Abtak Media Google News

રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષયક સેમિનારમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા

રાષ્ટ્રીય એકતા મંચ અને સમસ્ત હિન્દુ સમાજના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા એ વિષય પર પ્રખર રાષ્ટ્રવાદી વકતા અને પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનું વ્યાખ્યાન સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ. જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જીલ્લા તાલુકાના પ000 થી વધુ લોકોએ પુષ્પેન્દ્રજીના નોનસ્ટોપ અઢી કલાકના ઉત્તેજના અને રાષ્ટ્રવાદથી ભરપુર વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

પ્રારંભમાં પ્રાર્થનાને બદલે ૐ જય જગદિશ હરે આરતી બાદ સંતો દ્વારા પુષ્પેન્દ્રજીનું સ્વાગત અને દિપ પ્રાગટય કરવામાં આવેલ.

તેઓના વ્યાખ્યાનમાં સતત અઢી કલાક સુધી વંદે માતરમ અને તાલીઓના ગડગડાટથી હોલ ગુંજતો અને ર્ગજતો રહ્યો. પુષ્પેન્દ્રજીએ પોતાના વ્યાખ્યાનમાં અનેક ઉદાહરણો બંધારણની કલમો અને ઘટના પ્રસંગોનો ઉલ્લેખ કરી રાષ્ટ્ર સામેના પડકારોથી માહિતગાર કરી યુવાનોને રાષ્ટ્રહિત માટે જાગૃત થવા આહવાન કરવાની સાથે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી.

જાતિવાદ ભાષાવાદ પ્રાંતવાદથી ઉપર ઉઠી રાષ્ટ્ર માટે યુવાનો અને હિન્દુ સમાજને હાંકલ કરતાં કહ્યું કે અત્યારે જે સમય છે એ ઉત્તમ સમય છે ભારતને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો જો હિન્દુ નીજી સ્વાયમાં રહી રાષ્ટ્રહિત માટે નહીં વિચારે તો ફરીથી વિધર્મી શાસકોના ગુલામ બનવા તૈયાર રહેવું પડશે.

પોતાના પ્રવચનમાં પુષ્પેન્દ્રએ ઉજવા ભવિષ્ય માટે યુવાનોને પોતાની તાકાત બતાવવા અપીલ કરી હતી. ભારતનો ભવ્ય ઇતિહાસ ધર્મ અને સંસ્કૃતિની મહત્તા દર્શાવી વર્તમાન ભારતની દુર્દશા માટે કયા કયા કાયદાઓ અને રાજનીતીક નેતાઓ તથા આમ જનતાની કઇ માનસીકતા જવાબદાર છે. તેનાથી  સાવધ કરી હિન્દુ સમાજની અનેક કમજોરીની સાથે નિષ્કિયતાનો ઉલ્લેખ કરી હિન્દુ સમાજને જાગૃત બનવા અપીલ કરી હતી.

સ્વાગત પ્રવચન ડો. જે.એમ. પનારા આભાર દર્શન મંથન ડઢાણીયા દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યશવંત ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.