Abtak Media Google News

ટેલેન્ટ શોમાં ડાન્સ, કોમેડી, કરાઓકે કલાસિકલ ફયુઝન, વેસ્ટર્ન ટચ, બોલીવુડ રીમિકસ જેવી અલગ-અલગ કૃતિઓ ૧૨ વર્ષથી ૬૦ વર્ષની મહિલાઓએ રજુ કરી

કલબ યુવી વિમેન્સવિંગ દ્વારા ન ધ ટેલેન્ટ શોથનું હેમુગઢવી હોલ રાજકોટમાં સુંદર આયોજન કરવામાં આવેલ તેનું ઉદઘાટન મેયર બીનાબેન આચાર્ય, વિનીતાબેન યાદવ, કલબ યુવી વિમેન્સ વિંગના માર્ગદર્શક જોલીબેન ફળદુ, સોનલબેન ઉકાણી, ડિમ્પલબેન કનેરીયા, ચારૂબેન ટીલવા સહિતના ૫૧ બહેનો દ્વારા કરવામાં આવ્યો.

કલબ યુવી વિમેન્સ વિંગના નધ ટેલેન્ટ શોથ ડાન્સ, કોમેડી, કરાઓકે, કલાસિકલ ફયુઝન, વેસ્ટર્ન ટચ, રાજસ્થાની ફોક ડાન્સ, બોલિવુડ રીમીકસ, તલવાર રાસ, ઝુમ્બા ડાન્સ જેવી અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી. આ ટેલેન્ટ શોમાં કલબ યુવતી વિમેન્સ વિંગના ૧૨ વર્ષથી ૬૦ વર્ષના મેમ્બરોએ ભાગ લીધેલ. જેનું સુંદર આયોજન સેજલ પટેલ અને શીતલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. નધ ટેલેન્ટ શોથમાં વંશી મકવાણા અને આસ્થા અમૃતિયા દ્વારા સુંદર તલવાર બાજી ઉપરાંત કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા ગરબો, વિવિધ બોલિવૂડ ડાન્સ, ૬૦ વર્ષના અનસુયાબેનના ગ્રુપ દ્વારા પંજાબી ડાન્સ રજુ કરવામાં આવ્યું હતું અને યશ ભોરણીયા દ્વારા સુંદર મિમિક્રી આપવામાં આવેલ. ડો.પારૂલ, કાલરીયા, ડો.કાર્તિક સુતરીયા, ડો.પ્રિયંકા સુતરીયા અને દક્ષાબેન માકડીયા દ્વારા કરીઓકે ઉપર જુના નવા ગીતો પર પોતાનો સ્વર આપીને આ આયોજનમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

કલબ યુવીની અલગ અલગ પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને કલબ યુવીના ચેરમેન અને જાણીતા ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણી દ્વારા કલબ યુવી નકરાઓકે કલબથ બનાવવાની જાહેરાત કરવામાં આવેલ. જેનો તમામ શ્રોતાગણે સહર્ષ નોંધ લીધેલ. કલબ યુવી વિમેન્સ વિંગના જોલીબેન ફળદુ, હિરલ ધમસાણીયા અને શ્રુતિ ભડાણીયા દ્વારા કલબ યુવી વિમેન્સ વિંગ માટે મોમેન્ટો સ્વરૂપ વર્ષ ૨૦૧૯ કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું અને તેનું વિમોચન મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ, જીવનભાઈ વડાલીયા, મનુભાઈ ટીલવા, દિલીપ ગોવાણી, કલબ યુવી કોર કમિટી સહિતના આગેવાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

કલબ યુવી વિમેન્સ વિંગ રાજકોટ શહેરમાં પાટીદાર પરીવારના વિમેન્સ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ કલબ વર્ષ દરમિયાન ડાયનેમિક યોગા, વિમેન્સ ડે, ઝુમ્બા, દાંડિયા કલાસીસ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ કલાસીસ, ગેટ ટૂ ગેધર, વૃદ્ધાશ્રમની મુલાકાતો, ડિબેટ જેવા કાર્યક્રમો આપેલ જેની સ્લાઈડ શો દ્વારા સુંદર માહિતી સેજલ પટેલ અને શીતલ પટેલ દ્વારા રજુ કરવામાં આવી હતી. કલબ યુવી વિમેન્સ વિંગમાં ૨૯ બહેનો કમિટીમાં સતત કાર્યરત છે. જેમાં જોલીબેન ફળદુ, સોનલબેન ઉકાણી, દિપાલી પટેલ, નિરીશા લાલાણી, રૂચિ મકવાણા, શિલ્પા દલસાણીયા, ખ્યાતિ સુરેજા, શીતલ લાડાણી, શિલ્પા કાલાવડીયા, નીપા કાલરીયા, દિપ્તી અમૃતિયા, શિલ્પા સુરાણી, પુજા ગોલ, કલબ યુવી વિમેન્સ વિંગના સિનિયર બહેનો મેયર બીનાબેન આચાર્ય સાથે દક્ષાબેન માકડીયા, નિશાબેન વડાલીયા, વર્ષાબેન આદ્રોજા, કેતનાબેન કાલરીયા, જયાબેન કાલરીયા, ભાવનાબેન વરમોરા, રૂપલબેન કાલાવડીયા, જયોતિબેન સુતરીયા, ઉત્સવીબેન ડઢાણીયા, અનુબેન ફેફર, પ્રિયાબેન પટેલ, શોભનાબેન ખાંટ, જીજ્ઞાબેન પટેલ, સોનલબેન ગરાળા, સ્મિતા ત્રાંબડીયા, તૃપ્તિબેન રોજીવાડીયા, અલ્પાબેન ખાચર, ઈલાબેન પાણ સહિતના બહેનો દિપપ્રાગટયમાં હાજર રહેલ.

કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, કલબ યુવીના મહેન્દ્રભાઈ ફળદુ, બોર્ડ ઓફ ડિરેકટર્સ જીવનભાઈ વડાલીયા, મનુભાઈ ટીલવા તથા સમાજ શ્રેષ્ઠીઓ, ઉધોગપતિઓની સતત ઉપસ્થિતિથી કલબ યુવી વિમેન્સ વિંગને સતત જોશ અને જુસ્સો મળતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.