Abtak Media Google News

દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત આ દેશમાં ફરી ધરતી ધણધણી, 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીનું એલર્ટ . જાપાનમાં આજે ભૂકંપના એટલા ભારે આંચકા અનુભવાયા કે સીધી સુનામીની જ ચેતવણી જાહેર કરવી પડી. અધિકારીઓએ કહ્યું કે જો સુનામી આવશે તો સંભવિત એક મીટરની ઊંચાઈ સુધીના મોજાં ઉછળતાં જોવા મળશે.

Advertisement

ભૂકંપની તીવ્રતા  

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 મેગ્નિટ્યૂડ મપાઈ હતી. સરકારે એડવાઈજરી જાહેર કરીને ચેતવણી આપી હતી  કે લોકો દરિયાકાંઠા અને નદીકાંઠાના વિસ્તારોથી સુરક્ષિત સ્થાનોએ ખસી જાય.

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. આ પછી જાપાનની હવામાન એજન્સીએ પણ સુનામીને લઈને ચેતવણી જાહેર કરી છે. જાપાનના સમય અનુસાર 5 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.

હવામાન એજન્સીએ જાપાનના ઇઝુ આઇલેન્ડ પર 1 મીટર ઊંચા મોજા ઉછળવાની આગાહી કરી છે, જ્યારે પૂર્વમાં ચિબા પ્રીફેક્ચરથી લઇને પશ્ચિમમાં કાગોશિમા પ્રીફેક્ચર સુધીના વિસ્તારમાં 0.2 મીટર સુધીના મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.