Abtak Media Google News

“વેલણ બંદરેથી ગ્રીન સિગ્નલ મળતા જ વણાંકબારાથી દારૂ ભરેલી બોટ પાંચ-દસ મિનિટમાં જ વેલણ બંદરે નાંગરી જાય અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રવાના થાય!

ફોજદાર જયદેવનો કોડીનાર પોલીસ સ્ટેશનમાં એડીશ્નલ ફોજદારતરીકે હુકમ થવાનું કારણ એવું જાણવા મળેલુ કે કોડીનારના રેગ્યુલર ફોજદાર અને કોડીનારના રાજકીય પીઠબળ ધારી ગુન્હેગાર ડોનની જુગલ જોડીના કૃત્યો ખૂલ્લેઆમ થવા માંડતા તેની રજુઆતો જૂનાગઢ રેન્જના પોલીસ વડા સુધી થયેલી તેથી તેમણે આ જોડી તમામ પ્રકારની મર્યાદામાં રહેતે માટે જયદેવની ભૂતકાળની કાર્યશૈલી જાણીને તેનો હુકમ કરેલો.

કોડીનાર લીલીના ઘેર વિસ્તારનું દરીયાકાંઠે આવેલું શહેર છે. તે સમયે અમરેલી જિલ્લામાં તેનો સમાવેશ થતો. અમરેલીનીમાફક જ કોડીનાર પણ રાજાશાહી દરમ્યાન વડોદરાનો ગાયકવાડ શાસીત વિસ્તાર હતો. સરકારી મકાનો કચેરીઓ અને ટાવર જેવો રેકર્ડ રૂમ હજુ તેની સાક્ષી પૂરતો ઉભો છે.

આઝાદી પહેલા ગાયકવાડના શાસન દરમ્યાન ગાયકવાડ સામે બહાર વટેચડેલ દ્વારકા ઓખાના બહારવટીયા જોધા માણેકે એકસો બે સાથીદારો સાથે કોડીનારમાં રહીનેત્રણ દિવસ સુધી લૂંટ ચલાવી હતી તેનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘સોરઠી બહારવટીયા’ના ‘જોધો માણેક મુળુ મણેક’ પ્રકરણમાં ઉલ્લેખ કરેલો છે. જેમાં પણ કોડીનારની સમૃધ્ધીનું વિદેશ વેપારનું વર્ણન છે.

કોડીનારની પશ્ચિ\મે દરીયો, દક્ષીણેજૂનાગઢ જીલ્લાનું ઉના અને તે પછી કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ તથા ઉતરે સુત્રાપાડા અનેવેરાવળ અને પૂર્વે ગીરનું જંગલ અને તે પછી ધારી પોલીસ સ્ટેશન તથા તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારો આવેલા હતા કોડીનાર ખેતી ક્ષેત્રે તથા ઔદ્યોગીક ક્ષેત્રે પણ સમૃધ્ધ તાલુકો હતો તેથી અમરેલી જીલ્લાનો સૌથી સમૃધ્ધ તાલુકો તે ગણાતો પણ તેની ખાસ આગવી વિશિષ્ટતાતેના વેલણ બંદર અને દીવના વણાંકબારા બંદર વચ્ચે માંડ એકાદ કિલોમીટરનો જ દરીયો હતો.આ એક બંદર વણાકબારામાં દારૂની મૂકતી અને વેલણબંદરમાં દારૂ પ્રતિબંધીત હતો. પણ બુટલેગરો અને ગુનેગારો માટે ઈગ્લીશ દારૂ દીવથી સૌરાષ્ટ્રમાં લાવવાનો સૌથી સરળ રસ્તો આ દરીયો જ હતો. બોટ મારફતે દારૂ જથ્થા બંધ રીતે કોડીનારના દરીયાકાંઠે કસ્ટમ કે પોલીસ ચેક પોસ્ટોની જંજટ વગર આરામથી ઉતારી શકાતો અને પછી સૌરાષ્ટ્રમાં ગમેત્યાં મોકલાતો.

કોડીનારના રેગ્યુલર ફોજદાર અને નામીચા ડોનની સાંઠગાંઠથી આ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા ખૂબજ પ્રભાવીત હતા ડોનનું વર્ચસ્વ સાર્વત્રીક હતુ એટલે કે રાજકીય ક્ષેત્રે ગુનેગારો બુટલેગરો ઉપર, સ્થાનિક અને કેટલેક અંશે જીલ્લાના વહીવટી તંત્ર ઉપર તથા ઔદ્યોગીક અને ખેતી ક્ષેત્ર ઉપર પણ અને રાષ્ટ્રીય પાર્ટીના વિધાયક પણ ડોનના પ્રચંડ પ્રભાવ હેઠળ હતા. અરે ભૂતકાળમાં તો આ ડોને પોલીસ સ્ટેશન જમાં તે વખતના ફોજદારની હાજરીમાં જ જંગલ ખાતાના એક અધિકારીને ઢોરમાર મારેલો આથી તેની દાદાગીરી અને રોફ એવો હતો કે ફોજદાર પણ ચૂપ રહે!

એ સનાતન સત્ય છે કે દુનિયાના કોઈ પણ ડોનને ડોનગીરી કરવામાટે પોલીસનું પીઠ બળ જોઈએ જ. તે સિવાય સાંજ પડયે જેલ ભેગા થવાયકેમકે ડોનના કાર્યો જ એવા હોય છે કે જો પોલીસ ધારે તો સાંજ પડયે સેશન્સ કોર્ટ ટ્રાયલગુન્હામાં ફીટ થઈ જાય ! પણ પોલીસ ધારે તો જ ! પરંતુ તે સમયના રેગ્યુલર ફોજદાર સાથે ડોને એવા ઘનિષ્ઠ સંબંધો કેળવ્યા કે બંનેજણા ખાવા પીવામાં જ નહિ પરંતુ આનંદ પ્રમોદ અને રંગરેલીયાના કાર્યક્રમોમાં પણ સહભાગીઅને સહયોગી બની ગયેલા. આમ ડોનનું એક ચક્રી શાસન સ્થપાઈ ચૂકયું હતુ અને પોત પોતાની મસ્તીમાં રત હતા.

પરંતુ ફોજદાર જયદેવ કોડીનારમાં વધારાના ફોજદાર તરીકે ઓચિંતોહાજર થતા આ જુગલ જોડીને ભૂકંપનોતિવ્ર આંચકો લાગે તેવો ઝટકો લાગ્યો. કમેકે રેગ્યુલર ફોજદારને પણ જયદેવની કાર્ય પધ્ધતિની જાત માહિતી હતી.તેથી રેગ્યુલર ફોજદારે મુસદીપૂર્વક ઓચિંતી આવેલી આફતને (જયદેવને) આવકાર આપી કહ્યું કે સારૂ કર્યું તમે આવી ગયા મારે હવેભાર હળવો થશે કેમકે હવે બે ત્રણ મહિનામાં જચૂંટણીઓ આવી રહી છે. તેવો પ્રતિભાવ આપી સ્ટેશન ડાયરીમાં પોલીસ સ્ટેશનનો ચાર્જ જયદેવને સોંપી નેપોતાની (કહેવાતી) નાજુક તબીયતનું કારણ જણાવીસીક રજા ઉપર જવાની નોંધ પણ કરી દીધી. અને પોતાના મિત્ર કમ જોડીનારડોનને પણ જયદેવના જોખમોથી ચેતવીને ‘મીત્ર ફરજ’ પણ નીભાવી દીધી. આથી ડોને તેના મિત્ર રેગ્યુલર ફોજદારને જ પૂછયું કે ‘હવે શું કરવું?’ આથી તેણે બે ઉપાયો દર્શાવ્યા જે બંનેનો એક સાથે જ અમલ કરવા કહ્યું એક તો એકે હવે કોડીનાર પોલીસ સ્ટેશનની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ હિસાબે ખોરંભેપાડવી જેથી જયદેવ જાતેથી કંટાળીને સીક રજા ઉપર નાસી જાય અને બીજો વિધાયકનો ગમે તે રીતેઉપયોગ કરી રાજકીય રીતે જયદેવને ગમે તે ભોગે બદલવા માટેના પ્રયત્નો અને પ્રયોગો પણ કરવા;પણ આમાં ખાસ ખ્યાલ એ રાખવાનો કે જયદેવને કોઈની પણ શહેશરમમાં આવ્યા વગરગમે તેની વિરૂધ્ધ એફ.આઈ.આર.ની કાર્યવાહી કરવાની કુટેવ છે.

જેથી તમારે પોતે આ કાર્યવાહીથીબચવા તેની અહીંથી બદલી થાય ત્યાં સુધી જોખમ મુકત રીતે ગાંધીનગર ખાતે જ મૂકામ કરવો.આમ બંને મિત્રો ડોન અને રેગ્યુલર ફોજદારે એક સાથે જ કોડીનાર છોડી દીધું! હવે કોડીનાર પોલીસ તો ડોનની રાજકીય વગ અને તાકાતથી પરિચિત હતી અનેતેઓતો એવું માનતા હ તા કે ફોજદાર જયદેવ હવે કોડીનારના બેચાર દિવસ પૂરતા જ મહેમાન છે. કેમકે ભૂતકાળ એવો હતો કે ડોનના એક ફોનથી જ કામ પતી જતું.

જયદેવ આ બધુ જાણતો હોવા છતા ત ણે પોતાની રાબેતા મુજબનીકાર્યવાહી ચાલુ કરી દીધી. આ બાજુ ડોને પોતાની પુરી તાકાત અને પ્રભુત્વથી કોડીનારના વિધાયક ઉપર જબ્બરદસ્ત દબાણ લાવી જયદેવને બદલવાની કાર્યવાહી ચાલુકરી દીધી.

વિધાયકે અમરેલી જિલ્લા પોલીસ વડાને કહ્યું કે જયદેવની નિમણુંક પોતાને પૂછયા સિવાય કરેલ હોય જયદેવને કોડીનારથી તાત્કાલીક બદલાવવો. પરંતુ પોલીસ વડાએ વિધાયકને સ્પષ્ટ પણે કહ્યું કે જયદેવની નિમણુંક ઉપરના આદેશથીથયેલ છે. હવે તમારે તેની બદલી કરાવવી હોય તો હુકમ ગાંધીનગરથીજ કરાવો.

અમરેલી પોલીસ વડાને મનમાં એવી શંકા હતી કે રાજય સરકારના ટેકેદાર પક્ષના પણ ભાવનગરનાં એક વિધાયક કમ મંત્રીના કહેવાથી જૂનાગઢ રેન્જ પોલીસ વડાએ જયદેવનો કોડીનારનો હુકમ કરેલ છે. તેથી હવે રાજયના મુખ્યમંત્રી સિવાય જયદેવની બદલીની શકયતા જ નથી.

આથી આ કોડીનાર વિધાયકે પોતાના પડોશી વિસ્તારના રાજુલાના વિધાયક પણ રાજય સરકારના મીનીસ્ટરનો સંપર્ક કરી તેમના દ્વારા અમરેલી જીલ્લા પોલીસ વડાઉપર જયદેવને બદલવા માટે પ્રચંડ દબાણ લાવ્યા. આ મીનીસ્ટર તે સમયે તેમની તોછડી અને ઉદંડ ભાષાને કારણે પણ પ્રખ્યાત હતા. પરંતુ પોલીસવડાએ તેમને પણ કહ્યું કે ઉપરથી આ હુકમ આવેલ છે. હવે આ કામ મુખ્યમંત્રી વગર કોઈ કરી શકશે જ નહિ કેમકે તો ભાવનગરના વિધાયક ને ખોટુ લાગે અને સરકારને તેમના ટેકા વગર ચાલે તેમ નથી તેમ છતા વિધાયક અને મીનીસ્ટર બંનેએ પોલીસ વડા ઉપર સવાર સાંજ ટેલીફોનીક આક્રમણ કરી તોછડી ભાષામાં અને મળેલ માહિતી મુજબ તો મીનીસ્ટરે અભદ્ર ભાષા પ્રયોગ પણવાત વાતમાં ચાલુ કરેલો.

આથી કંટાળીને પોલીસ વડાએ જયદેવને જ કહ્યું ‘હવે કેમ કરીશું?’ જયદેવને મનમાં થયું કે કહી દઉકે હવે શું કરવાનું હોય જે થવાનું હતુ તે તો થઈ ગયું હવે બાકીનું જયદેવ પૂરૂ કરશે પણ વળી મનમાં વિચાર થયોકે વહીવટી રીતે ઘણા લોકો પરેશાન થતા હતા અને હજુ બીજા થવા સંભવ હતો તો પોતે શા માટે બહાના રૂપ થવું એટલે પોતાના હિસાબેઅન્ય ઘણા આત્માઓ દુ:ખી થાય તેને બદલે સાવ સરળ અને ટુંકો રસ્તોજ બતાવી દીધો કે સાહેબ મારી પાછી કોડીનારથી બદલી કરી નાખો!

પરંતુ અમરેલી પોલીસ વડાની અંગત માન્યતા એવી હતી કે ભાવનગરના વિધાયકનું જયદેવને પીઠ બળ છે. તેના કારણે જ સ્થાનિક વિધાયકોની તોછડી ભાષા અને અતિશય રાજકીય દબાણની મુશ્કેલી હોવા છતા જયદેવની કોડીનારથી બદલી કરીનહિ. અને જયદેવને જ કહ્યું તમે જ ગાંધીનગર જઈ ભાવનગરના વિધાયકને સમજાવો કે હું તમારી કોડીનારથી બદલી કરૂ તો નારાજ ન થાય અને વાંધો નલે, જયદેવે પોલીસ વડાને કહ્યુંભાવનગરના વિધાયકને આ બદલી બાબતની કોઈ ખબર જ નથી વળી હું જ તમને કહું છું મારી બદલી કરીનાખો પછી કયાં કોઈ પ્રશ્ન છે? પરંતુ પોલીસ વડા ગમેતે કારણેમુંઝાયેલા હતા જેથી તેમણે જયદેવને ગાંધીનગર જવા અને ભાવનગરના વિધાયકને સમજાવવાનો જઆગ્રહ રાખ્યો.

ભાવનગરના વિધાયક ગાંધીનગરમાંજ હતા તેથી મળી ગયા અને જયદેવે સંપૂર્ણ હકિકત જણાવી દીધી અને વિનંતી કરી કે તમે અમરેલી પોલીસ વડાને જણાવી દો કે જયદેવની કોડીનારથી બદલી થાય તો મને કોઈ વાંધો નથી’ પરંતુ આ સિધ્ધાંતવાદી વિધાયકે કહ્યું કે જો તમે મને મળ્યા અને સધળીવાત કરીતે પહેલા જ પોલીસવડાએ તમારી બદલી કરી દીધી હોત તો મને કોઈ વાંધો હતો જ નહિ કેમકે હુંકાંઈ જાણતો જ ન હતો. પરંતુ હવે સત્ય હકિકત જાણ્યા પછી ચોકકસ મારોવાંધો છે. કે ખોટી રીતે કોઈ અધિકારીની બદલી કરાય જ નહિ. હું અમરેલી પોલીસ વડાને કાંઈ જ કહેવા માંગતો નથી કે દબાણ કરવા પણ માંગતો નથી. ભાવનગરના વિધાયકની વગ ગુજરાતતો ઠીક નવી દિલ્હી સુદીની પહોચહતી. જયદેવને થયું ખલાસ હવે ‘વાત દોઢે ચઢી ગઈ’ આના કરતા તો પોલીસ વડાએ જાતે જ સીધી રીતે જ બદલી કરીનાખી હોત તો સારૂ હતુ. જયદેવ ગાંધીનગરથી પાછો આવ્યો.

આ સમગ્ર બાબતની જાણ કોડીનારનાવિધાયક અને તેના ટેકેદાર મીનીસ્ટરને થઈ અને તેઓ આ જાણીને ધૂંઆ પૂંઆ થઈ ગયા.આ વિધાયક અને મીનીસ્ટરની મજબુરી અને મુશ્કેલી એ હતી કે તેઓ ચૂંટાયા ત્યારે જનતાદળના સભ્ય તરીકે ચૂંટાયેલા હતા રાજયમાં તે સમયે રાષ્ટ્રવાદી પાર્ટી અને જનતાદળની જોડાણ વાળી સરકાર હતી. પરંતુ રાજકીય ગમે તે થયું બંને પક્ષો વચ્ચેછૂટાછેડા થયા અને જનતાદળે તે સમયના વિરોધ પક્ષ રાષ્ટ્રીય પક્ષ સાથે ઘરઘરણુ કરેલું અનેતે પછી જનતાદળે રાષ્ટવાદી પાર્ટીથી તલ્લાક થયા બાદ રાષ્ટ્રીય પાર્ટીમાંજ સામુહિક રીતેભળી જઈને સરકાર બનાવેલી આ સરકારના મુખ્યમંત્રી પણ જુના જનતાદળ વાળા જ હતા. પરંતુ તેમનું આકસ્મીક અવસાન થતાનવી દિલ્હીથી થયેલી ગોઠવણ મુજબ રાજયના બીજા મુખ્યમંત્રી મુળ અને જૂની રાષ્ટ્રીય પાર્ટીના પીઢ અને વયો વૃધ્ધ વિધાયક ને મુખ્યમંત્રી બનાવેલા આમ તે સમયે રાષ્ટ્રીય પાર્ટીમાં હજુ સુધી અંદરખાને બે જુથ અસ્તિત્વ ધરાવતા હતા. એક જનતા દળમાંથી આવેલા સભ્યો નવિના અને મૂળ રાષ્ટ્રીયપક્ષના જૂના સભ્યો જૂનીના કહેવાતા અને તેરીતે વર્તમાન પત્રોમાં વ્યંગમાં પણ ઉલ્લેખ થતો હતો.

આ અમરેલી જીલ્લાના મીનીસ્ટરઅને કોડીનારના વિધાયક (બંને નવિના) બંનેજણા મુખ્યમંત્રીને મળવા ગયા અને રજૂઆત કરવામાં વળી મૂર્ખાઈ કરી. જો બંને જણાએ ફકત ફોજદાર જયદેવની કોડીનારથી બદલી કરવાનું જ કહ્યું હોત તો ફટાફટબદલી હુકમ થઈ જવાનો હતો કેમકે તે સરકારમાં તે સમયે વિધાયકો તો ફોજદારની બદલીતો ‘ધાણી દાળીયાના ભાવે’ હાલતા ચાલતા કરાવી દેતા હતા. પરંતુ તેમની આબ‚નું ધોવાણ લાંબો સમય સુધી થવાનું હોય તે રીતે મુખ્યમંત્રી પાસે રજૂઆત પણ ખોટીરીતે કરી તેમણે રજૂઆત કરી કે ભાવનગરના વિધાયકને ફોજદાર જયદેવ બહુ કાર્યદક્ષ લાગતો હોયતોભલે ભાવનગર લઈ જાય અહી અમરેલી જીલ્લો તો અમારો ગઢ છે તેમાં તો અમો કહીએ ઈચ્છીએ તેજઅધિકારી ચાલે !

ડાહીકોમના પીઢ મુખ્યમંત્રીએકોઈ સિધ્ધો નિર્ણય નહિ લેતા તેમણે ભાવનગરના વિધાયક ને જ આ બાબતે ટેલીફોન કરીને પૂછયુંકે ‘આપ કહો ત્યાં ફોજદાર જયદેવને કોડીનારથી બદલીને મૂકી દઈએ.

પરંતુ સિધ્ધાંતવાદી ભાવનગરનાં વિધાયકે કહ્યું ‘હરગીઝ નહિ ફોજદાર જયદેવની બદલી કોઈ વ્યાજબી કારણ સિવાય તમે કરતા જ નહિ ખોટી રીતે બદલી કરવા સામે મારો સખ્ત વિરોધ છે.

તે સમયે રાષ્ટ્રીય પાર્ટીના ‘બારેય વહાણો ડુબી રહ્યા હતા’ અને કપરી સ્થિતિ હતી,. જેવી સ્થિતિ રામાયણમાં લંકાની સેનામાં વિભીક્ષણની અને મહાભારતમાં હસ્તીનાપૂરમાં વિદુરજીની હતી તેવી સ્થિતિ આ ભાવનગરનાં વિધાયકની રાષ્ટ્રીય પાર્ટીમાં હતી છતા મુખ્યમંત્રીએ અમરેલીના મીનીસ્ટર અને કોડીનારના ધારાસભ્યની રાજીનામાની ધમકી સામે પણ જણાવી દીધું કે ફોજદારની બદલી નહિ થાય તમારે જે કરવું હોયતે કરો. આમેય હવે બધી રીતે પૂરૂ થયું છે અને ચૂંટણીઓ પણ આવી રહી છે. જાજા દિવસો પણ બાકી નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.