Abtak Media Google News

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શહિદ ભગતસિંહજી ગાર્ડનમાં મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા મોટાભાગના સાધનોની હાલત હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. લપસીયા, ઉચક-નિચક, હિંચકા, ચકરડી સહિતના સાધનો તુટી ગયા છે. આ તુટેલા સાધનો બાળકોને મનોરંજન પુરુ પાડવાના બદલે બાળકો માટે જોખમકારક બની ગયા છે. તાજેતરમાં શહિદ ભગતસિંહજીની જન્મજયંતિના દિવસે મહાપાલિકાના પદાધિકારીઓ અહીં ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા ચોકકસ ગયા હતા પરંતુ એક પણ નેતાની નજર બગીચામાં તુટેલા રમત-ગમતના સાધનો પર પડી ન હતી. વર્ષે ગાળે બગીચાના સાધનો રીપેર કરાવવા અને નવા સાધનો મુકવા માટે લાખો ‚પિયાનો ખર્ચ મંજુર કરવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ બાળકોના ભાગનું પણ મુકતા નથી અને તેમાંથી પણ વહિવટી કરી જાય છે. બગીચામાં મુકવામાં આવતા રમત-ગમતના સાધનો એકાદ બે માસ સુધી માંડ સાજા રહે છે ત્યારબાદ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે. અમુક બગીચાઓમાં તો જુના સાધનોને રીપેરીંગ કરી, કલર કામ કરી નવા વાઘા પહેરાવી દેવામાં આવે છે અને ચોપડે ખર્ચ નવા સાધનો ખરીદયા હોવાનો પણ ઉધારવામાં આવતો હોવાની શંકા પણ દિન-પ્રતિદિન સબળ બની રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.