Abtak Media Google News

બ્રહ્મઋષિ આશ્રમ નેધરલેન્ડ દ્વારા ઓનલાઇન  આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવ  યોજાયો

ગીતા અપનાવવાથી માનવજાતનું કલ્યાણ શક્ય છે:સ્વામી જ્ઞાનાનંદજી

 

અબતક,રાજકોટ

બ્રહ્મઋષિ આશ્રમ નેધરલેન્ડ દ્વારા આયોજિત ઓનલાઇન આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવને ગીતા મનીષી મહામંડલેશ્ર્વર સ્વામી જ્ઞાનાનંદજી, જૈન આચાર્ય ડો. લોકેશજી, સ્વામી કૃષ્ણન કાંતાજી મહારાજ, નેધરલેન્ડના આયોજક સ્વામી ડો. દિનેશ્ર્વરાનંદજી મહારાજ અને યુએસના સ્વામી ચિદધાનાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું. વિશ્વ અહિંસા ભારતીના સ્થાપક, વિશ્વ શાંતિદૂત ડો. આચાર્ય લોકેશજીએ તેમના છટાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણે જીવન જીવવાની કળાનો ઉપદેશ આપ્યો હતો.

ગીતા એ માત્ર એક શાસ્ત્ર જ નથી પરંતુ એક ઉત્તમ જીવન જીવવાનો સિદ્ધાંત પણ છે. તેમણે કહ્યું કે , ગીતાના સિદ્ધાંતો યુવા પેઢી સુધી પહોંચાડવા જરૂરી છે . ગીતા જ્ઞાન સંસ્થાનમ, કુરુક્ષેત્રના સ્થાપક ગીતા ઋષિ સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગીતા જયંત ઉત્સવની સંસ્થાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. જેના કારણે વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે અને તેને નવી ઓળખ મળી છે. તેમણે કહ્યું કે, ગીતા સર્વાંગી વ્યક્તિત્વ અને સંતુલિત સમાજના નિર્માણમાં મદદ કરે છે સ્વામી કૃષ્ણન કાંતાજી મહારાજે કહ્યું કે, ગીતા એ સુખી જીવનનો ગ્રંથ છે. તે જીવન ધન્ય બનાવે છે. ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી , તે એક અનન્ય જીવન ગ્રંથ છે. જીવનના ઉત્કર્ષ માટે દરેક વ્યક્તિએ સ્વ. અભ્યાસ કરવો જોઈએ ગીતા એક દિવ્ય ગ્રંથ છે , તે આપણને પલાયનમાંથી પુરુષાર્થ તરફ જવાની પ્રેરણા આપે છે.આ પ્રસંગે બ્રહ્મઋર્ષિ આશ્રમ નેધરલેન્ડના પ્રમુખ સ્વામી ડો . દિનેશ્વરાનંદજી મહારાજ, આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવના આયોજક અને યુએસએથી જોડાયેલા સ્વામી ચિલ્લાનાનંદજી મહારાજે ઓનલાઇન જોડાયેલા તમામ સંતો અને ધર્મગુરુઓનો આભાર વ્યક્ત કર્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.