Abtak Media Google News

http://samras.gujarat.gov.in/ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ 7 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્યની તમામ સમરસ હોસ્ટેલમાં એડમિશન આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ત્યારે રાજકોટની એકમાત્ર સમરસ હોસ્ટેલમાં એડમીશન આપવાની કામગીરી આરંભાઈ નહોતી જો કે હવે આ માટેની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. અહીં એક હજાર ભાઈઓ અને એક હજાર બહેનોને સમાવી શકાય તેવી 10 માળની સમરસ બોયઝ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ ઉભી કરવામાં આવી છે. જેમાં બોયઝ હોસ્ટેલમાં કોરોનાની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી તે કોવિડની કામગીરીમાંથી ગત તા.7 ઓકટોબરના રોજ મુક્ત કરી દેવામાં આવી છે. જો કે ત્યારબાદ હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે.

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુ.જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને ક્ધયા છાત્રાલય રાજકોટમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પાસેથી http://samras.gujarat.gov.in/પર તા.7-11-2021 સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

વર્ષ 2016માં રાજ્યના 9 જલ્લામાં 20 સમરસ હોસ્ટેલો ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં કુલ મળી 13000થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ હોસ્ટેલમાં એસટી, એસસી, ઓબીસી અને ઈબીસીના વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

સ્નાતક અને અનુસ્નાતક નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા માટે વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને રાજકોટ સમરસ હોસ્ટેલની પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ માટે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ 7-11-21 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.