Abtak Media Google News

ઓસ્ટ્રેલીયા સામેની તીટી-૨૦ સિરીઝમાં મયંક માર્કન્ડેને ભારતીય ટીમમાં મળ્યું સ્થાન

ક્રિકેટ વિશ્વકપને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે ભારત માટે જે શંકા અને સંકટનો જે વિષય છે કે ભારતનો એકસ ફેકટર ખેલાડી કોણ હશે ત્યારે વિશ્વકપ પહેલા ભારતની છેલ્લી સીરીઝ જે ઓસ્ટ્રેલીયા સામે રમાવા જઈ રહી છે ત્યારે ટીમના ચયનમાં વન-ડે અને ફોર્મેટમાં ભારતીય ટીમમાં રિષભ પંતનું  સિલેકશન કમીટી દ્વારા કરવામાં આવ્યું છે.

આ સીરીઝમાં લોકેશ રાહુલને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે દિનેશ કાર્તિકને આ સીરીઝમાંથી પડતો પણ મુકવામાં આવ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. વાત કરવામાં આવે તો હવે ખરા અર્થમાં ભારતના એકસ ફેકટર તરીકે રિષભ પંતનું નામ આવી રહ્યું છે કારણ કે તે જે રીતે પોતાની રમત રમી રહ્યો છે તેનાથી તે મેચ વીનરની ભૂમિકામાં આવી ગયો છે અને આ બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે ધોનીના વિકલ્પમાં રિષભ પંત વિકેટ કીપીંગ સાથો સાથ ઉચ્ચ કક્ષાનો બેટ્સમેન પણ સાબીત થયો છે. ત્યારે વિશ્વકપ પહેલા રિષભ પંતને માનસીક તૈયાર કરવા માટે તેનું ચયન ઓસ્ટ્રેલીયા સીરીઝ માટે પણ કરવામાં આવ્યું છે તેમ બીસીસીઆઈ સિલેકશન કમીટીના ચેરમેન એમ.એસ.કે. પ્રસાદે જણાવ્યું હતું.

વાત જયારે ઓસ્ટ્રેલીયા સીરીઝની કરવામાં આવી રહી છે ત્યારે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે અને સીરીઝ માટે મયંક માર્કન્ડેને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જયારે કે.એલ.રાહુલને પણ ઓસ્ટ્રેલીયા સામેની અને ઓડીઆઈ સીરીઝ માટે પણ ચયન કરવામાં આવ્યો છે. જયારે ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. જયારે પ્રથમ બે વન-ડે માટે ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારબાદના બાકી રહેતા ૩ મેચમાં ભુવનેશ્વરનું સ્થાન સિધ્ધાર્થ કોલ લેશે. કારણ કે સિધ્ધાર્થ કોલ પેસ બોલર તરીકે ભારતીય ટીમમાં તેને પોતાનું સ્થાન નિશ્ચીત કર્યું છે. જયારે સ્પીન ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો કુલદિપ યાદવને સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે તથા યજુર્વેન્દ્ર ચહલ બન્ને ફોર્મેટ એટલે કે, અને વન-ડેમાં ટીમ સાથે જોડાશે. જયારે ખલીલ અહેમદ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા અસફળ રહ્યો હતો જયારે ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ ફેબ્રુઆરી ૨૪થી શરૂ થઈ રહી છે જેમાં ૨ અને ૫ ઓડીઆઈ મેચો રમાશે જે ભારતીય ટીમ માટેની આ વર્લ્ડકપ પહેલાની છેલ્લી સીરીઝ રહેશે કારણ કે મે માસની તા.૩૦થી વર્લ્ડકપનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે શરૂ થઈ રહ્યો છે.

વન-ડે મેચોની વાત કરવામાં આવે તો પ્રથમ વન-ડે ૨જી માર્ચના રોજ હૈદરાબાદ ખાતે, ૫મી માર્ચના રોજ નાગપુર ખાતે, ૮મી માર્ચના રોજ રાંચી ખાતે, ૧૦મી માર્ચે મોહાલી અને છેલ્લો વન-ડે તા.૧૩ માર્ચના રોજ દિલ્હી ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.