Abtak Media Google News

ફેડ અને રિઝર્વ બેન્ક આગામી વર્ષથી વ્યાજદર વધારશે

કહેવાય છે કે વિકાસ માટે થોડા અંશે ફુગાવો હોવો જરૂરી છે પરંતુ કોરોના ની કપરી પરિસ્થિતિ માં ચરમસીમાએ પહોંચ્યો હતો જેને પામવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ હાલ કોવિડની સ્થિતિ ઠારે પડતા રીઝર્વ બેંક આગામી વર્ષે બે તબક્કામાં પોતાનો રિવર્સ રેપો રેટ વધારે તેવી વાત સામે આવી રહી છે. એટલું જ નહીં અમેરિકાની ફેડરલ રિઝર્વ પણ આગામી વર્ષમાં પોતાનો વ્યાજ દરમા વધારો કરશે તેવા ચિન્હો દેખાડયા છે. જેથી કહી શકાય કે ફુગાવાને નાખવા માટે વ્યાજ દર વધારવા વિશ્વ એક રસ્તે જ આગળ વધી રહ્યું છે.

Advertisement

બીજી તરફ ભારતની  રિઝર્વ બેંક વર્ષ ૨૦૨૨મા બે  તબક્કા બા પોતાનો રિવર્સ રેપોરેટ વધારશે જ્યારે ફેડરલ રીઝવ ત્રણ તબક્કામાં પોતાનો વ્યાજદર વધારે તેવી આશા સેવાઈ રહી છે. આગમી વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો આર્થિક વિકાસ દર આશરે ૮.૨૦ ટકા સુધી રહી શકે  છે.

આર્થિક વિકાસમાં રિકવરી અને ફુગાવામાં નિયંત્રણ સાથે ભારતે  ૨૦૨૧માં  આશાવાદ સાથે પ્રવેશ કર્યો હતો. એવી જ રીતે ફેડરલ રીઝવ દ્વારા એ વાત પણ સ્વીકારવામાં આવી છે કે જે સમયે વ્યાજ દર વધારવામાં આવશે તે સમયથી બેરોજગારી સહિતના અનેક પ્રશ્નો પણ પૂર્ણવિરામ મૂકાઈ જશે અને દેશની આર્થિક સ્થિતિ ઘણાખરા અંશે પાટા પર આવી જશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આગામી ફેબ્રુઆરી 2022 થી વ્યાજ દર બે તબક્કામાં વધારવામાં આવશે જેમાં પ્રથમ તબક્કે ૨૦ બેઝિસ પોઇન્ટનો વધારો કરવામાં આવશે હાલ ભારતનો રિવર્સ રેપો રેટ 3.35 ટકા નોંધાયેલો છે. તે આગામી વર્ષથી વધુ જોવા મળશે પરિણામે ફુગાવો સંપૂર્ણ રીતે નાખવામાં આવશે. તજજ્ઞોનું માનવું છે કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યો તેનાથી પણ ફુગાવો ઘણાખરા અંશે નિયંત્રણમાં આવ્યો છે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ભારે મહેનત અને આશાવાદને પગલે આગામી વર્ષથી આ આંકડો નિયંત્રણમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.