Abtak Media Google News

વીએચપી દ્વારા મામલતદારને આતંકવાદી પ્રવૃત્તિ કરનારા પર કડક કાર્યવાહી કરવા આવેદન: પુતળા દહન, બાઈક રેલી સહિતના કાર્યક્રમો

અમરનાથ જતા યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા હૂમલો કરાયો હતો. જેમાં ૭ શ્રધ્ધાળુઓના મોત થયા હતા. બનાવના દેશમાં ઠેરઠેર પ્રચંડ પ્રત્યાધાત પડી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, ચોટીલા, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાં વિશ્વ હિંન્દુ પરીષદ અને બજરંગદળ દ્વારા વિવિધ કાર્યક્રમો થયા હતા જેમાં મામલતદારને કડક કાર્યવાહીનું આવેદન, બાઇકરેલી, પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને આતંકવાદના પુતળાનું દહન સહિતના કાર્યક્રમો કરાયા હતા.

સુરેન્દ્રનગરના જવાહર ચોકમાં વિહિપ અને બજરંગદળ દ્વારા અતંકવાદી હૂમલાનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેમાં જગદીશ વડદરીયા, સુખદેવ સિંહ, લલિતભાઇ ઠાકર વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આતંદવાદના પૂતળાનું દહન કરાયું હતું. જયારે લીંબડી ખાતે સરોવરિયા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો અમરનાથ યાત્રી પર થયેલા આતંકવાદી હુમલા ને વખોડી કાઢ્યો હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઇ ખાખી, કિશોરસિંહ રાણા, હરજીભાઇ, મનહરભાઇ, એસ. ડી. બક્ષી, મહાવીરસિહ ઝાલા સહીત વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા વિહીપ દ્વારા રામચોક ખાતે મૃતક શ્રધ્ધાળુઓને શ્રધ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ પાકિસ્તાનના ઝંડા સાથે આતંકવાદના પુતળાનું દહન કરી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સુત્રોચ્ચાર કરાયા હતા. પ્રસંગે વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ અનકભાઇ ખાચર, દશરથ દૂધરેજીયા, ભરતભાઇ ખાચર, હરેશભાઇ ચૌહાણ, દલસુખ અજાડીયા ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ ખાતે વીએચપીદ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. પ્રસંગે વીએચપી દ્વારા મામલતદાર પરમારભાઇને આતંકવાદી પ્રવૃતિ કરનારા પર કડક કાર્યવાહીનું આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.