Abtak Media Google News

જામનગરના રવિ પાર્કમાં રહેતા એક શખ્સે ત્યાં જ રહેતી એક અપરિણીત યુવતીને ધરારથી પોતાના ઘરમાં બેસી જવા માટે દબાણ કરી ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરતા અને તાબે ન થનાર આ યુવતીને ભાઈ-માતાને પતાવી દેવાની ધમકી આપતા વ્યથિત યુવતીએ દવા પી લીધી છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.

Advertisement

જામનગરના ગુલાબનગર નજીકના રવિ પાર્કમાં રહેતી એક યુવતીએ ગઈકાલે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની તબીબોએ સારવાર શરૃ કર્યા પછી પોલીસને જાણ કરતા સિટી-બી ડિવિઝનના પીએસઆઈ ડી.ડી. લાડુમોર તથા સ્ટાફના રણમલભાઈ આહિર દોડી ગયા હતા.

પોલીસે આ યુવતીનું નિવેદન નોંધતા તેણીએ જણાવ્યા મુજબ પોતાના ઘર પાસે જ રહેતો અને દરજી કામ કરતો અનવર ઉર્ફે અનુ સુમરા નામનો શખ્સ અવારનવાર આ યુવતીને ધાકધમકી આપી પોતાની સાથે અનૈતિક સંબંધો રાખવા અને પોતાના ઘરમાં બેસી જવા માટે ત્રાસ આપતો હતો તે દરમ્યાન આ શખ્સ તે યુવતીના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કર્યો હતો જેનો તે યુવતીએ સામનો કરતા ઝપાઝપી થઈ હતી તેના કારણે ડઘાયેલા અનવરે તારા ભાઈ તથા માતાને પતાવી દઈશ તેમ કહી ફોન કરી ધમકી પણ આપી હતી.

ઉપરોક્ત બનાવથી ગભરાયેલી યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે તેણીના નિવેદન પરથી અનવર સુમરા સામે આઈપીસી ૩૫૪, ૪૪૭, ૫૦૬ (ર), ૫૦૯ હેઠળ ગુન્હો નોંધી તેની શોધખોળ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.