Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ રાજકોટ શહેર પોલીસમાં ૩પ૦ જેટલા નવનિયુકત ટ્રાફિક બ્રિગેડનો જવાનોને નિમણુંક પત્રો એનાયત કર્યા

Dsc 0252મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ દ્રઢ સંકલ્પ સાથે જણાવ્યું કે લોકોને સ્પર્શતી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે અને દરેક સમસ્યાનું સમાધાન હોય છે તેના ઉકેલ માટે માત્ર ઇચ્છાશકિતની જરુરત હોય છે. રાજય સરકાર આવી ઇચ્છાશકિત ધરાવે છે. છેલ્લા બે વર્ષમાં પાણી, કૃષિ, સામાજીક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

Advertisement

રાજકોટ શહેર પોલીસ દ્વારા ભરતી કરવામાં આવેલા નવા ટ્રાફીક બ્રિડેડના જવાનોને નિણમુંક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં ઉ૫સ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂ‚પાણીએ ઉમેયુ કે પ્રજાજનોને કાયદાના રાજયનો અહેસાસ થાય એ માટે રાજય સરકાર દ્વારા પોલીસ આધુનિકરણ સહીતના વિવિધ પગલા લેવામાં આવ્યા છે. એટલે જ પોલીસ વિભાગના વાર્ષિક બજેટમાં નાણાકીય જોગવાઇઓ વધારવામાં આવી છે.

‚રૂપાણીએ કહ્યું કે પહેલા ટ્રાફીક માટે ‚રૂ. ૩૦ થી ૪૦ કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવતી હતી. તેની સામે ગત બજેટમાં ‚રૂ. ૨૦૦ કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. શહેરોમાં વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા વિદેશમાં જઇ ત્યારે એક ઘરમાં ત્રણચાર ગાડીઓ જોઇએ આપણને આશ્ર્ચર્ય થતું હતું. હવે આપણા શહેરમાં પણ આવું જોવા મળે છે. એક ઘરમાં એક કરતા વધારે વાહનો હોય છે. વાહનો વધવાની સાથે ટ્રાફીકની સમસ્યાને પહોંચી વળવા માટે સરકારે આયોજન કર્યુ છે. રાજયમાં ટ્રાફીક બ્રિગેડની સંખ્યા ૧૦ હજાર કરવામાં આવી છે. નવા ટ્રાફીક બ્રિગેડની ભરતી કરવાની ત્વરીત મંજુરી આપવામાં આવે છે.

મુખ્યમંત્રીએ વધુ જણાવ્યું કે ટ્રાફીક બ્રિગેડને મળતા માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા પ્રતિદિન લેખે મળતા ‚રૂ. ૨૦૦ માં ‚રૂ. ૧૦૦ નો વધારો કરી હવે પ્રતિદિન લેખે ‚રૂ. ૩૦૦ ની માનદ વેતન ચુકવવામાં આવે છે. ટ્રાફીક બ્રિગેડના પરિણામે પોલીસને તેના કામમાં સળરતા રહે છે.

ટેકનોલોજીની મદદથી ટ્રાફીક મેનેજમેન્ટ અંગે પણ મુખ્યમંત્રીએ રાજય સરકારની નેમ સ્પષ્ટ કરતા મુખ્યમંત્રી રુપાણીએ કહ્યું કે મોટા શહેરોમાં ટ્રાફીકપોઇન્ટ ઉપર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેની વાહનચાલકો ઉપર અસર ઉભી થઇ છે. કાયદાના પાલન માટે સીસી ટીવી કેમેરા મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોના ઘરે સીધા મેમા પહોંચી જાય છે. એટલે સ્થળ ઉ૫ર પોલીસ સાથે પણ કોઇપણ સમસ્યા રહેતી નથી. તેના કારણે પહેલા કરતા ૧ર ગણો વધુ દંડ વસુલવામાં આવે છે.

‚રૂપાણીએ કહ્યું કે, રાજય સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અનેક પગલા લઇ રહી છે. કેટલાક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે ભ્રષ્ટાચારને ડામવાનો છે. મહેસુલ તંત્રમાં બીનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. આગામી એક માસમાં જીલ્લા પંચાયતમાં પણ બીનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. આ ઉપરાંત બીનજરુરી પરવાના મેળવવામાંથી પણ મુકિત આપવામાં આવી છે. જેમ કે પેટ્રોલ, પંપને કલેકટર તંત્રને પરવાનો લેવાની પ્રક્રિયા નાબૂદ કરવામાં આવી છે. એવી  જરીતે હોટેલ્સને પોલીસની મંજુરી લેવાની બાબત પણ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું કે, કાયદા અને વ્યવસ્થાની બાબતમાં મુખ્યમંત્રી વધુ સંવેદનીલ છે રાજકોટ શહેરને છેલ્લા બે વર્ષમાં બે ચાર નવા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે. સાયબલ ક્રાઇમ પોલીસ સ્ટેશન શરુ કરવામાં આવ્યું છે. આઇવે પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા સર્વેલન્સ બનવાનું છે. ત્યારે ત્યાં નેકસ્ટ જનરેશન એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસને૧૦૦ ની માંગણી સામે ૪૦૦ ટ્રાફીક બ્રિગેડ મંજુર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા વિશિષ્ટ કામગીરી બદલ શહેરીજન સંજયભાઇ ઉનડકટ, જયેશભાઇ ઉપાઘ્યાય ઉપરાંત પોલીસ નિરીક્ષક એન.એમ. ઝાલા પોલીઇ જવાન રસિકભાઇ ગણઢરાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ટ્રાફીક બ્રિગેડના જવાનોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા.

આ વેળાએ મેયર બીનાબેન આચાર્ય સાંસદ મોહનભાઇ કુંડારીયા,  ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાલાભાઇ સાગઠીયા, અગ્રણી નરેશભાઇ પટેલ, મૌલેશભાઇ ઉકાણી, મ્યુનિ. કમિશ્નર બી.એન. પાની, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, સંયુકત પોલીસ કમિશ્નર સિઘ્ધાર્ંથ ખત્રી ઉ૫સ્થિત રહ્યા હતા.

ખેડુતોને પૂરતો પાક વીમો મળે તે માટે રાજય સરકાર ઘનિષ્ઠ પ્રયાસો કરશે: સીએમ

Dsc 0188
પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે ટ્રાફીક બ્રિગેડના જવાનોને નિમણુંક પત્રક આપવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂ‚પાણીએ જણાવ્યું હતુ કે આ વર્ષ વરસાદની દ્રષ્ટીએ ઘણુ નબળુ છે. ત્યારે ખેડુતોને પૂરતો પાક વીમો મળે તેમાટે રાજય સરકાર ઘનિષ્ઠ પ્રયાસો કરશે.

મગફળીની બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણીએ જણાવ્યું હતુ કે હું એમ માનુ છુ કે ખેડુતની મગફળી એની ખરીદી સંપૂર્ણ પારદર્શક રીતે ગયા વખતે જે પ્રકારે ગળબળો થઈ એવી ન થાય તેવી ચૂસ્તતા પૂર્વક જે સરકારએ પૂરવઠા નિગમની જવાબદારી સોંપીને કરી રહી છે. સાથે કલેકટર ઓફીસ પોલીસ નાફેડના મિત્રો આ બધા કમીટી બનાવી દરેક સ્થાન પર ખરીદી ચાલુ પણ થઈ ગઈ છે. ખરીદીના પૈસા અમે ખરીદી કરી રહી છે.કેન્દ્ર સરકાર નાફેડ એક નોડેલ એજન્સી છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ગયા વખત જેવું ન થાય એટલા માટે આ વ્યવસ્થાને માન્ય ગણે અને નાફેડના મિત્રો પણ સાથ અને સહકાર આપે તેવો અનુરોધ ક‚રૂ છું.

પાક વીમા કંપનીઓ સાથે પણ તબકકા દર મિટિંગો કરી રહ્યા છીએ આ વખત થોડુ નબળુ છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં તો ખેડુતોને જલ્દી પાક વીમો મળે અને પાક વીમો પૂરતો મળષ એ માટે રાજય સરકાર ઘનિષ્ઠ પૂર્વક પ્રયત્નો કરી રહી છ અને વખતોવખત ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે સંબંધીત મંત્રીઓ, અધિકારીઓની મીટીંગો કરીને ખેડુતોને વહેલા પાક વીમો મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ આજે નવા તાલુકાઓને પણ અનુભુતિ પેકેજ, અછતના ક્રાઈટ એરિયાની બહાર નીકળીને પેકેજ આપવામા આવ્યું છે. અને ખેડુતોને આ થોડાક દિવસો જે નબળા છે. તેને રાજય સરકારનો ટેકો આપી મદદ કરવાનો અને સહાનુભૂતિ આપવાનો ઈરાદો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.