Abtak Media Google News

શાસકોએ જવાબદાર અધિકારીઓને છાવરવાના બદલે કડક કાર્યવાહી કરવી જોઈએ: તટસ્થતાથી વહીવટી કામો થશે તો આવા બનાવો આપોઆપ ઘટશે

તાજેતરમાં બનેલા આત્મવિલોપનના કારણમાં જોઈએ તો સંવેદન હીનતા અને સહનશકિતના અભાવના કારણે આત્મવિલોપનના બનાવો બનતા હોય તેમ લાગે છે બનાવો પાછળના કારણોથી તટસ્થ રીતે વિશ્ર્લેષણ કરીએ તો સ્પષ્ટપણે સમજાશે કે તંત્ર સંવેદનહીન થઈ ગયું છે. વહિવટી અરાજકતાના કારણે નાગરીકોના વ્યાજબી પ્રશ્ન કે તેમના હકોથી વંચિત રહેતા હોય ત્યારે કાયદેસર રીતેના જે-તે વ્યકિતના હકક મેળવવા પાછળની મથાથમણ અને મહેનત છતાં, નીભર અને બેલગામ તંત્રના અધિકારીઓની નીભરતા અને સંવેદન હીનતાથી વ્યકિત કેટલી હદે કંટાળી જતો હશે કે, અમુલ્ય જીવનનો પણ અંત આણતા અચકાતો નથી તેમ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાએ જણાવ્યું હતું.

વધુમાં રાજભા ઝાલાએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓનું વિશ્ર્લેષણ કરતા દોશી કોણ ? તો તેના જવાબમાં જોઈએ તો શાસકોની વહિવટી અણઆવડત અને કર્મચારી અધિકારીઓની સંવેદન હીનતા ગણવા રહ્યા. જે પ્રશ્ર્ન હલ થઈ શકે તેવો પ્રશ્ર્ન લાંબા સમય સુધી હલ નહી કરીને, અરજદારને પોતાના હકથી વંચિત રાખવામાં જો કોઈ જવાબદાર હોય તો સરકારની વહિવટી અણઆવડત અને અધિકારીઓની સંવેદન હીનતા અને ભ્રષ્ટ વૃતિ.

તાજેતરના બનાવોમાં જોઈએ તો કોઈ વ્યકિત પોતાના હકક મેળવવા માટે અથાક પ્રયત્નો કરતો હોવા છતાં પણ નીભર અને તુમારશાહી વ્યવસ્થા જાણે કે તેની ઉપર કોઈ લગામ જ ન હોય તેવા વ્યવહારને કારણે વ્યકિત થાકીને પોતાના જીવનનું બલિદાન આપે, પછી જ એજ તંત્ર, એજ અધિકારી અને એજ સરકાર પોતાની ગયેલી આબ‚ને બચાવવા અને સરકાર વિરુઘ્ધ લોક જુવાળને ખાળવા જે-તે વ્યકિત વર્ષોથી પોતાના હક માટે જજુમતો હોય તે વ્યકિતના મૃત્યુ બાદ તે હક તેને કલાકોમાં સરકાર આપી દેતી હોય છે. તે પરથી એક વાત તો સાબિત થાય છે કે, જે તે વ્યકિતની માંગણી હતી, તે વ્યાજબી હતી અને ઉકેલવા યોગ્ય હતી. તંત્રની સંવેદન હીનતાને કારણે શાસકોને પણ ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને પ્રશ્ર્નોને મઠારવા જે તે વ્યકિત પોતાના હક માટે લડતો હોય તે હક તો તેને મળી જ જાય છે અને તે આપવો જ પડે છે. ઉપરાંત સરકારે ભોગ ગ્રસ્ત જે-તે વ્યકિતના સમાજના આગેવાનો અને તેના કુટુંબીજનોની વ્યાજબી અને ગેરવ્યાજબી માંગણીઓ પણ સંતોષવી પડે છે. તેવું કરવાથી સમસ્યાનો કોઈ કાયમી હલ નથી, તેવું કરવાથી તો સરકાર આડકતરી રીતે લોકોને પ્રેરિત કરે છે કે, તમારા હક માટે તમે અંતિમ પગલું ભરો તો જ તમને તમારો હક મળશે. અમુક બનાવોના કારણે સરકાર માનવતાના દ્રષ્ટિકોણથી કે પછી બદનામી ન થાય તે માટે પણ માંગણીઓ સ્વિકારી લેતી હોય છે. તેનાથી આજકાલ છાશવારે આત્મવિલોપનની ધમકીઓ આપીને તંત્રને બ્લેકમેલ કરનારા લોકો વધતા જાય છે. આ સમસ્યાને છાવરવામાં કાંઈક અંશે સામાજિક આગેવાનો પણ જવાબદાર છે. ઘણી વખત કોઈ ગેરવ્યાજબી માંગણી માટે જે તે વ્યકિતને રાજકીય આગેવાનોએ કે સામાજિક આગેવાનોએ સર્મથન ન આપવું જોઈએ, જેથી કરીને આ પ્રકારના ત્રાગા કરનારા લોકોની નોધ લેવાનું જ બંધ થશે તો આત્મવિલોપન કે આત્મવિલોપનનો પ્રયાસ કરવો, ઉપરાંત મૃત્યુ બાદ લાશ ન સ્વીકારવી, તે પણ આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે. સમાજમાં ગુંડાગીરી કરી હોય અને પોલીસના મારથી કે અન્ય કોઈ કારણોસર કોઈનું મૃત્યુ થાય ત્યારે મોત પર રાજનીતિ કરવા કે જે તે આગેવાનો પોતાના રાજકીય રોટલા શેકવા ઘટનાના ગુણદોષ જોયા વગર મરણ જનાર જ સાચો તેવું માનીને તેનું ઉપરાણું લઈને કુદી પડતા હોય છે અને પોતાનું ધાર્યુ કરાવવા ધમપછાડા કરતા હોય છે. આ બધી જ પરિસ્થિતિ નિવારી શકાય તેમ છે તેના માટે પ્રથમ તો શાસકો, સરકારી તંત્ર, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા જ પોતાની તટસ્થ અને પવિત્ર ફરજ બજાવે તો આત્મવિલોપન, આત્મવિલોપનના પ્રયાસો કે મૃત્યુ બાદ લાશ ન સ્વીકારવા જેવા બનાવો બંધ થઈ શકે.

વધુમાં રાજભા ઝાલાએ ઉમેર્યું કે, શાસકોની જવાબદારી છે કે તંત્ર પર તેમની ધાક રહે અને અધિકારીને પણ તેવો ડર હોવો જોઈએ કે આપણે નિયત સમયમાં કોઈ અરજદારના પ્રશ્નોનો નિવેડો નહી લાવીએ તો સરકાર અમારી ધુળ કાઢી નાખશે. પરંતુ કમનસીબે આવું કાઈ જ થતું નથી, તેના બદલે અધિકારીઓને મંત્રીઓ અધિકારીઓની બે જવાબદાર વૃતિને છાવરતા હોય છે તેવી મંત્રીઓને શું મજબુરી હશે કે જેમને શિક્ષા કરવાની હોય તેમનો બચાવ કરવો પડે છે પરંતુ સરકારે વહિવટી વ્યવસ્થા તેવી રીતની ગોઠવવી જોઈએ કે દરેક કામની સમય મર્યાદા નકકી કરી નાખવી જોઈએ અથવા તો નકકી કરેલી વ્યવસ્થાનું તટસ્થ મોનીટરીંગ કરવું જોઈએ અને તે વ્યવસ્થાને ન અનુસરનાર કોઈ સરકારી કર્મચારી કે અધિકારીની વિરુઘ્ધ કડક શિક્ષાત્મક પગલાઓ લેવા જોઈએ. જો કે તંત્રમાં કાગળ ઉપર પરિપત્રોના ‚પે આ બધી જ વ્યવસ્થાઓ હાલમાં અમલમાં છે છતાં પણ તેનો અમલ ન થવા પાછળના કારણોમાં જોઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી તેમની ફરજમાં નિયત કરેલ કામ ન આવતું હોવા છતાં તે પ્રકારના કામો જેવા કે, મેળાઓ અને ઉત્સવનો સફળ કરવાની જવાબદારી કર્મચારીઓ કે અધિકારીઓના શિરે નાખી દેવાના કારણે અધિકારીઓને પોતાનું નિયત કરેલ કામ ન કરવા પાછળના બાના મળી જતા હોય છે. જેને કારણે લોકોના કામો ટલ્લે ચડે છે. સરકારે કરવા જેવું એ પણ કામ છે કે દરેક પ્રકારના મેળાઓ સરકાર યોજે છે તેમાં એક મેળાનો ઉમેરો કરીને લોકોના વ્યકિતગત પ્રશ્ર્નો કે રજુઆતો વર્ષોથી ન હલ થયેલ પ્રશ્ર્નોને સાચા અર્થમાં હલ કરવા માટેના મેળાઓનું પણ આયોજન કરવું જોઈએ અને જેમ લોક અદાલતમાં ઓન ધ સ્પોટ નિર્ણય કરવામાં આવે છે તેવી રીતે જે તે અરજદારના પ્રશ્ર્નોનો નિવેડો લાવવો જોઈએ. આ બધુ ત્યારે જ શકય છે કે સરકારે નિષ્પક્ષ અને કડક સુચના અધિકારીઓને આપવી જોઈએ કે, રાજયના કોઈપણ વ્યકિતના પ્રશ્ર્નો માત્ર ગુણદોષના આધારે હલ કરો અને તેમાં નિષ્પક્ષ રહીને તટસ્થ કામગીરી કરો અને લોકોની હાલાકી તે પ્રકારે વહિવટ કરવાની સુચના સરકારે આપવી જોઈએ અને તે સુચનાનો અમલ ન કરનાર અધિકારી વિરુઘ્ધ કડક શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. આ બધુ કરવા માટે સરકારમાં બેઠેલા શાસકોમાં પણ સાચા અર્થમાં સંવેદનશીલતા હોવી જ‚રી છે અને સરકારના મંત્રીઓ કે અન્ય આગેવાનાે અધિકારીઓ પાસેથી પોતાના વ્યકિતગત હિત માટેના ગેરકાયદેસર કામો ન કરાવે તો જ અધિકારીઓ પર સરકારની કે મંત્રીઓની ધાક રહેતી હોય છે. ઘણા કિસ્સા તેવા જોયા છે કે અધિકારીઓ એના એજ હોય છે પરંતુ શાસકો બદલતા વહિવટમાં પરિવર્તન દેખાતું હોય છે. તે વાસ્તવિકતાને પણ સ્વીકારવી જોઈએ. સરકારે સાચા અર્થમાં પોતાની પારદર્શક અને તટસ્થ વહિવટકર્તા તરીકેની ઈમેજ ઉભી કરવા માટે કોઈ પણ કામો ગુણ-દોષના આધારે કરવા જોઈએ. તેમાં લાગવગસાહીને નાબુદ કરીને સરકાર કક્ષાથી વહિવટ થાય તો લોકોને પણ સરકારી તંત્ર પર વિશ્ર્વાસ બેસે અને આમ જનતામાં પણ એ રીતની સરકાર માટે કે વહિવટી તંત્ર માટે માનસિકતા થઈ ગઈ હોય કે આ તંત્રની અંદર સાચા અને વ્યાજબી કામો કોઈપણ જાતની ભલામણ કે લાગવગ વગર ગુણ-દોષના આધારે થાય છે. તેવું કરવાથી છાશવારે સરકાર કે તંત્રને બાનમાં રાખવાના પ્રયત્નો કરનાર તત્વોને લોકો પણ સહકાર નહીં આપે અને આ દુષણ મહદઅંશે દુર થશે. તંત્રની અને સરકારની છાપજ તેવી થઈ જવી જોઈએ કે ખોટા કામ માટે કે ગેરવ્યાજબી માંગણી માટે ત્રાગા કરનારાઓ વિરુઘ્ધ સરકાર કાયદેસરના કડક પગલા ભરે છે. તેવું થવાથી તંત્ર પાસે પોતાની ગેરવ્યાજબી માંગણીઓ માટેની રજુઅતો મહદઅંશે બંધ થઈ જશે.

અંતમાં ઝાલાએ કહ્યું કે, સરકારી અધિકારીઓએ કોઈને પણ તાબે થયા વગર તટસ્થ રીતે કાયદેસર કામો ગુણ-દોષના આધારે કરવા જોઈએ. દાતા.કોઈ વ્યકિતની હત્યા થાય ત્યારબાદ જે તે વ્યકિતના સમાજના આગેવાનો તંત્ર પાસે કે અધિકારીઓ પાસે તેવી માંગણી કરે કે, આ કેસમાં આટલા લોકોને જ પકડો અને કડક કાર્યવાહી કરો ત્યારબાદ જ લાશ સ્વીકારવામાં આવે છે. આવી ઘટનાઓ બનવા પાછળ અધિકારીઓની અવિશ્ર્વનિયતા અને તટસ્થતાના અભાવના કારણે અમુક તત્વો આ પ્રકારના નિર્ણયો કરતા હોય છે પરંતુ અધિકારીઓએ સ્પષ્ટપણે રજુઆત કરનારાઓને જણાવી દેવું જોઈએ કે જે તે કેસમાં કાયદેસરની કાર્યવાહીમાં દોષિત કોઈ પણ ચમરબંધીને પણ છોડવામાં નહી આવે અને નિર્દોષ એક પણ વ્યકિત વિરુઘ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. આ પ્રકારના નિર્ણયો કરીને તંત્રએ પણ તટસ્થ અને કોઈપણ જાતના દબાણતળે આવ્યા વગર પોતાની કામગીરી કાયદેસર રીતે કરતા થશે તો છાશવારે તંત્રને બાનમાં રાખનાર ત્રાગા કરનાર લોકો કે તેમને છાવરનાર જે-તે સમાજના આગેવાનો તંત્ર ઉપર ગેરકાયદેસર દબાણ લાવીને પોતાનુ ધાર્યું કરાવવાની માનસિકતામાં સુધારો આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.