Abtak Media Google News

કાર ઓવરટેક કરવા જતા બે બાઈક સામસામે અથડાયા: એક ગંભીર

નવા દોઢસો ફૂટ રીંગરોડ, એસઆરપી કેમ્પ નજીક રાતે ડબલસવારી બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે અહીથી પસાર થતા વાહનોનાં પૈડા થંભી ગયા હતા. અને બંને બાઈક સવાર ચારેય યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા અહી એક યુવાનને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીદો હતો. જયારે અન્ય એક યુવાનની હાલત ગંભીર હોવાથી તેની સારવાર સઘન બનાવાઈ હતી.

Advertisement

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક એસઆરપી કેમ્પ સામે વસંત વિહાર એપાર્ટમેન્ટમાં રહેતો અર્જુનદાસ પ્રવિણદાસ ગોંડલીયા હોવાનું જયારે ઈજાગ્રસ્તોમાં વચ્છરાજ ગામનો વિક્રમ જગદીશભાઈ દારોદરા, માધાપર ચોકડી પાસે રહેતો નિરવ વીજાભાઈ વિરસોડીયા હોવાનું જાણવા મળ્યું હતુ. જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું નામ અજય હોવાની પોલીસને માહિતી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.