Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી ટપુ વગર તારક મહેતા ક ઉલટા ચશ્માં સીરીયલ અધુરી લાગતી હતી ત્યારે ટપુસેનાના લીડર એવા ટપુની પસંદગી કરવામાં આવી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે જ્યારે શો છોડવાની વાત કરી ત્યારે દર્શકો ચોંકી ગયા હતા ત્યારબાદ નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં શોમાં એક નવું ટપ્પુ લાવશે. શોના નિર્માતાઓએ ‘ટપ્પુ’ના રોલ માટે નીતિશ ભલુનીને કાસ્ટ કર્યા છે.

नीतीश भलूनी

જેઠાલાલનો નટખટ દીકરો ટપ્પું એટલે કે નીતિશ ટૂંક સમયમાં જ’ ટપ્પુ’ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. નીતિશ ભાલુની આ પહેલા ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળી ચૂક્યા છે. હવે તે મસ્તીખોર ટપ્પુ’ના પાત્રમાં દર્શકોના હૃદયમાં રાજ કરશે.

नीतीश भलूनी

જયારે શોની શરુઆત થઈ હતી ત્યારે ભવ્ય ગાંધીએ ટપ્પુનું પાત્ર ભજવ્યું હતુ અને તે આજ તેની આગળની કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે ત્યારબાદ રાજ અનડગતે પણ ટપ્પુ’નું પાત્ર બખૂબીથી ભજવ્યું હતું અને તેઓ પણ આજે પોતાની કારકિર્દીને શ્રેષ્ઠ બનાવી ચુક્યા છે ત્યારે હવે નીતીશને દર્શકો કેવો પ્રતિસાદ આપશે તે જોવાનું રહ્યું !!

અગાઉ રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યો છે. રાજે ડિસેમ્બરમાં શોને અલવિદા કહ્યું. તેણે લખ્યું કે હેલો મિત્રો, દરેક સમાચાર પર બ્રેક લગાવવાનો સમય આવી ગયો છે. મારી સફર નીલા ફિલ્મ પ્રોડક્શન અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે પૂરી થાય છે. તે મારા માટે અદ્ભુત પ્રવાસ રહ્યો છે. મેં ઘણા મિત્રો બનાવ્યા અને તે મારી કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.