Abtak Media Google News
અબતક, નવી દિલ્લી 

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આ બિલને શિયાળુ સત્રમાં દરમિયાન કર્ણાટક વિધાનસભામાં આ બિલ રજૂ કરવા માટે દબાણ કરી રહી છે. રાજ્ય સરકારે સૂચિત કાયદાની કાયદેસરતા ચકાસવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બેઠકો પણ યોજી છે. બુધવારે રાત્રે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે નિર્ણય લીધો હતો કે સૂચિત બિલ વર્તમાન સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે.

કર્ણાટકની ભાજપ સરકારે ધર્મ પરિવર્તન રોકવા બિલ તૈયાર કર્યું: પ્રોટેક્શન ઑફ રાઈટ્સ ટુ રાઈટ્સ ટુ રિલિજિયન બિલ ૨૦૨૧ નામ અપાયું

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર બિલમાં ધર્મ પરિવર્તનની સજાને લઈને હજુ પણ મતભેદો છે. અંતિમ નિર્ણય રાજ્ય કેબિનેટના વિવેક બુદ્ધિ પર છોડી દેવાનો નિર્ણય કર્યો છે, જે ટૂંક સમયમાં બિલને ગૃહમાં રજૂ કરવામાં આવે તે પહેલાં તેની તપાસ કરશે. તે જ સમયે, તેમણે કહ્યું કે બિલમાં ધર્મ પરિવર્તન માટે સજા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર અલગ-અલગ રાજ્યોના ધર્માંતરણ કાયદા પર વિચાર કરવામાં આવ્યો છે. સાથે જ આ કાયદાને પડકારતી વખતે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર પણ અમે વિચાર કર્યો છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ જ આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 20 ડિસેમ્બરે કર્ણાટકના બેલાગવીમાં રાજ્ય કેબિનેટની બેઠક થશે અને બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી આવતા અઠવાડિયે ગૃહમાં બિલ રજૂ કરવામાં આવશે.
ભાજપ સરકાર દ્વારા પ્રસ્તાવિત ધર્માંતરણ વિરોધી કાયદા મુજબ ખોટી રજૂઆત, બળજબરીનો ઉપયોગ, છેતરપિંડી, અયોગ્ય પ્રભાવ, બળજબરી, પ્રલોભન અથવા લગ્નના હેતુ માટે ધર્માંતરણ પર પ્રતિબંધ છે. આ બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ માધ્યમથી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ નહીં કરે ન તો કોઈ વ્યક્તિ ઉશ્કેરણી કરશે કે ષડયંત્ર કરશે. પ્રસ્તાવિત કાયદા અનુસાર, ધર્મ પરિવર્તનની ફરિયાદ ધર્માંતરણ કરનાર વ્યક્તિના પરિવારના સભ્યો કરી શકે છે અથવા તેની સાથે સંબંધિત વ્યક્તિ પણ કરી શકે છે.
સામાન્ય વર્ગના લોકોના ધર્માંતરણ માટે ૩ વર્ષથી ૫ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે સગીર, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયના વ્યક્તિઓના ધર્મ પરિવર્તનના કેસમાં ત્રણથી દસ વર્ષની જેલ અને ૫૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.