Abtak Media Google News

સીડી ઉપર સઘન સફાઈ ઝુંબેશ સવાસો બોરા પ્લાસ્ટિક એકત્રીક કર્યું

જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વત અંબાજી મંદિર પરિસર અને સીડી ઉપરના તમામ સવાસો જેટલા વેપારી ભાઈઓએ શનિવારે વહેલી સવારે અંબાજી મંદિરથી દત શિખર સુધી અને મંદિરથી છેક નીચે તલેટી સુધીના માર્ગ ઉપરના પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલોનો કચરો એકત્રિત કરી, સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેની

હજારોની સંખ્યામાં ગિરનારની યાત્રા કરવા આવતા યાત્રિકો દ્વારા ગિરનારની સીડીની બંને સાઇડ પ્લાસ્ટિકનો કચરો જે એકત્રિત થયો હતો તેને સધન રીતે સફાઈ કરી અને બે ટીમોમાં સવાસો જેટલા વેપારી ભાઈએા દ્વારા મોટા બોરા ભરી કચરો હેલીપેડ ખાતે લઈ આવ્યા હતા. અને આ કચરો રોપવે  દ્વારા નીચે ઉતારવામાં આવ્યો હતો.

સરકાર અને તંત્રએ કરવાની થતી કામગીરી અંબાજી મંદિર પરિસર અને હેલીપેડના સવાસો જેટલા નાના મોટો વેપારી ભાઈએાએ પોતાની નૈતિક ફરજ ગણી પોતાનો એક દિવસનો ધંધો રોજગાર બંધ રાખીને શનિવારે  સધન સફાઈના આ કાર્યક્રમમાં જોડાઈ, ગિરનાર ઉપર થયેલી ગંદકીને દૂર કરી હતી, આટલે થી નહિ અટકી આ વેપારીઓએ સીડી નીચે ઊડી ખાયમાં પડેલા કચરાને પણ જાનના જોખમે ભેગો કરી અને ગિરનારને સ્વચ્છ કર્યો હતો.

હાઇકોર્ટમાં એક જાગૃત નાગરિક દ્વારા જાહેર હિતની અરજી બાદ, હાઈકોર્ટે, જૂનાગઢ કલેકટર, મનપા અને વન વિભાગને અનેક પ્રશ્નો પૂછતા, તમામ તંત્ર હરકતમાં આવેલ અને ત્યારબાદ જુનાગઢ વન વિભાગ દ્વારા ગિરનારને પવિત્ર રાખવા માટે સીડી ઉપર ઠેર ઠેર બેનરો અને 200 જેટલા ડસ્ટબીનો મૂકવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.