Abtak Media Google News

વલસાડ જિલ્લામાં સોમવારે બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. વલસાડ સહિત જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં લોકો પ્રથમ વરસાદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન થયું હતું. વલસાડમાં પ્રથમ ભારે વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાંખી હતી.

શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઉમરગામ તાલુકામાં વરસાદનું આગમનના પ્રથમ દિને 24 કલાકની અંદર 10 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર રાજયમાં રેકોર્ડ બ્રેક કર્યો હતો. જે રકોર્ડ યથાવત રહેતા ત્રીજા દિવસે પણ ઉમરગામ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસતા ત્રણ દિવસની અંદર 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે ગત રોજ ભારે વરસાદ બાદ થોડા વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદના કારણે સમગ્ર ઉમરગામ તાલુકમાં વરસાદના કારણે વિવિધ સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મરોલી, સરીગામ સ્ટેટ હાઇવે, બજાર અને સરીગામ જીઆઇડીસી, ફણસા વિસ્તારના માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સરીગામ જીઆઇડીસીના જુદા-જુદા એકમોમાં પાણી ભરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.