Abtak Media Google News

રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ કર્યું ઘોષવાદન

રાષ્ટ્ર સેવિકા સમિતિ, રાજકોટ શાખાની સ્વયંસેવિકા બહેનો દ્વારા રાજકોટ મેરેથોન દોડ-૨૦૨૦ના રોજ રોટરી કલબ રાજકોટ મીટડાઉન અને અરવિંદભાઈ મણિઆર ટ્રસ્ટ સંચાલિત રોટરી ડોલ્સ મ્યુઝીયમની બાજુમાં યાજ્ઞિક રોડ પર મેરેથોન દોડવીરોને પ્રોત્સાહિત કરવા ઘોષવાદનનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રમુખ કાંતાબેન કથીરિયા તથા ભારતીબેન રાઠોડ, કિર્તીદાબેન જાદવ, ડોલીબેન લાઠીયા, નેહાબેન કનૈયા, વિશ્ર્વાબેન, ચાર્મીબેન તથા રોટરીના મીનાક્ષીબેન અગ્રવાલ તથા કુસુમબેન સાથે ઉપસ્થિત ૨૦થી વધુ સ્વયંસેવિકાઓ દ્વારા શિસ્તબઘ્ધ રીતે બંસરી, આનક, ત્રિભુજ, જાલરી જેવા ઘોષ વાદ્યોથી દોડવીરોનું અભિવાદન કરી વાતાવરણને પ્રફુલ્લીત કરી દીધું હતું. દોડવીરો તથા જનસમુદાયે બહેનોની વિશિષ્ટ અભિવાદન શૈલીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.