Abtak Media Google News

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

શું કહે છે ભાજપ?

Vlcsnap 2020 12 28 09H16M51S739

અબતક સાથે ની વાતચીત દરમિયાન વોર્ડ ૧૭ ના ભાજપ ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી એ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનો  સ્થાપના દિવસ છે પરંતુ આજે યાદ પણ નહીં હોય કોંગ્રેસ હવે ભૂતકાળ બની ગયું છે વોર્ડ ૧૭ માં ૨૦૦૦ ની સાલ માં કોંગ્રેસ નું એક વખત શાશન હતું એ વખતે રાજકોટ ની જનતા એ જોયું છે ૨૦૧૫ માં પાર્ટીદાર નું આંદોલન હતું ત્યારે સમાજ માં રોષ હતો તેથી કોંગ્રેસ ને ફાયદો થયો હતો ત્યારબાદ વિધાનશભા ની ચૂંટણી ,૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી ગઈ જેમાં ભાજપને ઘણું સારું વોટિંગ મળ્યું હતુંવોર્ડ ૧૭ માં ત્રણ કોંગ્રેસ ના મિત્રો અને એક ભાજપ ના કોર્પોરેટર છે કોંગ્રેસ માં હું નો વિષય આવતો જ્યારે ભાજપ માં હું નહિ તું ની વાત આવે છે આગામી ચૂંટણી માં ભાજપ ની સાશન જ હશે તેવું મને લાગે છે

શું કહે છે કોંગ્રેસ?

Vlcsnap 2020 12 28 09H19M30S899

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે વોર્ડ નંબર.૧૭ કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસ છે ત્યારે અમે કોરોનાને કારણે સાદાઈપૂર્વક ઉજવણી કરવાના છીએ. તમામ કાર્યકત્તાઓની ઘરે કોંગ્રેસનો ધ્વજ ફરકાવ્યો છે. વોર્ડ નં.૧૭માં લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે અને અમારા આ વોર્ડમાં કોંગ્રેસ ફરી આવે તે નક્કી જ છે. કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. અને આજે પણ અમે એટલી જ લડત આપી છીએ. લોકોના કામ કરવામાં જ અમને ૭ વાર ગુના પણ થઈ ગયાં છે. છતાં લોકોના કામ કરવા માટે અમે અડીખમ છીએ અને આગામી દિવસોમાં પણ કરતા રહેશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં હાલમાં તો કોઈ જૂથવાદ ક વાદ-વિવાદ જોવા મળ્યો નથી. કોંગ્રેસમાં અમે આ નીતિથી ચાલીએ છીએ કે કોઈને પણ ટીકીટ મળે તો અમે તેમની સાથે ખભે ખભો મિલાવી કામ કરીએ. અને મે જે કામ છેલ્લા ૫ વર્ષમાં કામ કર્યા છે. તે જ બીજો ઉમેદવાર પણ વિકાસના કામો કરશે. એટલે જુઠવાદની કોઈ વાત જ નથી આવતી. અને અમારા વિસ્તારની બહેનોની પણ અમારું કામ જોય એ જ મંગા છે કે તમે ફરી રિપીટ થાવ.

શું કહે છે પ્રજા?

Vlcsnap 2020 12 28 08H43M01S721

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૭ ના રહેવાસીઓ એ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં ત્રણ કોર્પોરેટર કોંગ્રેસના છે. જયારે એક કોર્પોરેટર ભાજપના છે અમે બન્ને પક્ષના કોર્પોરેટરની કામગીરીથી વાકેફ થયા છીએ. કોઇ એક પાર્ટીનું શાસન હોય તો અમને સાચી માહીતી સાચી કામગીરી વિશે ખ્યાલ ન આવે પરંતુ અમારા વોર્ડમાં તો બન્ને પક્ષનું શાસન છે તેથી હવે અમને લાગી રહ્યું છે. કે હવે બદલાવ લાવવો ખુબ જ જરુરી છે. બદલાવથી કામગીરી ઝડપી થશે. તમામ વિકાસ લક્ષી કામગીરી થશે જેનાથી અમને ફાયદો થશે.

અમારા વોર્ડમાં કોંગ્રેસના પણ કોર્પોરેટર છે. પરંતુ આજદિન સુધી અમે તેને વોર્ડમાં મુલાકાત લેતા કામ કરતા જોયા નથી. એક ભાજપના કોર્પોેરેટર છે જેઓ વોર્ડની મુલાકાત લે છે. અમારા પ્રશ્ર્નો સાંભળે છે તેથી અમને લાગે છે કે હવે વોર્ડમાં જો બદલાવ આવે તો અત્યારે થયેલ ધીમી ગતિના કામો ભવિષ્યમાં જો ભાજપ આવે તો પુર ઝડપે થશે તેવું અમને લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.