Abtak Media Google News

ધીરે ધીરે ઠંડીની મોસમ તેનો રંગ પકડી રહી છે, જેની અસરો કેટલાક દેશોમાં થઇ રહી છે. તો ઘણાં દેશોમાં હાડ થીજાવતી ટાંઢ પડવા લાગી છે. તો ઘણાં વિસ્તારમા ઠંડીને લીધે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો એવી જ રીતે નોર્થ અમેરિકા પણ ઠંડીમાં કંપી રહ્યું છે. અને તાપમાન સતત માઇનસમાં જઇ રહ્યું છે તો તેની અસર સામાન્ય જન જીવન પર પડવા લાગી છે. લોકો મોડી રાત્રે અથવા વહેલી સવારે બહાર નિકડતા નથી. અને ટાંઢે આંહો લીધો છે.

Advertisement

ત્યારે અમેરિકા અને કેનેડા અંતરાષ્ટ્રીય એરપોર્ટની બોર્ડર ઉપર વહેતો વિશ્ર્વનો સૌથી ઉંચો ધોધ નાયેગ્રા વોટર ફોલ થીજી ગયો છે. નાયેગ્રા વોટરફોલ ૧૬૭ ફુટની ઉંચાઇ ધરાવે છે. જે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે જેને હાલ નિહાળવાનો લ્હાવ અદ્ભૂત છે જો કે ત્યાંની કાતિલ ઠંડી હાલ અશહ્ય છે ત્યારે આપણે તો અહીં થોડી ઠંડીમાં પણ કોઇ ગોદડા ખેંચે તો કેવી મગજમારી થાય હૈ ને !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.