Abtak Media Google News

આવકવેરા વિભાગો કરેલા દરોડામાં ડીએમકેનાં ઉમેદવારના પિતા પાસેથી કરોડો રૂ.ની રોકડ ઝડપાતા ચૂંટણી પંચની ભલામણ બાદ રાષ્ટ્રપતિનો નિર્ણય

ભારતના લોકતાંત્રીક ઈતિહાસમાં અભૂતપૂર્વ ગણી શકાય તેવી ઘટનામાં ચૂંટણી પંચની ફરિયાદને પગલે ગઈકાલે રાષ્ટ્રપતિએ તામિલનાડુના વેલૂર લોકસભાની ચૂંટણી રદ કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગના દરોડાઓમાં૧૧.૪૮ કરોડની રોકડ ઝડપી લીધા બાદ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને વેલુર બેઠકનું મતદાન રદ કરવા ભલામણ કરી હતી. જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લેતા સમગ્ર દેશના રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિશ્ર્વની સથિ મોટુ લોકશાહી દેશનું હોવાનું ધરાવતા ભારતમાં નિષપક્ષ, પારદર્શક અને આદર્શ આચાર સંહિતાના માહોલ વચ્ચે ચૂંટણી યોજાય તે માટે સજાગ રહેતા ચૂંટણી પંચે તામિલનાડુ વેલુરમાં નિયમભંગ અને બિનકાયદેસર પ્રવૃત્તિ અંગે ડીએમકેના ઉમેદવાર કથિર આનંદ અને કેટલાક કાર્યકરો દ્વારામ તદારોને મોટી સંખ્યામં નાણાં આપવાની પેરવીમાં હોવાની ફરિયાદના પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વેલુર લોકસભાની ચૂંટણી રદ કરી નાખવા ભલામણ કરી હતી.

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણ કરી હતી કે વેલુ‚ મતક્ષેત્રમાં ૧૮મી એપ્રીલના રોજ યોજાનારી મતદાન માટે યોગ્ય વાતાવરણ નથી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તેવી સ્થિતિ ન હોવાની રજૂઆતને લઈ રાષ્ટ્રપતિએ તાત્કાલીક જાહેરનામુ બહાર પાડીને વેલુરની ચૂંટણી રદ કરવાના આદેશો બહાર પાડયા હતા. મતદારોને લાંચ અને ગેરરીતિ આચરી નાણાંના બળે મત મેળવવાની પ્રવૃત્તિની આશંકા અને ડીએમકેનાં પુંજોબાશ્રી નિવાસનના માળા દામોદરન ઘરમાં કરવામા આવેલી રેડને અને રૂપીયા ૧૧.૪૮ કરોડની રોકડ મળી આવ્યાના બનાવમાં આવકવેરા વિભાગે કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવાનાં બનાવમાં આ નાણા ડીએમકેનાં તરફ ઉમેદવારોના મતદાન કરવા માટે મતદારોને આપવાની શકયતાનાં પગલે આ નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.