Abtak Media Google News

નવા કપાસની આવક શરૂ થતા મુહુર્તના સોદામાં વિક્રમજનક ભાવ ઉપજયા

સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટીંગ યાડમાં નવી જણસીની  આવક શરૂ થઈ જવા પામી છે. સારા વરસાદના આશાવાદ સાથે ખેડુતોએ આગોતરી વાવણી કરી નાખી હતી તે પાક તૈયાર થઈ ગયો છે.

Advertisement

કાલાવાડ માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી અને  નવા કપાસની આવક શરૂ થવા પામી છે. મુહુર્તના સોદામાં  એક મણ કપાસનાં  રેકોર્ડ બ્રેક રૂ. 3351 ઉપજયા હતા. બીજી તરફ મગફળીના પણ 20 કિલોના ભાવ રૂ. 1801 બોલાયા હતા. યાર્ડના હોદેદારોએ એકા બીજાના મોઢા મીઠા કરાવી મગફળી અને કપાસની નવી આવકના વધામણા કર્યા હતા.

કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી મગફળી તથા નવા કપાસ ની આવક થઈ હતી. નવી મગફળી તથા નવા કપાસની આવકને યાર્ડ ના નવ નિયુક્ત ચેરમેન મૌલિકભાઈ નથવાણી દ્વારા ફૂલહાર તથા શ્રીફળ વધેરી ને આવકારવા માં આવી હતી. નવી મગફળીના એક મણ ના રૂ. 1801/- માં શિવ ટ્રેડિંગ એ ખરીદેલ તથા કપાસ એક મણ ના અધધધધ રૂ. 3351/- માં શ્રી સીતારામ કોટન એન્ડ જિનિંગ એ ખરીદીને નવી આવક ને આવકારી હતી.આ તકે યાર્ડ ના ચેરમેન મૌલિક ભાઈ નથવાણી તથા યાર્ડ ના ડિરેકટ રો અને વેપારી મિત્રો સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.