Abtak Media Google News

પ્રેમ સંબંધો ટકાવી રાખવા માટે વિશ્વાસ અને સમજણ ખુબજ મહત્વનું અને પ્રાથમિક પહેલું છે પરંતુ આજના સમયમાં બ્રેકઅપ-પેચઅપ સામાન્ય બની ચૂકયા છે અને કેટલીક વખત તો રિલેશનશીપમાં હોય તે વ્યક્તિ પણ એકી સાથે ૨ થી ૩ લોકો સાથે પ્રેમ સંબંધો ધરાવી પોતાના પાર્ટનર સાથે બેવફાઈ કરતી હોય છે. આમ આજના સમયમાં તેની ઉપરથી ઘણા ગુજરાતી ગીતો જેમ કે “બેવફા તને દૂરથી સલામ બેવફા જાનમ જેવા ગીતો પ્રચલીત થયા, પરંતુ બેવફાઈ કરવા અને છુપાવવામાં મહિલાઓ હોવાનું ચોંકાવનાર અહેવાલ અભ્યાસ મુજબ સામે આવ્યો છે.

કહેવાય છે કે માણસ ગમે તેટલું જુઠ બોલે તેની આંખોમાં એ જુઠાણાની ઝલક દેખાઈ આવતી હોય છે. આજ થીયરી મુજબ વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો પુરૂષ બેવફા હોય તો મહિલાઓ માત્ર તેમની સામુ જોઈ હાવભાવથી સમજી જાય છે, પરંતુ જો મહિલા બેવફા હોય તો તેને ઓળખવું ખૂબજ મુશ્કેલ છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના રિસર્ચે ૧૫૦૦ લોકો ઉપર અભ્યાસ કર્યો તેમણે ટોકેશીયન એટલે કે ગોરા લોકોના ફોટો બતાવ્યા અને ત્યારબાદ નોંધ્યું કે તેઓ પોતાના પાર્ટનરને આ વિશે જાણ કરે છે કે કેમ, સામાન્ય રીતે પુરુષોએ તેની મહિલા પાર્ટનરને સમગ્ર બાબતે જાણ કરી પરંતુ અમુક વખતે વાતો છુપાવવામાં મહિલાઓ વધુ આગળ હોવાનું તારણ નીકળ્યું હતું.

પુરુષોના ચહેરા ઉપરથી તેમનું જજમેન્ટ થઈ શકે છે જયારે જુઠ બોલનાર મહિલાના ચહેરા સામુ જોઈ તેને ઓળખી બતાવવું અઘરું છે. આ ઉપરાંત સર્વેમાં એ પણ સામે આવ્યું કે, વધુ સુંદર દેખાતા પુરુષો અને સ્ત્રીઓ જુઠુ બોલવામાં પણ આગળ હોય છે. સૌથી વધુ આકર્ષક પુરુષો તેના પાર્ટનર સાથે બેવફાઈ કરે છે અને જુઠુ બોલી તેમને છેતરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.