Abtak Media Google News

શિક્ષણ બોર્ડે આજે સાયન્સનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારે ઉધડો લેતા નિર્ણય પરત કર્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના રોજ સાયન્સ ચોા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. પરંતુ બોર્ડના આ નિર્ણય સામે સરકારે ઉધડો લેતા બોર્ડે તાત્કાલીક નિર્ણય પરત ખેંચી લીધો હતો અને પરિણામની તારીખ હવે પછી જાહેર કરાશે તેવી સુચના લખી હતી. દરવર્ષે બોર્ડ દ્વારા સાયન્સ અને ગુજકેટનું પરિણામ સો જાહેર કરાય છે. આ વર્ષે હજુ ગુજકેટની પરીક્ષા લેવાની બાકી છે ત્યારે પરિણામ જાહેર કરવાની જાહેરાતી વિવાદ સર્જાયો હતો. ઉપરાંત દરવર્ષે સાયન્સનું પરિણામ શિક્ષણમંત્રી જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતે બોર્ડે સીધા જ પરિણામની તારીખ મુકી દેતા નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫ માર્ચી સાયન્સ ચોા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ યા બાદ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી હા ધરાઈ હતી. આ કામગીરી પૂર્ણ યા બાદ બોર્ડ દ્વારા સાયન્સ ચોા સેમેસ્ટરના મહત્વના ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી અને ત્યાર બાદ ફાઈનલ આન્સર કી જાહેર કરી તેના આધારે પરિણામ તૈયાર કરવાનું જણાવાયું હતું.

દરમિયાન શુક્રવારે સાંજે બોર્ડની વેબસાઈટ પર સાયન્સ ચોા સેમેસ્ટરનું પરિણામ ૬ મેના રોજ સાંજે ૫ વાગ્યે જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા વિર્દ્યાીઓએ પરિણામને લગતી માહિતી માટે બોર્ડમાં પૃચ્છા કરવાનું શરૂ કર્યુ હતું. બોર્ડના સચિવે પણ તે સમયે પરિણામ શનિવારે જાહેર કરાશે તેમ જણાવ્યું હતું. પરંતુ ોડી જ વારમાં બોર્ડની વેબસાઈટ પરી પરિણામની તારીખ હટાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડે સાયન્સના પરિણામની તારીખ હવે પછી જાહેર કરાશે તેવો મેસેજ મુકી દીધો હતો.

તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, બોર્ડ દ્વારા ઉતાવળે નિર્ણય લઈને પરિણામની તારીખ મુકી દીધી હતી. પરંતુ દરવર્ષે બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા બાદ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવે છે અને આ વખતે પહેલા પરિણામની જાહેરાતી સરકારે પણ બોર્ડના અધિકારીઓને ખખડાવ્યા હતા. ઉપરાંત દરવર્ષે સાયન્સનું રિઝલ્ટ રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ તેમને જાણ કર્યા વગર જ જાહેરાત કરતાં વિવાદ યો છે.આમ, સરકારમાંી બોર્ડના અધિકારીઓને પરિણામની તારીખના મુદ્દે ખખડાવ્યા હોઈ બોર્ડ દ્વારા તાત્કાલીક પોતાનો નિર્ણય પરત લઈનેવેબસાઈટ પરી સુચના હટાવી દીધી હતી. આ ઘટના અંગે બોર્ડના ચેરમેન, સાયન્સના પરિક્ષા સચિવ સહિતના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તમામ અધિકારીઓએ કાચુ કપાયું હોઈ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.