Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સચિવાલયના નર્મદા હોલ ખાતે કલેકટર  અને ડીડીઓની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને મહત્વ આપવા સહિત કોરોના મહામારી સંદર્ભે વિવિધ બાબતોની ચર્ચા અને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના રહેલી છે ત્યારે તેને પગલે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેને લઈને પણ સરકાર તરફથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનો એક્શન પ્લાન તૈયાર કરાશે. ઉપરાંત વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવશે. તે અંગે ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. આ ઉપરાંત વિકાસના કામોને પણ આગામી 2022ની ચૂંટણીને લઈને જલદી પૂર્ણ કરવાની ચર્ચા પણ કરાઈ હતી.  આ બેઠકમાં હાજરી આપવા રાજ્યભરના કલેકટર અને ડીડીઓએ આજે ગાંધીનગર ખાતે ધામાં નાખ્યા છે.

Fb Img 1624867113414

રાજ્યમાં તાજેતરમાં જ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. મોટાભાગના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ બદલી ગયા છે. આ બદલીનો ઘાણવો ઉતર્યા બાદ તુરંત મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે નવા અધિકારીઓને તેડાવ્યા છે. જેને પગલે આજે સવારે રાજ્યના તમામ નવા જિલ્લા કલેક્ટરો અને ડીડીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યાં નવા કલેકટર અને ડીડીઓની સવારે 10 વાગ્યાના અરસામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સચિવોની પણ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. રેવન્યુ અને પંચાયત સહિતના મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.