Abtak Media Google News

 

ટેકાના ભાવે માલ વેંચવા માટે ખેડુતોએ રજીસ્ટેશન કરાવવું પડશે : કેટલા સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદી કરાશે તે અંગે ટૂંકમાં  સત્તાવાર જાહેરાત કરાશે

 

અબતક,રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક  આવતા હવે  રાજયની ભાજપ સરક્ાર તમામ  વર્ગના લોકોને રિઝવવા માટે સક્રિય બની છે. જગતતાત પર સરકાર વધુ ફોકસ કરી રહી છે. આગામી દિવસોમાં   રાજય સરકાર દ્વારા  ટેકાના ભાવે ચણા, તુવેર અને  રાયડાની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે  જણસી વેચવા ઈચ્છુક ખેડુતોએ  ફરજીયાત  રજીસ્ટ્રેશન  કરાવવુ પડશે.

“અબતક” સાથેની વાતચિત  દરમિયાન  રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે  જણાવ્યુંંં હતુ કે સરકાર દ્વારા  હાલ ટેકાના ભાવે  ચણા, તુવેર  અને રાયડાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આગામી 1લી ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ  કરવામાં આવશે જેમાં કેટલા ખેડુતો   ટેકાના ભાવે  પોતાની જણસી વેચવા માટે રજીસ્ટ્રેશન  કરાવે છે. તેના આધારે   આગામી દિવસોમાં કેટલા   સેન્ટરો પરથી  ટેકાના ભાવે ખરીદી  શરૂ કરાશે તેની સત્તાવાર  જાહેરાત  કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા  ટેકાના ભાવે તુવેર  ચણા અને રાયડાની  ખરીદી કરવામાા આવશે તેવી જાહેરાત  કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.  આ માટે ખેડુતોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે

ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે  જણાવ્યું હતુ કે, ખેડૂતો ને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે ભારત સરકારે વર્ષ2021-22 માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. 1050 પ્રતિ 20 કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા 1010 પ્રતિ 20 કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર  કર્યા છે.

રાજયમાં ખરીફ/રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15/02/2022 અનેચણા તથા રાયડાની ખરીદી તા.01/03/2022 થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીરે વ માર્કેટીંગટીં ફેડરેશનરે લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવેતુવેર, ચણા અનેરાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓન લાઇન વિના મુલ્યે નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષા એવીસીઈ દ્વારા તા.01/02/2022 થી તા.28/02/2022 સુધી કરવામાં આવશે.

તમામ ખેડૂતોએ નોંધનોંણી કરાવવી જરૂરી છે. નોંધનોંણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે વીસીઈને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

નોંધ નોંણી માટે જરૂરી પુરાવા જેવા જે કે આધાર કાર્ડની નકલ, ગામ નમુનો 7, 12, 8-અની નકલ, ગામ પાક વાવણી અંગે એન્ટ્રી તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત ની નકલ સાથે લાવવાની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.