Abtak Media Google News

આગામી દિવસોમાં વધુ એક યાદી બહાર પડશે તેમા અનેક કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ મજબૂતાઈ થી આગળ વધી રહી છે. ગુજરાતમાં તબક્કા વાર આમ આદમી પાર્ટીએ બે યાદી જાહેર કરીને એક વિશાળ સંગઠનનું નિર્માણ કર્યું છે. પ્રદેશ લેવલથી લઈને લોકસભા, તાલુકા અને જિલ્લા લેવલ સુધી કાર્યકર્તાઓને અલગ-અલગ પદ પર નિમણુંકો આપીને કાર્યક્ષમ અને એક સક્ષમ માળખાનું નિર્માણ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ કર્યું છે. તેમ પ્રદેશ આપના અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયાએ જણાવ્યું છે.

તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે અને ગુજરાતમાં એક ઈમાનદાર પાર્ટીની સરકાર બનાવવા માટે અમારી સમગ્ર ટીમ સતત મહેનત કરી રહી છે. એમાં અમને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, આમ આદમી પાર્ટી તેની ત્રીજી યાદી જાહેર કરી રહી છે. આજે અમે 1000 કરતા પણ વધારે કાર્યકર્તાઓનો પદાધિકારી તરીકે ઉમેરો કરી આમ આદમી પાર્ટીના માળખાને હજી વધુ મોટું, વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવાની પ્રક્રિયા કરી છે. આવનારા દિવસોમાં હજી એક યાદી બહાર પડશે અને એમાં પણ ઘણા કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવશે.

આજે જે માળખાનું વિસ્તરણ થયું છે, તે ત્રીજી યાદીમાં પ્રદેશ લેવલ થી લઈ, અલગ-અલગ મોરચાઓ થી લઈ, જિલ્લાઓ અને બીજા પણ જે ક્ષેત્ર છે જેમ કે મીડિયામાં અલગ-અલગ પદ પર સાથીઓને નિમણુંક આપી છે. ત્રીજી યાદીમાં જેમણે પણ નિમણૂક મળી છે, હું તે બધાને શુભેચ્છાઓ પાઠવું છું.

ગોપાલ ઇટાલિયાએ વિશેષમાં પદ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના સ્ટેટ ઓફિસ સેક્રેટરી તરીકે અનુપ શર્મા, સ્ટેટ ઓફિસ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવેશભાઈ પટેલ, શ્રમિક વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વ્યાસ, આપ મીડિયા ડિપાર્ટમેન્ટના મીડિયા કોર્ડીનેટર તરીકે સુકન રાજની નિમણુંક કરવામાં આવી છે.

તે સિવાય આમ આદમી પાર્ટીનો પક્ષ રાખવા માટે અને આમ આદમી પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે યોગેશ જાદવાણી, રાકેશ હિરપરા, વિક્રમ દવે, કરશન બાપુ, ભેમાભાઈ ચૌધરી, સાગર રબારી, કૈલાશ ગઢવી, ગૌરી દેસાઈ, પ્રવીણ રામ, અજિત લોખીલ, જયેશ સંગાડા, ધર્મેશ ભંડેરી, ઉમેશ મકવાણા, પાયલ સાકરીયા, પ્રણવ ઠક્કર, લતા ભાટિયા, હિમાંશુ ઠક્કર, પુનિત જુનેજા, ડો. કરન બારોટ, મીહીર પટેલ, નીતિન બારોટ, પરાગ પંચાલ, જયેશભાઇ પટેલ, પાયલ પટેલ, ડી.ડી. ઝાલા, રીતુ બંસલ, શીતલ ઉપાધ્યાય, કામિની પ્રજાપતિ, ડો. ઇર્શાન ત્રિવેદી, રાજલ લાંબા અને ઉર્વશી મિશ્રાને જવાબદારી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.