Abtak Media Google News

ઇન્ટરનેશનલ ન્યુઝ

ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે આ અગાઉ રવિવારે પણ 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે પહેલા નવા વર્ષની શરુઆત સાથે જ જાપાનમાં 1 જાન્યુઆરીએ આવેલા ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.