Abtak Media Google News

શહેરમાં પૂર્વ-પશ્ર્ચિમ અને દક્ષિણ ઝોનમાં કુલ મળી ૮૮૬ આસામીઓના દાવા મંજૂર: દાવા પ્રમાણપત્ર ટૂંક સમયમાં

રાજય સરકાર દ્વારા સૂચિત સોસાટીઓને રેગ્યુલાઈઝડ કરવા હા ધરી કાર્યવાહી અંતર્ગત રાજકોટ શહેરમાં પૂર્વ-પશ્ર્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરી હેઠળ કુલ મળીને ૮૮૬ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં સુચિત સોસાયટીમાં રહેતા આસામીઓ દ્વારા નકકી કરેલે માંડવાણ ફી ભર્યાી તેઓને દાવા પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ દાવા પ્રમાણપત્રના આધારે પ્રોપટી કાર્ડમાં પણ તેઓની નોંધ પાડવામાં આવશે જેના પરિણામે સુચિત સોસાયટીમાં રહેતા લોકોની મિલકતને કાયદેસરતા મળશે.

સુચિત નગરી તરીકે ઓળખતા રાજકોટ શહેરમાં હજારો સુચિત સોસાયટીના મિલકત ધારકોને રાહત મળે તે માટે રાજય સરકાર દ્વારા હા ધરવામાં આવેલી સુચિત રેગ્યુલાઈઝેશન કામગીરી અંતર્ગત પ્રામિક તબકકે રાજકોટ શહેરના પૂર્વ, પશ્ર્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ૪ હજારી વધુ લોકોએ પોતાની મિલકત રેગ્યુલાઈઝ કરાવવા માટે અરજી કરી હતી. જેમાં કાયદેસરની પ્રક્રિયા બાદ પ્રમ તબકકે કુલ મળી ૮૮૬ અરજદારોની જમીન રેગ્યુલાઈઝડ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

વધુમાં સુચિત મિલકતોને રેગ્યુલાઈઝડ કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી હેઠળ ૧૨૧ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જયારે પશ્ર્ચિમ મામલતદાર હેઠળ ૬૭ મિલકતોને દાવા પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જયારે સૌી વધુ રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીમાં ૬૯૮ મિલકતોના દાવા પ્રમાણપત્ર આપવા માટેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

કલેકટર તંત્ર દ્વારા હા ધરવામાં આવેલી સુચિત મિલકતોને રેગ્યુલાઈઝડ કરવાની કાર્યવાહી અંતર્ગત હાલના તબકકે ૮૮૬ અરજીને મંજૂર કરવામાં આવતા હવે આ મિલકત ધારકો દ્વારા જંત્રી મુજબની માંડવાળી ભરે ત્યારબાદ આવા મિલકત ધારકોને કલેકટર તંત્ર દ્વારા દાવા પ્રમાણપત્ર આપવામાં આવશે. સંભવત આગામી તા.૫મીના રોજ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે કેટલાક આસામીઓને દાવા પ્રમાણપત્ર આપવામાં આવે તેવી શકયતા પણ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસુલ તંત્ર દ્વારા માત્રને માત્ર સુચિત સોસાયટીમાં મિલકત ધરાવતા લોકોની જમીન રેગ્યુલાઈઝડ કરવામાં આવશે. જેનું બાંધકામ રેગ્યુલાઈઝડ કરવા માટે આવા આસામીઓને મહાપાલિકાના નિતી-નિયમોને અનુસરવું પડશે. જો કે દાવા પ્રમાણપત્રો મળ્યા બાદ સુચિત સોસાયટીમાં મિલકત ધરાવતા આસામીઓને જમીનનું ટાઈટલ મળી જશે. જેના પરી તેઓની મિલકતની નોંધ પ્રોપર્ટી કાર્ડમાં પાડવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.