સિનિયરોનો ‘આરામ’ નવોદિતો માટે સોનાનો સૂરજ ઉગાડસે

શુભમન ગિલને ટેસ્ટ સીરીઝમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરાવવાનો ટિમ મેનેજમેન્ટ નો નિર્ણય

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝ ભારતે જીતી લીધી છે ત્યારે તારીખ ૨૫થી ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ શરૂ થઇ રહ્યો છે જેમાં સુકાની રોહિત શર્માની સાથે વિરાટ કોહલીને પણ ટીમ દ્વારા આરામ આપવામાં આવ્યો છે જેને ધ્યાને લઇ ટીમનું સુકાની પદ અજિંક્ય રહાણે દ્વારા સંભાળવામાં આવશે.

હાલ ભારત માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતીય ટીમનું મિડલ ઓર્ડર જે રીતે પ્રદર્શન કરવું જોઈએ તે કરી શકવામાં નિષ્ફળ નિવડયું છે પરિણામે મિડલ ઓર્ડર ને વધુ મજબૂત બનાવવા માટે ટીમ મેનેજમેન્ટ સતત પ્રયત્ન હાથ ધરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમાશે જેમાં ચાર ખેલાડી વિરાટ કોહલી અથવા તો વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા નહીં હોય પરિણામે નવોદિતો માટે સોનાનો સૂરજ ઉગશે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે.

મહત્તમ અંશે અપના શુભમન ગિલ ઓપનિંગ કરતા નજરે પડતો હોય છે ત્યારે ટેસ્ટ મેચમાં ટીમ મેનેજમેન્ટ તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરાવવા માટેનો નિર્ણય લઇ રહ્યું છે જેને પણ સ્વીકાર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ બાદ ટીમ સાઉથ આફ્રિકા સામે પણ ટેસ્ટ મેચ રમશે જેમાં વિરાટ અને રોહિત પણ એકસાથે ટીમમાં જોવા મળશે તે સમયે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં જે નવોદિત ખેલાડીઓ દ્વારા સારૂ પ્રદર્શન કરવામાં આવ્યું હશે તેમને સોનેરી તક મળી રહેશે અને તેઓ પોતાનું સ્થાન ટેસ્ટ મેચમાં સુચારુ રૂપથી સુનિશ્ચિત કરી શકશે.

અલા સમયમાં ભારતીય ટીમ ના નવોદય ખેલાડીઓને વિવિધ તક આપવામાં આવી રહી છે જેનો તેઓ ભરપૂર ફાયદો ઉઠાવી પોતાનું સ્થાન અને સુરક્ષિત કરવા માટે હર હમેશ પ્રયત્ન કરતા હોય છે ટી20 મેચમાં પણ અનેકવિધ ભારતના યુવા ખેલાડીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટીમને વિજય અપાવવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો. ત્યારે તેજ સ્થિતિ આવનારા સમયમાં એટલે કે ટેસ્ટ સીરીઝમાં જોવા મળે તો નવાઈ નહીં.