Abtak Media Google News

મહત્તમ મતદાન થાય એ માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના અવિરત પ્રયાસો

રાજકોટના ભગવતીપરમાં રહેતા 92 વર્ષના રહેવાસી રહેમતબેન હિંગરોજા કહે છે કે, “મારા ધડપણના કારણે હું બહુ ચાલી શકતી નથી. એવા સંજોગોમાં મારે મત આપવા મતદાન કેન્દ્ર ઉપર જવું અશકય જેવું હતું. પરંતુ હવે ચૂંટણી તંત્રએ મને ઘરે બેઠા મત આપવાની સગવડ આપી છે, તે અમારા જેવા લોકો માટે ગૌરવની વાત છે. લોકશાહી મજબુત બનાવવામાં અમારા જેવા વરિષ્ઠ નાગરિકોના કિંમતી મત ખૂબ ઉપયોગી રહેશે. મતદાનની પવિત્ર ફરજમાં અમારી ઉમરનું વિઘ્ન આડે આવશે નહીં”

Advertisement

01

ભગવતીપરામાં જ રહેતા 87 વર્ષના વ્રજલાલ જોગી વૃધ્ધાવસ્થાના કારણે હલનચલન કરી શકતા નથી. ધરે બેઠા મતદાનની વાતથી તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેઓએ કહયુ હતું કે “આ પ્રકારે ધરે બેઠા મતદાન કરવાની સુવિધાથી મતદાનની સંખ્યામાં વધારો થશે. મારો અમૂલ્ય મત હું આપી શકવાનો તો મને આનંદ છે જ સાથો સાથ લોકશાહીના આ અમૂલ્ય મહાપર્વનો હિસ્સો બનવાને હું મારો સદભાગ્ય સમજીશ.”

વિધાનસભા મત વિસ્તાર – 68 ઇસ્ટના રિટર્નિંગ ઓફિસર  સુરજ સુથારના માર્ગદર્શન હેઠળ રાજકોટના ભગવતીપરા વિસ્તારના 92 વર્ષના રહેવાસી રહેમતબેન હિંગરોજા, ભગવતીપરામાં જ રહેતા 87 વર્ષના વ્રજલાલ જોગી સહિતના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોના ઘરે બુથ લેવલ ઓફિસર આશિષ રાજયગુરૂ ગયા હતા ત્યા પોસ્ટલ બેલેટ માટેનું ફોર્મ ભરાવ્યું હતું. તેઓએ બુથમાં આવેલા સુપર સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે -ઘરે જઇને અમે સમજાવ્યુ છે કે હવે મતદાન આપ ધરે બેસીને પણ કરી શકશો. જેમાં આ બંને વરિષ્ઠ નાગરિકો પણ સામેલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.