Abtak Media Google News

સરકારી બેંકો વેલમનેજમેન્ટ અને કર્મચારીઓની નિષ્ઠાથી નફો કરે જ છે પણ ‘સાંઠગાંઠ’ થી મોટી લોન માંડવાળ કરવામા જ બેંકોનો નફો તણાય જાય છે

બેંક કર્મચારીઓને પગાર વધારો મળી ચુકયો પોતાનો પગાર કપાવી લોકો માટે હડતાલ પાડતા કર્મચારીઓને લોકોનો સહયોગ જરુરી

 

Advertisement

અબતક, રાજકોટ

બેંક હડતાલનું એલાન કરવાના ચાલું છે ત્યારે આ હડતાલ કર્મચારીઓના હીત માટે નહી પણ ખાનગીકરણ અટકાવવા પ્રજાના હીતમા હોવાનું રાજકોટના બેંક કર્મચારી ભાવેશભાઇ આચાર્યે જણાવ્યું છે.

બેંક કર્મચારીઓ આ હડતાલ તેઓના પોતાના કોઇ નીજી સ્વાર્થ કે હિત માટે નથી પાડી રહ્યા કર્મચારીઓને તો હમણા જ સારો એવો પગાર વધારો મળી રહ્યો છે. આ હડતાલ સરકારી બેંન્કોને ખાનગી હાથોમાં ન સોંપાય તે માટેની છે બેંક સંગઠન અને કર્મચારીઓ આ પગલાનું ભવિષ્ય જાણતા હોઇ પોતાનો બે દિવસનો પગાર કપાવી ને પણ આ હડતાલ પાડી રહ્યા છે. સરકારી બેંકો ખાનગી હાથોમાં જશે તો સામાન્ય પ્રજાજનો માટે બેંકો સાથે વ્યવહાર કરવો કદાચ મુશ્કેલ થઇ શકે છે. મીનીમમ બેલેન્સ ચાર્જીસ, ચેક રીટર્ન ચાર્જીસ, ચેક બુક ચાર્જીસ જેવા જુદા જુદા અને ચાર્જીસ  ગ્રાહકોએ ભોગવવા તૈયાર રહેવું પડશે. હોમ લોન કે અન્ય લોન પર વ્યાજ દર વધશે. ખાનગી બેંકોનો મુખ્ય ઉદેશ હંમેશા નફાનો જ રહ્યો હોવાનું જોવામાં આવ્યું છે. જયારે સરકાર બેંકો જનસામાન્યની સેવા અર્થે કામ કરી રહી છે. નાના વેપારીઓ વિઘાથીઓ, ખેડુતો ગૃણહીઓ મજુરો જે સરળતાથી સરકારી બેંક સાથે જોડાયેલા છે તેઓએ ખાનગી બેંકો સાથે કામ પાર પાડવા અન્ય રીતે તૈયાાર રહેવું પડશે.

બીજી તરફથી જોઇએ તો સરકારી બેન્કોનું એનપીએ લોન ન ભરનારનું લીસ્ટ મોટાભાગે મોટા મોટા ઉઘોગ ગૃહોથી જ બની રહ્યું છે ને તેના કારણે જ સરકારી બેંકો નબળી પડી છે. આ ઉઘોગગૃહોને લોન આપવા આપેલી લોન માંડવાળ કરવા સરકારી બેંકો પર દબાણ કોણ કરે છે? તે હવે જાહેર ખાનગી જેવી બાબત બની ગઇ છે. જે ઉઘોગગૃહો બેન્કોના કરોડો રૂપિયા  ચાઉ કરી ગયા છે તેમાં જ કોઇ કદાચ પાછલા બારણેથી આ બેંકો માટે બોલી લગાવશે, દેશના નાના માણસોની બચત, મરણ મૂડી તેઓ પોતાના ઉઘોગ માટે વાપરશે, ઉઘોગો ખોટ કરશે તો બેન્કોને અસર થશે ને પછી બેન્કોને તાળા મારવાની નોબત આવશે. આવું જ કૈક ભૂતકાળમાં બની ચુકયું છે. જનસામાન્ય દેશની પ્રજાના બેંક હડતાલનો ઉદેશ સમજે અને સહકાર આપે.

બે દિવસની તકલીફ પ્રજાના ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ દુર કરી શકે છે.

સરકારી બેંકો દેશના વિકાસ માટે મોટા ઉઘોગગૃહને લોન આપે છે અનેઆ જ ઉઘોગગૃહ બેન્કને ચુનો ચોપડે છે આ એનપીએ થયેલ એકમ પછી બેંકો સરકારના કે લાગતા વળગતાના કહેવાથી વેચવા કાઢે છે અને આ કહેવાતા મંદા ઉઘોગોને અન્ય ઉઘોગગૃહ પાણીના ભાવે ખરીદીને બેન્કને તેમજ સરકારને નવડાવે છે.

1947 થી 1969 વચ્ચે 559 જેટલી ખાનગી બેંકો ડુબી ગઇ હતી જેમાં સામાન્ય પ્રજા એ પોતાના મરણમૂડી ગુમાવું હતી. ઓલ ઇન્ડિયા બેંક કોન્સેડરેશનના જનરલ સેક્રેટરી થોમસ ફ્રાન્કોના જણાવ્યા મુજબ 1948 થી 1968 વચ્ચે અંદાજે 736 જેટલી બેંકોએ પોતાના કામકાજ બંધ કર્યા  બીજી બેંકમાં વિલીન થઇ 1969 બાદ અંદાજે 36 જેટલો બેંકો તેના ગેર્વાહીવાતને કારણે બંધ થઇ અથવા કોઇમાં તંદુરસ્ત સરકારી બેંકમાં વીલીન થઇ.સરકારી બેંકો નફો નથી કરતી સરકારી બેન્કોના શાખા પ્રભાવ અને કર્મચારીઓની નિષ્ઠાને કારણે પુરતો નફો કરી રહી છે. પરંતુ રાજકારણીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ ને કારણે એન પીએ થયેલા મોટા ઉઘોગગૃહનાની લોનો માંડવાળ કરવામાં જ સરકારી બેન્કોનો નફો તણાય જાય છે.સરકારનો દાવો છે કે એનપીએ ઘટયું છે પરંતુ આંકડો બતાવે છે કે લોન માંડવાળ કરવાને કારણે એનપીએ ઓછું દેખાય રહ્યું છે. તેમ રાજકોટ બેંક કર્મચારી ભાવેશભાઇ આચાર્યએ એ એ.આઇ.બી.ઇ.એ. ના અહેવાલના અભ્યાસ ના આધારે માહીતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.