Abtak Media Google News

કોરોનાના કાળા કહેરથી બચવા જેટલું નિયમ પાલન જરૂરી છે એટલું જ રસીકરણ પણ જરૂરી છે. મહામારીના આ યુદ્ધમાં હવે રસીકરણ જ એક અસ્ત્ર સમાન હોય તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. વાયરસના સંક્રમણમાં આવતાથી બચવા વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે હવે ભારતમાં ચાલી રહેલું  વિશ્વનું સૌથી મોટું ઝરસીકરણ અભિયાન” પણ વધુ વેગવંતુ બનાવવામાં આવે તેવી નિષ્ણાતો  સલાહ આપી તમામ લોકોને અપીલ કરી રહ્યા છે. એક તરફ જરૂરીયાતમંદો માટે ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશન તેમજ બેડ અને તબીબી કર્મચારીઓ માટે પીપીઇ કીટની જરૂર છે એવામાં હવે આ વાયરસનું ઘમાસાણ અટકાવવા રસીકરણ ઝડપી બનાવવું અનિવાર્ય બન્યું છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ખામીઓ ઉપરાંત, આપણે જેનોમ સિક્વન્સીંગ (વાયરસના ડીએનએની ઓળખ) માટેના પરીક્ષણમાં રોકાણ કરી સંશોધનને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે. આપણે હવે આવી કોઈ પણ ભવિષ્યના પરિવર્તનો માટે તૈયાર રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) અને વિશ્વ બેંકના અર્થશાસ્ત્રીઓ દ્વારા તાજેતરમા પુરાવા પૂરા પાડવામાં આવ્યા છે કે કોરોના જેવા જીવલેણ વાયરસને નાથવા આવતાની સાથે જ નાથવા પૂર્વ આયોજન જરૂરી છે. માર્ચ 2022 સુધીમાં covid-19 રોગચાળોને સંપૂર્ણપણે કેવી રીતે સમાપ્ત કરવો તેનો અભ્યાસ કરી પ્રયાસ વધુ તીવ્ર બનાવવા જોઈએ. અને આ માટે આ માર્ચ 2022 સુધીમાં દરેક દેશમાં 60% વસ્તીને રસીનું કવચ અપાઈ જવું જોઈએ. ભારતમાં આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે બે મહત્વપૂર્ણ અવરોધો છે. પ્રથમ, પરિવર્તનની શક્યતા અને બીજું, યુ.એસ. જેવા દેશોએ રસી માટેના જરૂરી કાચા માલ પરના તમામ નિકાસ પ્રતિબંધોને દૂર કર્યા તે ભારતે કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.