Abtak Media Google News

એક તરફ તો ઉસસે પ્યાર કરે હમ ફીર ભી ઉસકી નીતિઓં સે ડરે હમ ક્યા કરે ક્યા ન કરે યે કૈસી મુશ્કીલ..!?

દેશ હાલમાં લોકશાહીના મહાપર્વ અર્થાત ચૂંટણીઓના સમયગાળામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે  મધ્યમ વર્ગીય વેપારી વર્ગ, પગારદાર વર્ગ અને હાઇ પ્રોફાઇલ બિઝનેસ ધરાવતો બિગ કોર્પોરેટ વર્ગ એમ મોટા ભાગના સૌ મનમાં ઉપરનું ગીત ગણગણતા હશે. કોઇને GST યાદ આવે છે, કોઇને પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્તિનું સરકારનું વચન યાદ આવે છે તો કોઇ ને NBFC તથા બેંકિંગ સેક્ટરનાં ઉઠી ગયેલા પાટિયા, ફસાઇ ગયેલા નાણા અને લિક્વીડીટીની સમસ્યા યાદ આવે છૈ.

Advertisement

શું દેશને દેશભક્તિની જરૂર છે, બહુ વિચારીને લેવાતા થોડા નિર્ણયોની જરૂર છે કે ભલે થોડા ખોટા પડે પણ વધારે અને ઝડપી નિર્ણયોની જરૂર છે? આ તમામ સવાલોનો જવાબ ૨૩ મી મે એ મળવાનો છે. બીજીભાષામાં કહીએ તો મોદીજીની પરિક્ષાનું પરિણામ ૨૩ મી મે એ આવશે. હવે નવા સવાલો છે કે શુંમોદીજી જ ફરી સરકાર બનાવશે? શું કોંગ્રેસ બનાવશે? કે પછી ખિચડી પિરસાશે?ત્યારબાદ દેશની ઇકોનોમી ફુલગુલાબી થઇ જશે? શું દેશ વિકાસની દિશામાં હરણફાળ ભરશે?

એક વાત સૌ એ ધ્યાન રાખવી જોઇએ કે સરકાર કોઇની પણ આવે વિશ્વભરમાં કોઇપણ દેશની દિશા રાતોરાત બદલાતી નથી. આ એક પ્રોસેસ છે, હા આપણા દેશનું લોકતાંત્રિક માળખું કાંઇક એવું છે જેમાં પોલિટીક્સ, ઇકોનોમિક્સ તથા માર્કેટસ લાંબાગાળા સુધી એકબીજા પર પ્રભાવી રહી શકે નહી.કોઇપણ પાર્ટીને બહુમત આવે, દેશની દિશા રાતોરાત બદલાવાની નથી.

બેશક કોઇ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા આપે તો કોઇ ૭૨૦૦૦ રૂપિયા આપે, કોઇ લોન માફી કરે તો કોઇ મોટા પેન્શન જાહેર કરે છે..! આવા મતદારોમાં લોકપ્રિયતા ઉભી કરવાનાં સ્પર્ધાત્મક નુસખા જો સતત ચાલતા રહેશે તો દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઇ શકે છે. બાકી રહી વાત ઇન્વેસ્ટમેન્ટની તો વિદેશી રોકાણને આપણે રાજકારણ સાથે કાંઇક વધારે પડતું જોડી દેવાના પ્રયાસ કરીએ છીએ. હકિકત એટલી નાજુક નથી હોતી.

જો મોદીજીની સરકાર આવશે તો બજેટમાં પાંચ લાખ રૂપિયાની આવકવેરા મુક્તિ આવવાની જ છે. જો કોંગ્રેસ આવશે તો વિરોધ પક્ષાં બેઠેલા ભગવાધારીઓ કરતા વધારે લોકપ્રિય થવા એ સરકાર પણ આ પ્રાવધાન કરશે. GST તો UPA ની સરકાર પણ લાવવાની જ હતી. જે NDA ને પણ લાવવાની ફરજ પડી છે.

તેથી આ બાબતે બહુ વિચારો કરવાનો મતલબ નથી.વિચાર કરવાની જરૂર છે . ક્રુડતેલનાં વધતા ભાવ જે દેશની તિજોરી પર બહુ મોટો બોજ બને છે.હાલમાં ચૂંટણીઓ હોવાથી શૌનું ધ્યાન બીજીતરફ છે પણ જેવા પરિંણામો આવશૈ, નવી સરકાર બનશે ત્યારે જો ક્રુડતેલ ૭૫ થી ૮૦ ડોલરે વેચાતું હશે તો દેશવાસીઓને અતિમોંધું પેટ્રોલ ખરીદવાના દિવસો આવશે જેના માટે દેશનું વિદેશી હુંડિયામણ વદારે વપરાશે. રૂપિયો ફરી ડાઉન થવા માંડશે. જે સરવાળે ઇકોનોમીને નબળી કરશે.

યાદ રહે કે છેલ્લા દોઢેક મહિનામાં ક્રુડતેલનાં ભાવ વધવા છતાં પેટ્રોલ-ડિઝલના ભાવ એટલા વધ્યા નથી. રીફાઇનીંગ કંપનીવાળા આ અંગે બોલતા પણ નથી . સૌ સરકાર બનવાની રાહમાં છે.આપણી રેટિંગ એજન્સીઓ વાળાનાં આંકડા બોલે છે કે ક્રુડતેલનાં વૈશ્વિક ભાવમાં ૧૦ ટકાનો વધારો ડોલરની માગમાં ઉછાળો લાવી શકે, રૂપયો નબળો થતાં રાજકોષિય ખાધ વધે, અને વ્યાજ દર પર પણ અસર થાય. ૩૧- માર્ચે ત્રુરા થયેલા ત્રી માસિક ગાળામાં ભારતની ક્રુડતેલની આયાત કિંમત ૩૩ ટકા વધી વધીને ૧૪૦.૫૦ અબજ ડોલરે પહોંચી છે. જે ગત વર્ષ ૧૦૮ અબજ ડોલર હતી.

ક્રુડતેલનાં ભાવમાં બેરલ દિઠ ૧૦ ડોલરનો વધારો રાજકોષિય ખાધ પર દેશના GDP નાં ૦.૧ ટકા જેટલો નવો બોજ નાખે છે.આવા સંજોગોમાં ફાયદો એક જ થ થાય કે જો મોદીજી અર્થાત NDA ની સરકાર રીપીટ થાય તો છેલ્લા ચાર વર્ષમાં નક્કી થયેલી દિશા પર આગળ વધવાનું શરૂ થાય, જો UPA આવે તો નવી દિશા નક્કી કરવામાં થોડો સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.