Abtak Media Google News

ઉતર પ્રદેશના ગૌવ્રતી, જીવદયા પ્રેમી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉતરપ્રદેશમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા તેમજ પોતાને ત્યાં પણ ગૌમાતા, ગૌવંશની પધરામણી કરાવનાર ગૌભકત યોગીજીએ ઉતરપ્રદેશમાં ગૌવંશને ક્ષતિ પહોંચાડનાર અપરાધી ઉપર ૩થી લઈને ૧૦ વર્ષ સુધીની કડક કેદની જોગવાઈ કરી છે તેમજ આવા આરોપીને ૩ થી લઈને ૫ લાખ રૂપિયા સુધી નો દંડ પણ ભરવો પડશે. ઉપરાંતમાં અપરાધી પાસેથી જઘવાયેલા ગૌવંશના ભરણ પોષણના ખર્ચની વસુલી કરવામાં આવશે અને બીજી વાર જો આ પ્રકારનો ગુન્હો કરે તો બમણા દંડની જોગવાઈ અને જાહેર સ્થળો એ દોષી વ્યકિતના ફોટા લગાડવાની જોગવાઈ પણ કરી છે. ઉતરપ્રદેશની ગૌપ્રેમી જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તેમજ ગૌમાતા, ગૌવંશની રક્ષા અને ગૌ તસ્કરી તેમજ આ પ્રકારના અપરાધો સંપૂર્ણપણે અટકાવવાની ભાવનાથી આ કાયદો ઘડાયો છે. ઉતરપ્રદેશ એક કૃષિપ્રધાન રાજય છે તેમજ રાજયની આર્થિક અને સામાજીક સુખાકારીનો મેરૂદંડગૌમાતાછે

Advertisement

દરેક અબોલ જીવની રક્ષા કરવી માનવીની ફરજ: મિતલભાઇ ખેતાણી

Vlcsnap 2020 06 10 13H46M17S64

અબતક સાથેની વાતચિત દરમિયાન કરૂણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિતલભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારનો જે ગૌસરક્ષણનો કાયદાને ઠરાવ પસાર કરાવવામાં આવ્યો છે તે ખુબ જ પ્રસશનિય છે જો વાત કરું તો કોઇ વ્યકિત હવે ગૌવંશને ઇજા પહોચાડશે તો તેને કડક સજા અને ગુનાપાત્ર રકમનો દંડ કરવામાં આવશે અને જો ફરીવાર તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવશે. તો બે ગણી સજા અને દંડ ફટકારવામાં આવશે તેમજ જાહેર સ્થળો પર તે વ્યકિતનું પોષ્ટર લગાવવામાં આવશે સાથે તે વ્યકિતએ ગૌ માતાની ભરણ પોષણની જવાબદારી ઉઠાવવાની રહેશે. ગૌવંશ તેમજ પશુધન દરેક અબોલા જીવની રક્ષા કરવી તે માનવીની નૈતિક ફરજ છે આપણે આપણી જાતે જ આ બિડુ ઉઠાવી આપણે જેમને માતાનો દરજજો આવ્યો છે. તેની રક્ષા કરવી આપણી સૌની ફરજ છે.

કાયદાઓ તો ઘણા છે પણ અમલવારી થતી નથી: રમેશભાઇ ઠકકર

Vlcsnap 2020 06 10 13H47M09S78

અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રીજી ગૌશાળાના સંચાલક રમેશભાઇ ઠકકરએ જણાવ્યું હતું કે દેશમાં કાયદાઓ તો અમલમાં આવે છે પરંતુ પાછળથી તેની અમલવારી કરાવવામાં આવતી નથી ગૌવંશ માટેનો જે કાયદો ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો તે પ્રસંશનિય અને મહત્વપૂર્ણ છે અને ભારતના દરેક રાજયમાં ગૌવંશ અને પશુધનને લઇ આવા કાયદાઓ થવા જરુરી છે. તેમજ માનવીની નૈતિક ફરજ હોવી જોઇએ ગૌરક્ષા કરવી અને પશુધનની સારસંભાળ રાખવી.

રાજયમાં આવા કાયદાની અત્યંત જરૂરત: જયેશભાઇભટ્ટી

Vlcsnap 2020 06 10 13H46M23S119

અબતક સાથેની વાતચીત દરમ્યાન જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઇ ભટ્ટીએ જણાવ્યું હતું કે ગૌવંશને લઇ ઉત્તર પ્રદેશની સરકારનો કાયદો બનાવવામાં આવ્યો છે તે ગૌવંશ અને પશુધન માટેનો મહત્વનો કાયદો છે. જે કોઇ વ્યકિત ગૌવંશ ને ઇજા પહોચાડવાનો પ્રયાસ કરશે તેને કડકમાં કડક સજા તેમજ દંડની જોગવાઇ કરવામાં આવશે અને જો ફરીવાર આ કૃત્ય કરવામાં આવશે તો સજા અને દંડની જોગવાઇ બમાની કરવામાં આવશે ગૌવંશની સારસંભાળએ આપણી નૈતિક ફરજ છે. તેમજ રાજયમાં આવા કાયદાની અત્યંત જરુર છે. લોકોએ તેમની આસપાસ રહેતા પશુધન અને ગૌવંશની સારસંભાળ કરવી અને રક્ષા કરવી જરૂરીછે.

દેશભરમાં ગૌહત્યા નિવારણનો કાયદો ઘડાય તેવી માંગણી કરતું એનિમલ હેલ્પલાઈન

ગુજરાતમાં પણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌહત્યા કરનાર અપરાધી સામે ઝીરો ટોલરન્સની નીતી અપનાવીને જાહેરમંચ પર અનેકવાર કહ્યું છે કે, જે ગાયની દયા ન ખાય તેની દયા સરકાર ખાવા માંગતી નથી. સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારનાં કડક કાયદાનું નિર્માણ થાય અને સૌથી મહત્વનું અધિકારીઓ તેનું ગ્રાસરૂટ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહિતનાએ યોગીજીને અભિનંદન આપવાની સાથોસાથ કરી છે. કડક કાયદાઓ પણ જયાં સુધી તેનું કડક અમલીકરણ ન થાય ત્યાં સુધી અધુરા જ છે. ગાય બચશે તો જ આપણે સૌ બચી શકીશું. કોરોના જેવી મહાભયંકર બીમારી સામે પણ ગૌમાતા આપણને  રક્ષણ  આપી  શકતી  હોય  તેવી  સમર્થ  છે  ત્યારે  તેના રક્ષણની જવાબદારી  માટે  સરકારની  સાથો સાથ પ્રજા પણ જાગૃત થાય તેવી લાગણી એનીમલ હેલ્પલાઈન પરિવારે વ્યકત  કરી  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.