લોક પ્રસિધ્ધ છે. રાજસ્થાનમાં સૌથી પ્રસિધ્ધ સ્ત્રી આભૂષણ  બોરલા છે.બોરલા એક પ્રકારનું માંગ નો ટીકો હોય છે. આં આભૂષણ રાજસ્થાનનું પરંપરાગત આભૂષણ છે.આં ઉપરાંત સ્ત્રીઓ કમર બંધ,બાજુ બંધ, તેમજ લાખ અને સીપ ના કંગન પહેરે છે.

રાજસ્થાનનું નૃત્ય

Camp Fire With Rajasthani

રાજસ્થાની નૃત્યની વાત આવે ત્યારે, સૌ પ્રથમ ઘુમર નામ આવે છે. હા, તે ઘૂમર નૃત્ય જે એક ફિલ્મમાં પણ કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવમાં, ઘુમર નૃત્ય તેમાંથી જુદું  છે, અહીં મોટા ભાગે સ્ત્રીઓ, જે ફક્ત પ્રભુત્વ સાથે જ કરી શકે છે. જોકે નૃત્ય જોવાનું સરળ લાગે છે, પરંતુ પગમાં ઘણી તાકાત જોઈએ છે.

આ ઉપરાંત, રાજસ્થાનનો બીજુ  લોક નૃત્ય કાબેલિયા ડાન્સ છે. પરંપરાગત રીતે, તે રાજસ્થાનનના બંજારા દ્વારા કરવામાં આવે છે. કાબેલિયા નૃત્ય સામાન્ય લોકો દ્વારા કરી શકાતું નથી કેમકે આ નૃત્યમાં લોકોના મનોરંજનની સાથે  કરતબ કરવાના હોય છે.જેવાકે ખીલ્લા ઉયપર નૃત્ય,આંખ થી બ્લેડ ઉપાડવી આંગળી ઉપર થાળ ફેરવવી આવા કરતબ કરવા માટે મહિનાઓનો અભ્યાસ  જરુરી છે.

રાજસ્થાની પકવાન

Maxresdefault 24

દરેકલોકો ખાવા માટે આતુર છે,અને જો તમે અહીં પરંપરાગત ખોરાક ના ખાધો તો તમને ખૂબ પસ્તાવો થશે. રાજસ્થાનની દાળ બાટી,ચૂર્મુ ખુબ પ્રખ્યાત છે. દાળનીં  સાથે ગરમાગરમ ઘીમાં બોળેલ બાટી અને મીઠામાં ગરમાગરમચૂર્મુ  મોઢમાં પાણી આવી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.