Abtak Media Google News

સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાતની વધુ એક ગૌરવ સિધ્ધિ

પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર

શુક્રવારે દિલ્હીમાં એવોર્ડ એનાયત થશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા

સોમનાથમાં ૧.૭૪ લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ બીવીજી દ્વારા કરાય છે સફાઇ કામગીરી

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગૌરવ માટે સોમનાથ યાત્રાધામ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા છે. આગામી, તા. ૬ સપ્ટેમ્બર-ર૦૧૯ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન તહેત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને ૨૪ ડ્ઢ ૭ સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. ૧ એપ્રિલ-ર૦૧૭થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.

આ અન્વયે બીવીજી ઇન્ડીયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ ૧.૭૪ લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા  સફાઇની કામગીરી બીવીજી દ્વારા હાથ ધરવામાં આવે છે.  આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહી છે.

દેશના ૧૨ જ્યોર્તિલીંગ પૈકીના પ્રમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરને સ્વચ્છ યાત્રાધામ જાહેર કરાયું છે. ગત શ્રાવણ માસમાં સોમનાથ મંદિરને દર્શર્નાથીઓ કી રૂા.૫.૮૯ કરોડની આવક વા પામી હતી. એક માસમાં જ ૧૮ લાખી વધુ લોકોએ સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવ્યું હતું. જ્યારે સોશ્યલ મીડિયાના માધ્યમી ૪.૫૯ કરોડ લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શર્નાથીઓની સુવિધા માટે ખાસ વ્યવસ પણ ગોઠવવામાં આવી છે. મેઈન કાઉન્ટીંગ મશીન દિગ્વિજય દ્વાર ખાતે રાખવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાના માધ્યમી પીઆરઓ ઓફિસ સો લીંકઅપ કરાયું છે જેનાથી કાયમી ધોરણે મંદિરમાં દર્શર્નાથીઓની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવી શકાય છે.

સોમનાથ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં મહાદેવના ભક્તો માટે એક અનેરી આસનું પ્રતિક છે. જેને સૌથી સ્વચ્છ યાત્રાધામ જાહેર કરવામાં આવતા ગુજરાતની સિદ્ધિમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથને આઈકોનિક પ્લેસ જાહેર કરાતા ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની અભિનંદન પાઠવ્યા હતા. આગામી શુક્રવારે દિલ્હી ખાતે યોજાનારા એવોર્ડ સમારોહમાં મંદિરને એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સોમનાથ મહાદેવ મંદિર અને આસપાસના વિસ્તારોમાં જે રીતે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે ખરેખર પ્રશસનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.