Abtak Media Google News

Table of Contents

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો સતત ત્રીજી વખત અને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતવા કાર્યકરોને કામે લાગી જવા આડકતરો ઇશારો

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હજી બે થી ત્રણ વાર રાજકોટની મૂલાકાતે આવશે

લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે આઠ મહિનાનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થવાના બુલંદ ઇરાદા સાથે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે રાજકોટ ખાતે જંગી જાહેરસભા સંબોધીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. પીએમની આજની સભા બાદ ગુજરાતમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ફૂલ ફલેજમાં ઇલેક્શન મોડમાં આવી ગયા છે. નરેન્દ્રભાઇની રાજકીય કારર્કિદીના વિકાસ માટે રાજકોટ ખૂબ જ શુકનવંતુ રહ્યું છે. આવામાં તેઓએ રાજકોટથી જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશીંગ ફૂંકી દીધુ હોય તેવુ લાગી રહ્યું છે. જો કે હજી લોકસભાની ચૂંટણી પહેલા પીએમ બે થી ત્રણ વખત રાજકોટની મૂલાકાતે આવશે.

Advertisement

ભાજપ માટે એવું કહેવામાં આવે છે કે પક્ષના નેતાઓ અને કાર્યકરો 365 દિવસ ઇલેક્શન મોડમાં હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક બેઠકો જીતી રાજ્યમાં સતત સાતમી વખત સત્તારૂઢ થયું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ થોડા સમય પછી ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક સેટ કરી દીધો છે.

સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા જિલ્લા વાઇઝ પ્રવાસ પણ કરવામાં આવી રહ્યા છે. પ્રમાણમાં નબળી ગણાતી બેઠકો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દરમિયાન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં રૂા.2033 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ રેસકોર્સ ખાતે એક જંગી જાહેર સભા સંબોધી હતી. જેમાં તેઓએ નવ વર્ષમાં કરેલા વિકાસ કામોની રૂપરેખા જનતા સમક્ષ રજૂ કરી હતી.

લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ભાજપના ઉમેદવારો તમામ 26 બેઠકો પર તોતીંગ લીડથી વિજેતા બને તેવી હાંકલ કરી હતી. પીએમની આજથી રાજકોટ ખાતેથી સભા આડકતરી રીતે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ સમાન ગણાવી શકાય. કારણ કે જાહેરસભા બાદ સાંજે પીએમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજશે. આવતીકાલે બપોરે ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે બપોરનું ભોજન લેશે. પીએમની સભા બાદ ભાજપ ફૂલ ફલેજમાં ઇલેક્શન મોડમાં આવી જશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

લોકસભાની ચૂંટણી પહેલા હજી બે થી ત્રણ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાં આવશે. આગામી સપ્ટેમ્બર માસમાં સ્માર્ટ સિટીના અલગ-અલગ પ્રોજેક્ટ માટે અને ત્યારબાદ ઓક્ટોબર કે નવેમ્બર માસમાં એઇમ્સના લોકાર્પણ માટે રાજકોટની મૂલાકાતે આવે તેવું પણ મનાય રહ્યું છે. આજથી પીએમની સભામાં હજ્જારોની મેદની એકત્રીત કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે આ સભા ચૂંટણી સભાથી કંઇ ઓછી નથી. ભાજપના કાર્યકરોને લોકસભાની ચૂંટણી માટે પૂરી તાકાતથી કામે લાગી જવા આડકરતો ઇશારો કરાયો છે.

680 કાર અને 1585 બસો સહિત  4525 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા

Dsc 0359

વડાપ્રધાનને આવકારવા પધારનાર જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ વાહનો મુજબ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ કાર્યક્રમમાં પધારનારા જુદા જુદા વી.વી.આઈ.પી. માટે 810 જેટલી કારની કેપેસિટી સાથે જુદી જુદી સાત જગ્યાએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન પાર્કિંગ, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાર્કિંગ, ફનવર્લ્ડ સામે સર ગોરલીયા માર્ગવાળી શેરી, રૂરલ એસ.પી. ના બંગલાવાળી શેરી, બાલભવન અંદર જોકરવાળું ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ સામે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વી.આઈ.પી. પાર્કિંગ માટે રિલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટિકા, એરપોર્ટ પાસેનું રેલ્વે ફાટક નજીક ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, કલેકટર ઓફિસનું સામેનું ગ્રાઉન્ડ, રાજકુમાર કોલેજ કેમ્પસ એમ કુલ 4 જગ્યાએ 680 જેટલી કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાર્યક્રમમાં બસ માટે જુદી જુદી આઠ જગ્યાએ 1585 જેટલી બસની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, હોમ ફોર બોયઝ, શાસ્ત્રી મેદાન, મહિલા કોલેજ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, એરપોર્ટ મેઈન રોડ પાસે આવેલું તાત્યા ટોપે પબ્લિક ગાર્ડનની બાજુનાં ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા એરપોર્ટ અંદર ફાયર સ્ટેશન પાસે ગ્રાઉન્ડ, હોમ ગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે, પોલીસ હેડકવાટર મસ્જિદની બાજુમાં તેમ કુલ ત્રણ જુદી – જુદી જગ્યાઓ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

2260 જનરલ પાર્કિંગની વ્યવસ્થા જોઈએ તો આરાધના સોસાયટીથી ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સુધી એક સાઈડમાં ટુ વ્હીલર માટે, ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સામે પ્રાઈવેટ પ્લોટ ટુ વ્હીલર માટે , એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક પાસેનુ કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યા ટુ વ્હીલર માટે, બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે, એસ.બી.આઈ બેંક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે, ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગર રચના અધિકારી કચેરીનુ ગ્રાઉન્ડ ટુ વ્હીલર માટે, શ્રેયસ સોસાયટી પાસેનું ઈંકમટેક્ષ પાછળ યુસુફભાઈનું ગ્રાઉન્ડ ફોર વ્હીલ માટે, દશા  માળી વણીક વિદ્યાર્થી ભવન માલવીયા ચોક પાસે ટુ વ્હીલર માટે, યુરોપીયન જીમખાના ગ્રાઉન્ડ ફોર વ્હીલ માટે રહેશે.

જુદા જુદા સ્થળોએ 680 કાર, 1585 બસો, 2260 જનરલ વાહનો સહિત જુદા જુદા 4525 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

19 જનરેટર સાથે પાવર બેકઅપની વ્યવસ્થા

Dsc 0399

રેસકોર્સ કાર્યક્રમ દરમ્યાન પાવર બેકઅપ માટે કુલ 3375  કે.વી. ના 19 જનરેટર ગોઠવવામાં આવ્યા છે. જેમાં સાઉન્ડ માટે બે 250  કે.વી., બેકડ્રોપ એલ.ઈ.ડી. માટે 325 કે.વી. , એરકંડીશન માટે બે 500 કે.વી., લાઈટ, પંખા સહીત ઇલેક્ટ્રિક સપ્લાય માટે 125 કે.વી. ના 12 સેટ, અન્ય બેકડ્રોપ એલ.ઈ.ડી. માટે 250 કે.વી. નો એક એસ્ટ તેમજ સાઈડ  એલ.ઈ .ડી. માટે 200 કે.વી. નો એક સેટ ઉપલબ્ધ કરાયો છે.

મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને પીએમની સભામાં હાજર રહેવા ફરમાન

બસમાં બેઠા હોય તેવા ફોટા પણ મોકલવા આદેશ

રાજકોટમાં આજે સાંજે યોજનારી વડાપ્રધાનન જાહેરસભામાં ભીડ  બતાવવા માટે  મોરબી પ્રાંત અધિકારી એ મધ્યાન ભોજન ના કર્મચારીઓને રાજકોટ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે, ભાજપ દ્વારા  વડાપ્રધાન ની સભા માં ભીડ બતાવવા સરકારી મશીનરી નો બેફામ ઉપયોગ કરવા માં આવી રહ્યો છે.

પ્રાંત અઘિકારી એ મધ્યાન ભોજન યોજનાના સંચાલક રસોયા ઓ ને રાજકોટ વડાપ્રધાન ની સભામાં જવા માટે  ફરમાન જારી કર્યુ છે

મધ્યાન ભોજનસંચાલક મંડળના કોઈ પ્રતિનિધિ બળવંતભાઈ દ્વારા  મધ્યાન ભોજન સંચાલક મંડળના વોટસઅપ  ગ્રુપ ઉપર એક મેસેજ પ્રાંત અઘિકારી ના નામે મુકેલ છે તેમાં જણાવેલ છે દરેક કર્મચારી એ ફરજિયાત રાજકોટ વડાપ્રધાનની સભા માં આવવા નુ છે તમે સભા માં  આવીયા છો એની સાબિતી રૂપે તમારે બસ માં બેઠા છો એનો ફોટો મોકલવા નો છે આમ ભાજપ ની સભામાં મેદની ભેગી કરવા સરકારી અઘિકારી અને તેની મશીનરી નો બેફામ ગેર ઉપયોગ આ સરકાર કરી છે*

મોરબી મધ્યાન ભોજન યોજનાના સંચાલકઓ અને રસોઇ બનાવનાર  લોકો વડાપ્રધાનની સભામાં જવા ના છે તો શું સ્કૂલમાં બાળકોને મળતું મધ્યાન ભોજન બંધ રહેશે કે ચાલુ રહેશે તેની જાહેરાત પ્રાંત અધિકારી કે મધ્યાન ભોજન સંચાલક મંડળના પ્રતિનિધિઓ કરશે ખરા કે મધ્યમ ભોજન ચલાવતા સંચાલકોને તારીખ 27 ની બાળકોને ન જ મળે તો પણ જમાડ્યા છે તેમ માની સ્કૂલ ના આચાર્ય સુ ભોજન પીરસાયુ છે એમ ગણી હાજરી પુરવા ના છે કે ગેરહાજરી ? એની ચોખવટ સ્કૂલ ના આચાર્ય  કરે તેવી માંગણી કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશી દ્વારા કરવામાં આવી છે.

જનસભામાં મનોરંજન સાથે માહિતી આપતા સાંસ્કૃતિક કાર્યક્રમો

Img 20230726 Wa0305

શાહબુદ્દીન રાઠોડ તથા ધીરૂભાઈ સરવૈયાનો હસાયરો, ગીતા રબારી વિવિધ ગીતોની રમઝટ 

પ્રાકૃતિક ખેતીને અપનાવવાની હાકલ કરતી ‘ધરતી કરે પુકાર’ નૃત્યનાટિકા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સભામાં જનમેદનીને મનોરંજન સાથે માહિતી મળે તે માટે લોકડાયરો, હસાયરો, લોકગીતો તેમજ વિશેષ નૃત્ય નાટિકા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ  કરવામાં આવ્યું છે.

24 ભાઈઓ અને 27 બહેનો મળી 51 કલાકારો, રેસકોર્ષ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર ચોક ખાતે 63 ભાઈઓ અને 44 બહેનો મળી 107 કલાકારો તેમજ રેસકોર્ષ મેદાનમાં કાર્યક્રમસ્થળે 28 ભાઈઓ અને 23 બહેનો મળી 51 કલાકારો સહિત અંદાજે 209 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાની રોચક પ્રસ્તુતિ કરશે.

તેમણે કહ્યું હતું કે લોકાર્પણ કાર્યક્રમમાં મનોરંજન સાથે જનજાગૃતિ અર્થે ’ધરતી કરે પુકાર’ નૃત્યનાટિકા ભજવવામાં આવશે. જેમાં  નૃત્ય, સંગીત સાથે કલાકારો રાસાયણિક ખેતીથી બરબાદ થયેલી ધરતીની વેદના રજૂ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ આપશે.

ઉપરાંત રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ હાસ્યની રેલમછેલ રેલાવશે, તો ધીરુભાઈ સરવૈયા હળવીશૈલીમાં ડાયરો જમાવશે. લોકગાયિકા   ગીતાબેન રબારી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવશે તેમજ ગુજરાતની વિકાસગાથા અને નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન  તરીકે નવ વર્ષની યાત્રા રસપ્રદ શૈલીમાં વર્ણવશે.

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે અને ધરતીના પોષક તત્વોને જાળવીને પોતાની આવક બમણી કરે. જેથી, રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હાકલ કરતી ’ધરતી કરે પુકાર’ નૃત્યનાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવશે. 07થી 08 મિનિટ સુધી ભજવવામાં આવનાર આ નાટકમાં 16 કલાકારો સહભાગી બનશે.

35 એલઇડી સ્ક્રીન, 144 હાઇટેક સ્પીકર દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ

Img 20230726 Wa0436

રેસકોર્સ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 2030 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે, જેમાં એક લાખથી વધુ લોકો સભા સ્થળે ઉપસ્થિત રહેશે.  પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ પાંચ ડોમ્સમાં લોકો બેસીને નિહાળી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય સ્ટેજમાં બેક ડ્રોપ એલ.ઈ.ડી. તેમજ ચાર ડોમમાં સેન્ટ્રલ એલ.ઈ.ડી. સહિત અન્ય 30 એલ.ઈ.ડી. સ્ક્રીન મળી કુલ 35 એલઇડી સ્ક્રીન પર કાર્યક્રમ લાઈવ જોઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ખાનગી કંપનીના 10 કેમેરા દ્વારા કાર્યક્રમ શૂટ કરવામાં આવશે તેમ જ દૂરદર્શનના વિવિધ કેમેરાઓ દ્વારા લાઈવ કરવામાં આવશે. જ્યારે અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ સાથે અમદાવાદની કંપની દ્વારા મિક્સર તેમજ મોનિટર સહિત  144 સાઉન્ડ બોક્સ મૂકવામાં

આવ્યા છે. એલ.ઇ.ડી સ્ક્રીન વ્યવસ્થાપન માટે 75 થી વધુ નો સ્ટાફ તેમજ ઓડિયો સિસ્ટમ કંટ્રોલિંગ માટે નેટવર્ક મેનેજર સિસ્ટમ કંટ્રોલર સહિત 40 થી વધુ નો સ્ટાફ જોડાયેલો છે.

મુખ્ય કાર્યક્રમો ઉપરાંત પ્રધાનમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણની ફિલ્મ સ્ક્રીન પર લોકો નિહાળશે. આ સાથે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ લોકો લાઈવ સ્ક્રીન પર જોઈ માણી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.