Abtak Media Google News

મેઘાણીના પ્રાચીન લોકગીતો અને રાસ ગરબા પર બાળાઓ ગરબે રમી: હજારો મેઘાણી ચાહકોએ કાર્યક્રમને ઈન્ટરનેટ પર જીવંત માણ્યો શહેર પોલીસ કમિશનર અનુપમ ગહેલૌતની પ્રેરક ઉપસ્થિતિ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના લોકગીતો-રાસ-ગરબાનાં નસ્વરાંજલિ કાર્યક્ર્મ નરઢિયાળી રાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે મેઘાણીના પૌત્ર પ્નિાકી મેઘાણી, માતા કુસુમબેન મેઘાણી તથા શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, દેવેન્દ્રભાઈ દેસાઈ અને હિંમતભાઈ ગોડા, ધીરૂભાઈ ડોબરીયા, દિનેશભાઈ પારેખ, નિવૃત્ત ડીવાયએસપી જે. એચ. જલુ,  નિવૃત્ત ઉપસચિવ અજિતભાઈ નંદાણી,  ગુણવંતભાઈ ડેલાવાળા, મુનાફભાઈ નાગાણી, ડો. અંબાદાન રોહડીયા, રામભાઈ જામંગ, ડો. મનોજભાઈ જોષી, વી. ઓ. કાચા, એ. વી. જસાણી હાઈસ્કૂલના વઘાસીયા, પૂર્વીબેન ગાંધી, ડો. સોનલબેન ફળદુ, સ્વાતીબેન જોષી, અસ્મિતાબેન દવે, કિશોરભાઈ દવે, કિરીટસિંહ રહેવર, રાજેશભાઈ ભાતેલિયા, ભરતભાઈ કોટક, વાલજીભાઈ પિત્રોડા, શાંતિભાઈ ચાનપુરા, રાજદેવભાઈ બારોટ સહિતના ઉપસ્તિ રહ્યાં હતાં. શાળા-કોલેજમાંી આવેલાં ૧ હજાર જેટલાં વિર્દ્યાીઓએ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો. પારંપરિક પોષાકમાં સજ્જ વિર્દ્યાીનીઓ ગરબે રમી હતી.  લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયાએ, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી.  વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), ચંદુ પરમાર (મંજીરા)એ બખુબી સા આપ્યો. રાજકોટ શહેર ટ્રાફીક પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા નટુભાઈ ભરાડે ઝવેરચંદ મેઘાણી સ્વરચિત કાવ્ય નદૂધવાળોનું પઠન કરીને પોલીસ-પરિવાર વતી અનોખી અંજલિ આપી હતી. વિશ્વભરમાં વસતાં ૫૮ હજારી વધુ ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ જીવંત માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.