Abtak Media Google News

કેનાલ રોડ-પેલેસ રોડ પર પાર્કિંગ વ્યવસ્થાના અભાવે હાલાકી: પાર્કિંગ આપવાની જગ્યાએ દંડ ઉઘરાવવામાં પાવરધુ તંત્ર

શહેરમાં મોઢુ ફાડતી પાર્કિગ સમસ્યા સ્માર્ટ સિટીના સપનાને ચકનાચુર કરી શકે તેવી દહેશત છે. વાહનોની સંખ્યા વધવાની સાથે પાર્કિગના સ્થળોમાં ઘટાડો થતો જોવા મળે છે. ગીચતા વધવાના કારણે વાહનો પાર્ક કરવા મુશ્કેલી છે. પેલેસ રોડ, કેનાલ રોડ જેવી બજારોમાં વ્યાપારીઓ અને ગ્રાહકોની હાલત ખુબ જ ખરાબ છે. લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં પાવરધુ તંત્ર પાર્કિગ વ્યવસ્થા આપવામાં નપાણીયુ નીકળયું છે.

Vlcsnap 2018 04 27 08H58M36S196હાલ, રાજકોટમાં સળગતો પ્રશ્ર્ન એટલે કે ટ્રાફીકની સમસ્યા ઉગ્ર બની છે. ત્યારે અબતકની ટીમે રાજકોટના પેલેસ રોડ પર સર્વે કર્યો હતો પેલેસ રોડ પર કોઇપણ જાતનું પાર્કિગ ન હોવાથી ટ્રાફીકની ઘણી સમસ્યા થાય છે અને લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે. ત્યારે ત્યાં વાહન ચાલક માલિની પારેખે જણાવ્યું હતું કે તેઓ પેલેસ રોડ પર ઘણાં વર્ષોથી ખરીદી કરવા આવે છે. અને તેઓએ સામેની શેરીમાં પોતાનું વાહન  પાર્ક કરવું પડે છે.

Vlcsnap 2018 04 27 08H43M34S198કારણ કે ત્યાં પાર્કિગની જગ્યા હોતી નથી. અને બધા અવ્યવસ્થિત વાહનો રાખે છે. તેઓ કહે છે કે પાર્કિગની વ્યવસ્થા નથી તેના જવાબદાર લોકો અને દુકાનદાર છે તેઓ કહે છે કે આજુબાજુના વિસ્તારમાં પાર્કિગ માટે પ્રોપર જગ્યા બનાવવી જોઇએ. ત્યારબાદ ચિરાગ જોષીએ જણાવ્યું કે જગ્યાના અભાવને કારણે તેઓએ આડેધડ પાર્કિગ કર્યુે છે. તેઓ રેગ્યુલર આ રોડ પર આવે છે. તેઓ કહે છે કે પોલીસની ગાડીના  કારણે મુશ્કેલીઓ પડે છે. અને અંદાજે બે થી ત્રણ ટ્રોલી ભરાઇ જતી હશે. પાર્કિગની વ્યવસ્થા પણ આપવી જોઇએ અને જયાં સુધી પાર્કિગની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આડેધડ વાહન રાખવા દેવા જોઇએ.

સુરેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ અવાર નવાર પેલેસ રોડ પર આવે છે. તેઓ કહે છે કે ટ્રોલીવાળા ગાડી લઇ જાય છે અને ૫૦૦, ૧૦૦૦ ના દંડ આવે છે અને દિવસે દિવસે વાહનો વધતા જાય છે. એટલે સમસ્યા તો વધવાની જ છે અને પાર્કિગની  સુવિધાએા કરવી જ જોઇએ. અને ખરીદી કરવા આવ્યા હોય તો ટ્રોલીવાળાની બીક લાગે છે અને ખાસ મંગળવારે ખુબ જ ટ્રાફીક હોય છે લોકો ચાલી પણ નથી શકતા. તેઓના મતે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે.

Vlcsnap 2018 04 27 08H57M14S141ગુંદાવાડી હોસ્પિટલ પાસે એક ઇકબાભાઇ એ કહ્યું કે અહિયા પાર્કિગની વ્યવસ્થા જરાય પણ નથી અને ખુબ જ તકલીફ પડે છે. તેમને અને પાકિંગની વ્યવસ્થા કરવી જોઇએ અને હોસ્પિટલમાં આવતા લોકોને ખુબ જ તકલીફ પડે છે અને અકસ્માત પણ થાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ભરતભાઇ દાવડાએ જણાવ્યું કે અહીં અમારે ત્યાં લોકો દુકાનની બહાર વાહન પાર્ક કરીને જતા રહે છે. અને અમે જો તેમને પાકિગ કરવા ન આપીએ તો ઝઘડો કરે છે. અને ગાડીઓ ઉપાડવા માટે પોલીસવાળા કોઇ જ આવતા નથી. અને અહીં કેનાલ રોડ બહુ જ નાનો છે તેથી કપાત કરવાની જરુર છે. અને વધુમાં જણાવ્યું કે અમારી દુકાનની સામેની સાઇડ પાકીંગ વ્યવસ્થા છે પરંતુ બોર્ડ લગાડવામાં આવ્યું નથી અને લોકો ત્યાં વાહન પાર્ક કરતા નથી. વધુમાં જો મારી દુકાન કપાતમાં આવતી હોય તો ભલે કપાઇ જાય જેથી રોડ મોટો થાય અને પબ્લિક હેરાન થાય છે તે ન થાય અને ટ્રાફીકની સમસ્યા હલ થાય.

Vlcsnap 2018 04 27 09H07M16S106અબતક સાથેની વાતચીત દરમિયાન રુપેશભાઇ પુજારાએ જણાવ્યુઁ હતું કે અહી કેનાલ રોડ ઉપર પાકિંગની વ્યવસ્થા ન હોવાથી અમારે અમારું વાહન ગમે તે જગ્યાએ મૂકીને જવું પડે છે. અને અહી વાહનોની વધુ અવર જવર થતી હોવાથી ટ્રાફીકની સમસ્યા વધે છે. અને તેમને જણાવ્યું કે જો અહીં વન-વે કરવામાં આવે તો ટ્રાફીકનો પ્રશ્ર્ન હલ થાય.

અબતક સાથેની વાતચીત દરમિયાન ભરતભાઇએ જણાવ્યું કે અહિં લોકો અમારી દુકાનની સામે વાહનો પાર્ક કરીને ચાલ્યા જાય છે. અને જો તેમને ના પાડવામાં આવે તો ઝઘડો કરે છે. અને જબરદસ્તીથી વાહનો પાર્ક કરે છે અને તેના લીધે અમારે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. અમારો માલ લેવો હોય કોઇ ગ્રાહકને દુકાનમાં આવવું હોય તો મુશ્કેલી પડે છે. અને વધુમાં જણાવ્યું કે અમે ટ્રાફીક પોલીસ પાસે જઇએ ત્યારે કોઇ જવાબ આપવામાં આવતો નથી. અને અહી ટોવાળા પણ આવતા નથી. અને ટ્રાફીકની સમસ્યા વધતી જ જાય છે.

Vlcsnap 2018 04 27 09H11M31S54અબતક સાથેની વાતચીત દરમિયાન ઉદરીતભાઇ કાપડીયા એ જણાવ્યું છે કે પાર્કિગની સમસ્યા બધાને છે. જો પબ્લિક જાગૃત થાશે તો જ આપણે આ સમસ્યાનો હલ કરી શકીશું. અહી અમારી દુકાન સામે લોકો પાર્કિગ કરીને જતા રહે છે અમે ના પાડીએ તો કહ્યું કે થોડીકવારમાં

જતા રહીશું. અને રોજબરોજ ઝઘડા કરવા પોષાય નહી તેથી અમે એવું ઇચ્છી છીએ કે અહી પાર્કિગની વ્યવસ્થા આપવામાં આવે તો વધુ સારું

અબતક સાથેની વાતચીત દરમિયાન બિરજુ રાજાએ જણાવ્યું કે અમારી દુકાન સામે લોકો પાકિંગ કરીને જતા રહે છે અને તેથી અમને થોડા અંશે મુશ્કેલી પડે  છે. અહિ ટોવાળા આવતા જ નથી. અને અમે અમારા ગ્રાહકો આવો તો બાજુની બંધ દુકાન સામે અથવા શેરીમાં પાર્ક કરાવી છીએ. વધુમાં જણાવ્યું કે કેવડાવાળી અને ગુંદાવાળી બન્ને વધુ ભકચકક એરીયા છે. તેમાં લોકો જે નીચે પાથરીને વસ્તુ વેચવા બેસે છે તેના લીધે વધુ ટ્રાફીક થાય છે.

મહાલક્ષ્મી સ્ટેશનરીના માલીક ચિરાગ શાહ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાકિંગમાં જગ્યા જ નથી હોતી. તેમની સ્ટેશનરી સામે લોકો પોતાનું વાહન છોડી જતા રહે છે તો લોકો આ પ્રકારનું કાર્ય કરે છે પરંતુ જો લોકો માટે પુરતી પાર્કિગ સુવિધા હોય તો લોકો આવું ન જ કરે ગ્રાહકોને સ્ટેશનરી આવવામાં ખુબ જ પ્રશ્ર્નો ઉદભવે છે. તેનાથી તેમનો વેપાર પણ ખુબ જ ઓછો થાય છે.

Vlcsnap 2018 04 27 08H57M55S7કૈલાસ પાનના માલીક ધર્મેન્દ્ર રાઠોડ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકો તેમની શોપ સામે વાહન પાર્ક કરી જતા રહે છે. તેઓ ના પાડે તો પણ તેમનું સાંભળતા નથી. અને સામે ન બોલવાના શબ્દો પણ બોલે છે.

તેઓએ કહ્યું કે પાર્કિગને લઇને વ્યવસ્થાઓ હોવી જ જોઇએ કે જેથી તેઓના ગ્રાહક ને ચાલવા માટેની જગ્યા રહે.

પરેશભાઇ મહેતાએ જણાવ્યું કે પાર્કિંગને લઇને ખુબ જ પ્રશ્ર્નો ઉદભવે છે. ખાસ તો લેડીઝ ગુંદાવાડીમાં ખરીદી કરવા માટે જાય છે. ત્યારે વાહનો તેમની શોપ પાસે પાર્ક કરી જતા રહે છે. ઉપરાંત ટ્રાફીક પોલીસનો પણ દોષ છે. તેવું જણાવ્યું.

હિરેનભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્કિગની કોઇ જ પ્રકારની વ્યવસ્થા નથી. ઉપરાંત લોકો પણ તેઓ સાથે પાર્કિગને લઇને ઝઘડા કરે છે અને તેમને કચરાને લઇને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે પણ જણાવ્યું હતું.કે તંત્રને સજાગ થવું જોઇએ.તેમ કહ્યું

Vlcsnap 2018 04 27 09H53M00S151અશ્ર્વિનભાઇએ જણાવ્યું કે પાર્કિગની સાથો સાથ કચરાની પણ સમસ્યા છે તેમની શોપમાં દિવસમાં ઘણી વાર તેઓને સફાઇ કરવી પડે છે. સમસ્યાનું સમાધાન જલદી થાય તો ખુબ જ જરુરી છે. આ પ્રશ્ર્ન સળગતો છે તેને લઇ પગલા લેવા જોઇએ.

Vlcsnap 2018 04 27 09H26M45S147ધીરુભાઇ સોની કે જેઓએ પાર્કિગની સમસ્યાનો સામનો કરેલ છે તેઓએ જણાવ્યું કે સરકારે પાકિંગને લઇને યોગ્ય પગલા લેવા જોઇએ. અને પાકિગ પોઇન્ટ વિકસાવવા જોઇએ. જયારે બજારમાં ખરીદી માટે જવાનું થાય તો મોટો પ્રશ્ર્ન વાહન પાર્ક કરવાનો હોય છે તો સરકારે તેને લઇ પગલા લેવા જ જોઇએ એવી અમારી અપીલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.