Abtak Media Google News

રોડ-રસ્તા ઉભરાતી ગટરો, ઢોર, કૂતરાનો ત્રાસ ઠેર ઠેર ગંદકી સહિતના પ્રશ્ર્નો અંગે જનતા ત્રસ્ત ભાજપ નર્મદા રથમાં મસ્ત: સાગઠીયા

રાજકોટ મહાનગરપાલીકા વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર જયંતીભાઈ બુટાણીની સંયુકત યાદી મુજબ ર્માં નર્મદા મહોત્સવ તા.૬-૯ થી તા.૧૫ ના નર્મદા રથના નામે ભાજપના સસ્તી પ્રસિધ્ધિ ભુખ્યા નેતાઓ નર્મદાના નામે રાજકીય રોટલા રોકવાના પ્રયાસનો ગામે ગામથી ઠેર ઠેર વિરોધ થઈ રંહ્યો છે. ભાજપના ધારાસભ્યોને ભાગવું ભારે થઈ પડે છે. ગુજરાત ભરમાં જે નર્મદાની યોજના છે તેમાં ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓનો સિંહ ફશળો રહ્યા છે તેમ છતા ફકત પીએમ અને સીએમનાં પોસ્ટર છપાવી નર્મદા રથની પત્રિકા કે રથમાં ખુદ સરદારને નજર અંદાજ કરાયા છે.જેથી પાટીદાર અને સમગ્ર ગુજરાતની જનતામાં ભારે આક્રોશ સાથે રોષ ભભૂકયો છે.સમગ્ર ગુજરાતની પ્રજા કારમી મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યારે મોંઘવારીના અજગર ભરડામાંથી પ્રજાને છોડાવવાને બદલે બંને સરકારો રાજય કેન્દ્ર તાયફામાં વ્યસ્ત છે. ગુજરાતભરમાં નર્મદા રથનું સૂરસૂરીયું થઈ ગયું છે. ગામમાં જવાને બદલે રસ્તા પર રોડે રોડ નિકળવું પડે છે. વોર્ડમાં ‚ટમાં ફેરફાર કરવા પડે છે. પત્રિકાઓ કચરાપેટીમાં પધરાવી દે છે.અંતમાં વધુમાં ઉપરોકત આગેવાનોએ જણાવ્યું હતુ કે ૧૯૪૭થી દેશ આઝાદ થયો ત્યારથી આ દેશમાં કોંગ્રેસનું શાસન હતુ ગુજરાત નહિ સમગ્ર ભારતમાં તમામ ડેમોએ કોંગ્રેસની દેન છે હાલની ભાજપ સરકારે એક પણ ડેમ બનાવેલ હોય તેવું છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં સતાસ્થાને હોવા છતાં બનાવી શકયાનથી ફકત વધારાના દરવાજાની મંજૂરી મેળવી તેમા તો દરરોજ લાખોનાં ખર્ચે નવી નવી જાહેરાતો અને પોતાના ફોટાઓ પ્રસિધ્ધિ કરવામાં માહિર નેતાઓને અમારી માંગ છે તે છેલ્લા ૨૨ વર્ષોમાં પેટા કેનાલો બનાવવાનું કામ જેમાં કોઈની મંજૂરી લેવામાં આવતી ન હોય તે કેનાલોનાં કામો હજૂ અધ્ધરતાલ રહ્યા છે. જે સરકાર માટે શર્મજનક બાબત છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.