Abtak Media Google News

દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી કે ભાવનગરના છુટા છવાયા વિસ્તારોમાં મધ્યમ  વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફરી વરસાદ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈને બેઠા છે.ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી જાહેર કરી છે. જે પ્રમાણે, ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં છૂટોઠવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર અત્યારે કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી 2 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોએ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે.

આ સાથે તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ પવનની અસર જોવા મળી રહી છે, જોકે આ ભેજવાળા પવન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાંથી નથી આવી રહ્યા. તેમણે કહ્યું કે, આજથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં  વરસાદ થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આગામી ત્રણ કે ચાર દિવસો સુધી ગુજરાતમાં માત્ર હળવો કે મધ્ય વરસાદ અને એ પણ માત્ર કેટલાક વિસ્તારોમાં જ થાય તેવી શક્યતા છે.દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી કે ભાવનગરના કોઈ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.આ ઉપરાંત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં કોઈ જગ્યાએ છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.

ગુજરાત માટે આ વર્ષે જુલાઈ મહિનો ખૂબ સારો રહ્યો હતો તેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. પરંતુ ઑગસ્ટ મહિનાએ વરસાદને લઈને નિરાશ કર્યા છે. ઑગસ્ટમાં વરસાદ ખેંચાતા રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જુલાઈ મહિનામાં જે જિલ્લાઓમાં વરસાદ સરપ્લસ હતો ત્યાં પણ વરસાદની ઘટ દેખાઈ રહી છે.

ઓગસ્ટમાં 100 વર્ષમાં સૌથી ઓછા વરસાદની શક્યતા

ચોમાસાની સારી શરૂઆત પછી ચાલુ મહિને બહુ ઓછો વરસાદ પડ્યો છે. આ વખતે 100 વર્ષમાં ઓગસ્ટ મહિનો શુકો રહેવાની સંભાવના છે. 1901થી અત્યાર સુધીમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ રહેવાની શક્યતા છે.જેની અસર ઉનાળુ પાક પર પડી શકે તેમ છે. ઓછા વરસાદને કારણે ચોખાથી લઇ સોયાબીનના પાકને અસર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય અર્થતંત્ર માટે ચોમાસુ બહુ મહત્વનું છે. દેશની લગભગ 70 ટકા ખેતી ચોમાસા પર આધારિત છે. દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચાલૂ મહિને વરસાદની નોંધપાત્ર ઘટ રહેશે હવામાન વિભાગે ઓગસ્ટમાં 8 ટકા સુધી વરસાદની ઘટ રહેશે. અલનીનોની અસર ભારતમાં ચોમાસા પર વર્તાઈ રહી છે. આ વર્ષે ચોમાસુ અનિયમિત રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.