Abtak Media Google News

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ આમ તો પૂજ્ય જલારામબાપાના નામથી જગવિખ્યાત છે પણ ત્યાંના યુવાનોમાં પણ કારકિર્દીમાં કંઈક કરવાનો એક અલગ જોસ છે,

Advertisement

એવા વીરપુર ગામના યોગેશ ભારાણી નામના યુવાન જે એક્ટીંગ તેમજ ડાન્સ ક્ષેત્રમાં  પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે,વીરપુર ગામના સામાન્ય કુટુંબમાં તારીખ 6/8/1995 ના રોજ જન્મેલા યોગેશ ભારાણીને બાળપણથી જ ડાન્સ,એક્ટીંગસ કરવાનો શોખ હતો,યોગેશ બાળપણમાં સ્કૂલમાં નાટકો માં તેમજ નવરાત્રિમાં થતી ગરબાઓમાં કોઈના કોઈ એક્ટીંગ તેમજ ડાન્સ કરતા તથા પોતાના મિત્રોને મનોરંજન માટે પણ યોગેશ ડાન્સ કરતા તેમાંથી તેમને કોમેડી એક્ટીંગ કરવાનો શોક હોવાથી તેમને પોતાના મિત્ર દર્શન ગઢિયાએ પ્રેરણા આપી અને યોગેશે સૌ પ્રથમ યુટ્યુબ ચેનલમાં કોમેડી વીડિયોસ થી શરૂઆત કરી હતી.

કોમેડી વીડિયો થકી યોગેશ યુટ્યુબ ચેનલમાં કોમેડિયન કિંગ ધવલ ડોમડિયા તેમજ રિદ્ધિ પટેલ સાથે 40 જેટલા કોમેડી વીડિયોમાં કામ કર્યું પછી પોતેજ યૂટ્યૂબમાં ગુજ્જુ ગોલમાલ ટુ નામની ચેનલ બનાવી પોતાના કોમેડી વીડિયો તેમજ લવ સોંગ્સ પર ડાન્સના વીડિયો અપલોડ કરી એક્ટીંગ ક્ષેત્રમાં આગળ વધી યોગેશ વીરપુરમાં એક ગુજરાતી મુવીના શૂટિંગમાં પણ એકટીંગ કરી હતી તેમાંથી યોગેશને સોશિયલ મીડિયા થકી એક કોન્ટેક થયો અને એ કોન્ટેક્ટ થકી યાત્રાધામ વીરપુરનો યુવાન યોગેશ ભારાણીને બોબ્બેના ટેલિફિલ્મસમાં એક્ટીંગ કરવાની તક મળી અને કલર્સ ટીવી ચેનલમાં તારીખ 5 ઓગસ્ટના દિવસે રિલીઝ થનારી હિન્દી ટેલિફિલ્મ  “રામ સિયા કે લવ કુશ” નામની સિરિયલમાં રોલપ્લે કરવાની તક મળી અને સ્ટાર ભારત ચેનલમાં આવતી “રાધે ક્રિષ્ના” હિન્દી સિરીઝમાં પણ કૃષ્ણ ના સખા તરીકેનો રોલ કર્યો હતો આમ વીરપુરના યોગેશ ભારાણીએ એક્ટીંગ ક્ષેત્રમાં અનેરી કારકિર્દી બનાવી પોતાના પરિવારનું તેમજ સોરઠીયા રાજપૂત સમાજનું તથા વીરપુર ગામનું ગૌરવ વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.