Abtak Media Google News
  • ભાજપે ટિકીટ ન આપતા વિધાનસભાની ગત ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું

લોકસભાનું ચુંટણી પહેલા ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલો ભરતી મેળો લંબાવવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે પોતાના સમર્થકો સાથે ઘર વાપસી કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લ્યે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

Advertisement

હર્ષદભાઇ વસાવા વર્ષ 2002 અને વર્ષ 2027 માં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના પ્રતિક પરથી લડી રાજપીપળીયાના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. તેઓ રાજય સરકારના સંસદીય સચિવ પદે પણ રહી ચૂકયા છે. દરમિયાન વિધાનસભાની ગત ચુંટણીમાં પ્રબળ દાવેદાર હોવા છતાં ભાજપ દ્વારા ટિકીટ ન આપતા હર્ષદ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી નાંદોહ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવ્યું હતું જો કે તેઓનો પરાજય થયો હતો.

આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજનારા એક સમારોહમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓની સાથે નર્મદા જિલ્લાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અલગ અલય પાર્ટીના આગેવાનો ભાજપમાં સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.