Abtak Media Google News

જુઠ્ઠી કોંગ્રેસને ચૂંટણીમાં સબક શિખવાડવા વડાપ્રધાનનું સોમનાથમાં આહ્વાન

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમના ભગવાનના દર્શન કરીને પ્રાચી (સોમના) ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં જણાવ્યું હતુ કે, મારો નાતો કાશી સો છે તો સો-સો મારો નાતો પ્રાચી સો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર્રો કચ્છ-સૌરાષ્ટ્ર તા દક્ષિણ ગુજરાતમાં બીજીવાર આવવાનું યું છે. જનતા જનાર્દનનો, માતાઓનો, જે પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે, માનવ મહેરામણ દુર-દુર સુધી પડદાની પાછળ પણ ઉભો છે તેનો આભારમાનુ છું. ગીર-સોમનાના ચારેય ઉમેદવારો સોમનાના જશાભાઇ બારડ, તલાલાના ગોવિંદભાઇ પરમાર, કોડીનારના ડો. રામભાઇ વાઢેર અને ઉનાના હરિભાઇ સોલંકીને ૯ ડિસેમ્બરે તમે સૌ આશીર્વાદ આપો તેવી અપીલ કરું છું.

સોમના મંદિરની વાત કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતુ કે, સોમનાની પતાકા આજે વિશ્વમાં લહેરાઇ રહી છે તેને અટકાવવાનું વલણ કોંગ્રેસના જે-તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ દાખવ્યું હતુ.   આ દેશમાં બક્ષીપંચ, ઓબીસી અને પછાત જાતિઓ માટે દિલ્હીમાં સરકાર હતી. તમારા સગાઓ રાજ કરતા હતા.

એસ.સી., એસ.ટી.ને બંધારણીય દરજ્જો છે. ઓબીસી કમિશનને કાયદેસરનો દરજ્જો મળે તે માટે ૨૫ વર્ષ રજુઆત કરી  તમે શું કર્યુ ? વોટબેંકની લ્હાયમાં જાતિ-જાતિ વચ્ચે ઝેર ફેલાવી રહ્યા છો. ઓબીસીની સાચી માંગણી માટે સાચો જવાબ આપ્યો નહોતો. ગરીબ સમાજમાં જન્મેલ વ્યક્તિ, ગરીબીમાં ઉછરેલો વ્યક્તિ પ્રધાનમંત્રી બન્યો ત્યારે, ઓબીસી કમિશનને કાયદેસરની માન્યતા આપવાનો કાયદો પસાર કર્યો. કોંગ્રેસ પાર્ટીએ આ કાયદાને રાજ્યસભામાં અટકાવ્યો, રાજ્યસભામાં તમે તેને અટકાવવાનું પાપ કર્યું છે. હવનમાં હાડકાં નાખવાનું કાર્ય કર્યું. કોંગ્રેસ ગમે તેટલી વચ્ચે આવે, અવરોધવાનો પ્રયાસ કરે, ઓબીસી કાયદો ગમે તે ભોગે પસાર કરાવીશું. બંધારણીય અધિકાર આપીશું તેનો વાયદો આપવા આવ્યો છું.

ઓબીસીના લાભને અટકાવનારને સજા કરવાનો સમય આવ્યો છે. કોંગ્રેસે જળ-લ-નભ-આકાશ-પાણી ક્યાંય પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની ની કરી.

કોંગ્રેસની બધી જ પ્રવૃત્તિઓ પર તાળા લાગી ગયા છે. વન રેન્ક વન પેન્શન, દેશના દુશ્મનો સામે સામી છાતીએ લડનારની વાત ૪૦ વર્ષ સુધી ધ્યાનમાં લીધી નહી. માત્ર ૫૦૦ કરોડ રૂપિયા મુકી દીધા અને સૈનિકોની આંખમાં ધૂળ નાંખી. ભાજપાની સરકારે સમગ્ર બાબતનો અભ્યાસ કર્યો. વન રેન્ક વન પેન્શન માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા જોઇએ તેની જવાબદારી અમે લીધી અને વન રેન્ક વન પેન્શન પસાર કર્યું.

કોંગ્રેસ જુઠ્ઠું બોલવાની સ્પર્ધા કરે છે, જુઠ્ઠું બોલવામાં કોંગ્રસે પીએચડી કરી છે. કોઇ પાંચ જુઠ બોલે તો કોઇ સાત જુઠ બોલે તો કોઇ બાર જુઠ બોલે છે. કોંગ્રેસનો નેતા જેટલો મોટો – એટલો જુઠનો ક્વોટા મોટો. ગુજરાત તમારુ જુઠ ચલાવવાનું ની.

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના કી ૬૦૦૦ કરોડ રૂપિયાની મદદ માટેનું આયોજન હા ધર્યું છે. ખાંડના કારખાના માટેના કેટલાક પ્રશ્નો છે, શેરડી પકવનાર માટે ચિંતા ઇ રહી છે, પેટ્રોલમાં ઇેનોલ ભેળવવાનું  કામ હા ધર્યું છે, જે શેરડી પકવનારને લાભ આપનાર નીવડશે.

ગુજરાત અને દેશ વિકાસના માર્ગે આગળ ધપી રહ્યો છે. સાગરખેડૂ, ખેડૂતભાઇઓ માટે બે હામાં લાડું છે ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બેસાડો દિલ્હીમાં તો તમારો જણ છે. દેશ આખો તમારા માટે ઉભો છે. કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઇ છે. કોંગ્રેસમાં નેતા ની  નીતિ ની  નાતો ની. જ્યારે ભાજપા અડિખમ તમારી વચ્ચે છે. તમારા દુ:ખ દર્દના સાી ઉમેદવારો ભાજપાએ આપ્યા છે. ૯ ડીસેમ્બરે કમળ સામેનું બટન દબાવી ભાજપાને વિજયી બનાવો તેવી અપીલ વડાપ્રધાનશ્રીએ કરી હતી.

“ભારત માતા કી જયનો જયઘોષ કરાવ્યો હતો.

ગુજરાત વિકાસ રેલીમાં પ્રાચી(સોમના) ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપા ગીર સોમનાના પ્રમુખ ઝવેરભાઇ ઠકરાર, સાંસદ સભ્યો ચૂનીભાઇ ગોહિલ, રાજેશ ચૂડાસમા સહિત આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.